IND vs SA: શ્રેણીમાંથી બહાર થયા બાદ આવ્યું કેએલ રાહુલનું નિવેદન, કહ્યું- સ્વીકારવું મુશ્કેલ છે

|

Jun 09, 2022 | 7:26 AM

Cricket : પસંદગી સમિતિએ કેએલ રાહુલ (KL Rahul) અને કુલદીપ યાદવ (Kuldeep Yadav) ના સ્થાને અન્ય કોઈ ખેલાડીનું નામ લીધું નથી. બંને ક્રિકેટરો હવે NCA ને રિપોર્ટ કરશે. જ્યાં મેડિકલ ટીમ તેમનું વધુ મૂલ્યાંકન કરશે અને સારવારના ભાવિ અંગે નિર્ણય કરશે.

IND vs SA: શ્રેણીમાંથી બહાર થયા બાદ આવ્યું કેએલ રાહુલનું નિવેદન, કહ્યું- સ્વીકારવું મુશ્કેલ છે
KL Rahul (PC: BCCI)

Follow us on

સાઉથ આફ્રિકા (Cricket South Africa) સામેની ટી20 સીરિઝ શરૂ થાય તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ને મોટો ઝટકો લાગ્યો હતો. જોકે આ ઝટકો એટલો મોટો હતો કે ભારતીય ક્રિકેટ ચાહકો પણ સદમામાં આવી ગયા હતા. સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરિઝની પહેલી મેચના એક દિવસ પહેલા જ સુકાની કેએલ રાહુલ (KL Rahul) પુરી સીરિઝમાંથી હટી ગયો હતો. આ ઘટના બાદ હવે ટીમ ઇન્ડિયાના સુકાની પદ પર કેએલ રાહુલની જગ્યાએ ઋષભ પંત (Rishabh Pant) ને ટીમમાં રાખવામાં આવ્યો છે.

બીસીસીઆઈ (BCCI) એ એક નિવેદનમાં કહ્યું કે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલ ઈજાના કારણે સાઉથ આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાંથી સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે કુલદીપ યાદવ (Kuldeep Yadav)  મેચના એક દિવસ પહેલાની નેટ્સ પ્રેક્ટિસ દરમ્યાન બેટિંગ કરતી વખતે તેના જમણા હાથને ઈજા થવાથી T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.” હવે મેડિકલ ટીમ તેનું વધુ મૂલ્યાંકન કરશે અને સારવારના ભાવિ અંગે નિર્ણય લેશે. બહાર થયા બાદ કેએલ રાહુલે એક ભાવુક નોંધ સોશિલય મીડિયામાં લખી હતી. તેમાં તેણે કહ્યું હતું કે, તે પહેલીવાર ઘરમાં ભારતનું નેતૃત્વ કરવા માગતો હતો.’

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કેએલ રાહુલે ટ્વિટર પર લખ્યું છે કે “સ્વીકારવું મુશ્કેલ છે, પણ હું આજે બીજો એક પડકાર સહન કરી રહ્યો છું. ઘરઆંગણે પહેલીવાર ટીમનું નેતૃત્વ કરી શક્યો નથી. પરંતુ ટીમના ખેલાડીઓને મારો પૂરો સપોર્ટ છે. તમારા સમર્થન માટે તમામનો આભાર. હૃદયપૂર્વકનો આભાર. રિષભ પંત અને ટીમના સભ્યોને શ્રેણી માટે શુભેચ્છાઓ, જલ્દી મળીશું..”

 

ભારતની ટી20 ટીમ આ પ્રમાણે છેઃ

ઋષભ પંત (સુકાની, વિકેટકીપર), હાર્દિક પંડ્યા (ઉપ સુકાની), રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.

Next Article