AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: રાજકોટમાં તોફાની અડધી સદી નોંધાવ્યા બાદ ઈમોશનલ થયો દિનેશ કાર્તિક, DK એ કહ્યુ-મને ખ્યાલ છે ડ્રોપ થવુ શુ હોય છે

દિનેશ કાર્તિકે (Dinesh Karthik) રાજકોટમાં ખૂબ રંગ જમાવ્યો હતો અને તેણે તોફાની અડધી સદી નોંધાવી હતી. કાર્તિક વડોદરામાં પણ ખૂબ પ્રેકટીશ આ પહેલા કરી ચુક્યો છે જે મોટા ભાગના લોકોની જાણ બહાર છે.

IND vs SA: રાજકોટમાં તોફાની અડધી સદી નોંધાવ્યા બાદ ઈમોશનલ થયો દિનેશ કાર્તિક, DK એ કહ્યુ-મને ખ્યાલ છે ડ્રોપ થવુ શુ હોય છે
Dinesh Karthik એ મેચ બાદ હાર્દિક પંડ્યા સાથે વાત કરી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 7:54 PM
Share

દિનેશ કાર્તિક (Dinesh Karthik) નુ નામ રાજકોટમાં રમાયેલી ટી20 મેચની બીજા દિવસે પણ ચારેકોર ગુંજી રહ્યુ છે. કારણ પણ સ્વભાવિક છે કે, તેણે એવા સમય દક્ષિણ આફ્રિકન બોલરોને ધોઈ નાંખ્યા હતા જે સમયે તેઓ ભારતીય બેટ્સમેનો પર સંપૂર્ણ રીતે હાવી હતા. ભારતીય ટીમ (Indian Cricket Team) નુ સ્કોર બોર્ડ ધીમુ હતુ અને ચાર વિકેટ પણ તે ક્રિઝ પર પહોંચ્યો ત્યારે ગુમાવી દીધેલી હતી. આવી સ્થિતીમાં દબાણનો માહોલ હતો પરંતુ તેણે શાનદાર રમત વડે 26 બોલમાં જ અડધી સદી ફટકારી દીધી હતી. પરંતુ મેચ બાદ જ્યારે મેદાનમાં દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) વચ્ચે વાત ચીત થઈ ત્યારે તે ઈમોશનલ થઈને પોતાના કમબેકની વાતને રજૂ કરી હતી.

મેદાનમાં બેસીને હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિકે વાતચિત કરી હતી. આ વાતચિતનો વિડીયો પણ બીસીસીઆઇએ શેર કર્યો છે. વિડીયોમાં હાર્દિક પંડ્યા પુછી રહ્યો છે કે દિનેશ કાર્તિકમાં એવો શુ ફેરફાર કર્યો કે હવે આ દિનેશ કાર્તિક લોકોને જોવા મળી રહ્યો છે. તમે વડોદરામાં ખૂબ પ્રેકટીશ કરી જેના અંગે મોટાભાગના લોકોને ખ્યાલ નહોતો. તમારુ માઈન્ડ સેટ કેવી રીતે બદલાઈ ગયુ. આ સવાલો પર દિનેશ કાર્તિકે જવાબ આપ્યો હતો. જે જવાબ ઈમોશનલ હતો.

ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામેની 5 ટી20 મેચોની સિરીઝમાં જીવંત રાખનારા દિનેશ કાર્તિકે પણ હાર્દિક પંડ્યાને તેના સવાલનો જવાબ કંઈક આમ આપ્યો હતો. કહ્યુ કે, હું સંપુર્ણ રીતે નક્કી કરી બેઠો હતો કે મારે ટી20 વિશ્વકપ રમવો છે. હું ખૂબ લાંબા સમયથી કામ કરી રહ્યો છુ. મને ખ્યાલ છે કે ડ્રોપ થવુ એ શુ હોય છે. મને એ પણ ખ્યાલ છે કે ટીમ ઈન્ડિયા માટે રમવુ એ કેટલુ વેલ્યુબલ હોય છે. આ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મને એક ભૂમિકા અને પ્લેટફોર્મ આપ્યુ હતુ, કારણ કે હું મારી યોજના મુજબ કામ કરી શકુ. મેં એ ભૂમિકા માટે કામ કર્યુ કારણ કે જ્યાં એવી સ્થિતી સર્જાય કે જ્યાં હું મારી ટીમ માટે મેચ જીતાડી શકું તો એ મારા માટે ખાસ હશે.

ડીકેએ આગળ પણ વિડીયોમાં કહ્યુ કે, મેં ટીમને બહાર થી જોઈ છે, મને ખ્યાલ છે કે, કેટલુ મુશ્કેલ હોય છે અંદર રહેવુ. ટીમમાં ખૂબ જ ટેલેન્ટ છે., યુવા ખેલાડીઓ છે અને અહીં તેમની સાથે ખુબ શિખવા મળે છે. મે અનેક લોકો સાથે ક્રિકેટ રમ્યુ છે, જે મને ભરોસો આપે છે.

રાજકોટમાં આવી રહી હતી દિનેશની ઈનીંગ

દિનેશ કાર્તિકે 55 રનની ઈનીંગ રમી હતી. 27 બોલનો સામનો કરીને તેણે આ રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેની આ તોફાની રમતના પગલે ભારતે લડાયક સ્કોર દક્ષિણ આફ્રિકા સામ ખડક્યો હતો. જોકે આ સ્કોર ખડકતા પહેલા ભારતે ખૂબ જ સંઘર્ષમય રમત રમી હતી. ભારતીય ટીમની શરુઆત ખાસ રહી નહોતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન અને શ્રેયસ અય્યર ઝડપથી આઉટ થઈ ચુક્યા હતા. આફ્રિકન બોલરોના ઉછાળવાળા બોલને રમવામાં જાણે મુશ્કેલી નડી રહી હતી.

g clip-path="url(#clip0_868_265)">