IND vs SA: રાષ્ટ્રગીત દરમિયાન કોહલીના આ કૃત્ય પર ગુસ્સે થયા ચાહકો ,ટ્વીટર પર કર્યા આકરા પ્રહારો

વિરાટ કોહલી (Virat Kohli)એ સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વનડે પહેલા રાષ્ટ્રગીતમાં કંઈક એવું કર્યું, જેને જોઈને બધા આશ્ચર્ય અને ગુસ્સે થયા હતા. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

IND vs SA: રાષ્ટ્રગીત દરમિયાન કોહલીના આ કૃત્ય પર ગુસ્સે થયા ચાહકો ,ટ્વીટર પર કર્યા આકરા પ્રહારો
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 11:03 AM

IND vs SA: રાષ્ટ્રગીત દરમિયાન વિરાટ કોહલી ચિંગમ ખાતા જોવા મળ્યો, જુઓ વીડિયો

IND vs SA: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહી ચૂકેલા વિરાટ કોહલી (Virat Kohli)ને સોશિયલ મીડિયા (Social media) પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. વિરાટ કોહલીના આ કૃત્ય માટે દરેક વ્યક્તિ તેના પર ગુસ્સે થઈ રહ્યા છે. વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વનડે પહેલા રાષ્ટ્રગીત (National anthem)માં કંઈક એવું કર્યું, જેને જોઈને બધા આશ્ચર્ય અને ગુસ્સે છે.

કોહલીના આ કૃત્ય પર ચાહકો ગુસ્સે

વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ODI દરમિયાન શરમજનક કૃત્ય કરતો કેમેરામાં કેદ થયો હતો. મેચ પહેલા રાષ્ટ્રગીત દરમિયાન વિરાટ કોહલી ચિંગમ ચાવતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

રાષ્ટ્રગીતનું અપમાન

રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ ચાહકોએ તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કર્યો હતો. આ શ્રેણી સાથે વિરાટ કોહલીએ રમતના તમામ ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડી દીધી છે. આવી સ્થિતિમાં કેપ્ટનશિપની જવાબદારીમાંથી મુક્ત થયા પછી, પ્રશંસકોને વિરાટનું આ પ્રકારનું વલણ પસંદ આવ્યું નથી. વિરાટ કોહલીની આ ભૂલથી ફેન્સ અને તેના ટીકાકારો નારાજ થયા. આ પછી લોકોએ BCCI પાસે વિરાટ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરી.

ટીમ ઈન્ડિયાનો ક્લીન સ્વીપ

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકાના હાથે ત્રીજી વનડેમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 3-0થી હરાવ્યું છે. દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી 1-2થી હાર્યા બાદ વિરાટ કોહલીએ પણ રમતના સૌથી લાંબા ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડી દીધી હતી. ટી20 વર્લ્ડ કપ 2021 બાદ વિરાટ કોહલીએ ટી20 ક્રિકેટમાંથી કેપ્ટનશીપ છોડી દીધી હતી, પરંતુ તે પછી પસંદગીકારોએ તેને વનડેમાં કેપ્ટનશીપથી હટાવી દીધો હતો. વિરાટ ODIની કેપ્ટનશીપથી હટાવવાથી ઘણો નારાજ હતો. તેના જવાબમાં વિરાટે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડીને માત્ર બેટ્સમેન તરીકે રમવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો: IND VS SA: દીપક ચાહર મેદાનમાં જીત માટે ખૂબ લડ્યો પણ જીતી શક્યો નહીં, હાર બાદ આંખ ભીની થઈ

g clip-path="url(#clip0_868_265)">