IND vs SA: ટીમ ઇન્ડિયા આજે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવા રવાના થશે, 7 વારની નિષ્ફળતાઓનો હિસાબ કરવાની આશા

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) 16 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. આ પ્રવાસમાં 3 ટેસ્ટ અને 3 વન-ડે મેચોની શ્રેણી રમાશે.

IND vs SA: ટીમ ઇન્ડિયા આજે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવા રવાના થશે, 7 વારની નિષ્ફળતાઓનો હિસાબ કરવાની આશા
Indian Cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 7:57 AM

વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ મુદ્દે ચાલી રહેલા વિવાદો વચ્ચે ટીમ ઈન્ડિયા આજે જોહાનિસબર્ગ જશે. ટીમ ઈન્ડિયા (Team India) એ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર 3 ટેસ્ટ અને 3 વન-ડે મેચોની શ્રેણી રમવાની છે. ટેસ્ટ સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થશે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા (South Africa) ની ધરતી પર ક્યારેય ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી અને આ વખતે તેનો હેતુ આ ઈતિહાસ રચવાનો રહેશે.

વિરાટ કોહલી હવે ODI અને T20 કેપ્ટન નથી પરંતુ તે ટેસ્ટ કેપ્ટન તરીકે પોતાની સફળતાઓનું પુનરાવર્તન કરવા માંગે છે. ઓસ્ટ્રેલિયામાં બે વખત ટેસ્ટ સિરીઝ જીતનાર વિરાટ કોહલીએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેમનો ઉદ્દેશ્ય ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવાનો છે. ટેસ્ટ ટીમમાં કોઈ ઈજાગ્રસ્ત રોહિત શર્મા (Rohit Sharma) નથી પરંતુ વિરાટ કોહલીને ટીમમાં વિશ્વાસ છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

દક્ષિણ આફ્રિકાથી 7 વખત ખાલી હાથે પાછી આવી છે ટીમ ઈન્ડિયા!

ટીમ ઈન્ડિયાએ 7 વખત દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો છે અને દરેક વખતે તે નિરાશાજનક રહ્યો છે. છેલ્લા પ્રવાસમાં વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે ટેસ્ટ શ્રેણી 2-1થી હારી ગઈ હતી. 2010-11 માં ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 1-1થી ડ્રો કરી હતી. આ વખતે વિરાટ કોહલી ઈચ્છશે કે તેની આગેવાની હેઠળની ટીમ દક્ષિણ આફ્રિકામાં જીત મેળવે કારણ કે આ શ્રેણી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ ઘણી મહત્વપૂર્ણ છે.

આમ પણ ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલ બાબત એ છે કે ત્રણ સૌથી સિનિયર ખેલાડીઓ વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારા ફોર્મમાં નથી. રોહિત શર્મા ફોર્મમાં હતો પરંતુ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.

ભારત દક્ષિણ આફ્રિકા સિરીઝનુ શેડ્યૂલ

ભારતીય ટીમ સેન્ચુરિયનમાં 26-30 ડિસેમ્બરે પ્રથમ ટેસ્ટ રમશે. બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી જોહાનિસબર્ગમાં શરૂ થશે. ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. ટેસ્ટ શ્રેણી બાદ 19 જાન્યુઆરીથી પાર્લમાં ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થશે. 21 જાન્યુઆરીએ બીજી વનડે પણ પાર્લમાં રમાશે. અંતિમ ODI કેપટાઉનમાં રમાશે.

ભારતીય ટેસ્ટ ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ઋષભ પંત (WK), રિદ્ધિમાન સાહા (WK), રવિચંદ્રન અશ્વિન, જયંત યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, પ્રિયંક પંચાલ.

સ્ટેન્ડબાય ખેલાડીઓઃ નવદીપ સૈની, સૌરભ કુમાર, દીપક ચાહર, અર્જન નાગવાસવાલા

આ પણ વાંચોઃ Virat Kohli: વિરાટ કોહલીએ T20 કેપ્ટનશિપ છોડવાને લઇને જુઠ બોલ્યો? સૌરવ ગાંગુલી ટેસ્ટ કેપ્ટનથી નારાજ!

આ પણ વાંચોઃ Virat Kohli: વિરાટ કોહલી આરપારની લડાઇ લડવા તલવાર ખેંચીને ટેસ્ટ ટીમની કેપ્ટનશિપથી હટવા તૈયાર છે?

g clip-path="url(#clip0_868_265)">