IND VS SA: દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ વન ડેમાં ભારતનો 31 રને પરાજય, ધવન, કોહલી અને ઠાકુરની ફીફટી એળે ગઇ

|

Jan 19, 2022 | 10:23 PM

ભારત તરફથી શિખર ધવન અને વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહીં.

IND VS SA: દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ વન ડેમાં ભારતનો 31 રને પરાજય, ધવન, કોહલી અને ઠાકુરની ફીફટી એળે ગઇ
India Vs South Africa સારી સ્થિતીમાં પહોંચ્યા બાદ ટીમ ઇન્ડિયાની બાજી બગડી

Follow us on

ટેસ્ટ શ્રેણીમાં મળેલી હાર બાદ ભારતીય ટીમ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ફોર્મેટ બદલાયા બાદ તે પોતાની રમતમાં બદલાવ લાવશે, જોકે એવું થયું નથી. ભારતની મજબૂત ટીમે બોલેન્ડ પાર્ક ખાતે દક્ષિણ આફ્રિકા (India Vs South Africa, 1st ODI) સામે પરાજય આપ્યો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 296 રનનો જંગી સ્કોર બનાવ્યો, જેના જવાબમાં ભારતીય ટીમ લક્ષ્યથી ઘણી દૂર રહી.જો કે શિખર ધવન (Shikhar Dhawan) અને વિરાટ કોહલી (Virat Kohli) એ અડધી સદી ફટકારી હોવાથી ટીમને થોડી આશા હતી, પરંતુ આ બંનેના આઉટ થતા જ ભારતનો પડકાર ખતમ થઈ ગયો હતો.

શિખર ધવને 79 રન અને વિરાટ કોહલીએ 51 રન બનાવ્યા હતા. અંતમાં શાર્દુલ ઠાકુરે પણ અણનમ અડધી સદી ફટકારી હતી પરંતુ તે ટીમની હાર ટાળી શક્યો નહોતો. આ હાર સાથે ભારતે 3 મેચની વનડે શ્રેણીમાં 0-1થી આગળ થઈ ગયું છે અને હવે તેને જીતવા માટે છેલ્લી બંને મેચ જીતવી પડશે.

સાઉથ આફ્રિકાની જીતનો હીરો રાસી વાન ડેર ડુસૈ હતો જેણે 96 બોલમાં અણનમ 129 રન બનાવ્યા હતા. ટેમ્બા બાવુમાએ પણ 110 રનની ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકાની બોલિંગની વાત કરીએ તો લુંગી એનગિડી, તબરેઝ શમ્સી અને ફેહલુકવાયોએ 2-2 વિકેટ લીધી હતી. એડન માર્કરમ અને કેશવ મહારાજને 1-1 વિકેટ મળી હતી. નવોદિત માર્કો યાનસનને સફળતા મળી નથી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 2 વિકેટ ઝડપી હતી. અશ્વિનને સફળતા મળી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ભારતનો મિડલ ઓર્ડર ફ્લોપ

297 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી હતી. ખાસ કરીને શિખર ધવને આવતાની સાથે જ સ્ટ્રોક લગાવ્યા હતા પરંતુ કેએલ રાહુલ કે જે કેપ્ટન હતો તે લયમાં જોવા મળ્યો ન હતો. રાહુલે પોતાની વિકેટ માર્કરમને આપી, તે માત્ર 12 રન બનાવી શક્યો. જો કે આ પછી શિખર ધવન અને વિરાટ કોહલીએ શાનદાર ભાગીદારી કરીને દક્ષિણ આફ્રિકાને બેકફૂટ પર ધકેલી દીધું હતું. બંને બેટ્સમેનોએ બીજી વિકેટ માટે 102 બોલમાં 92 રન જોડ્યા હતા.

ભારતીય ટીમે માત્ર 18.2 ઓવરમાં પોતાના 100 રન પૂરા કર્યા અને શિખર ધવને માત્ર 51 બોલમાં પોતાની 35મી અડધી સદી પૂરી કરી. જોકે, 26મી ઓવરમાં કેશવ મહારાજે શિખર ધવનને 79 રન પર આઉટ કરીને ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો આપ્યો હતો. વિરાટ કોહલીએ પણ પોતાની અડધી સદી પૂરી કરી હતી પરંતુ એક ખરાબ શોટના કારણે તેની ઇનિંગનો અંત આવ્યો હતો.

મિડલ ઓર્ડર સરન્ડર

વિરાટ-ધવનના આઉટ થતાં જ ભારતીય મિડલ ઓર્ડર પડી ભાંગ્યો હતો. વિકેટકીપર ઋષભ પંત 16, શ્રેયસ અય્યર માત્ર 17 રન બનાવીને આઉટ થયા હતા. ડેબ્યૂ વનડે રમી રહેલા વેંકટેશ અય્યર 2 રન પર પતાવટ કરી ગયો હતો. અશ્વિન પણ 7 રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં શાર્દુલ ઠાકુરે 43 બોલમાં અણનમ 50 રનની મદદથી પોતાની પ્રથમ ODI અડધી સદી ચોક્કસપણે ફટકારી હતી, પરંતુ ટીમ ઈન્ડિયા આમ છતાં પણ લક્ષ્યથી 31 રન દૂર રહી હતી.

 

આ પણ વાંચોઃ Virat Kohli: એકલા ઇન્સ્ટાગ્રામથી જ વિરાટ કોહલીની કરોડોની કમાણી, એક પોસ્ટની કિંમત સિરાજ, અય્યર અને વિહારીની સેલેરી કરતા 5 ગણી!

આ પણ વાંચોઃ સાનિયા મિર્ઝા સંન્યાસ લેશે, ઓસ્ટ્રેલિયા ઓપનમાં હાર બાદ કર્યુ એલાન

Published On - 10:07 pm, Wed, 19 January 22

Next Article