IND VS SA: દક્ષિણ આફ્રિકા પ્રવાસ અજિંક્ય રહાણે માટે આખરી મોકો ! 20 ખેલાડીઓની પસંદ કરાશે ટીમ, જાણો કોણ કોણ છે દાવેદાર?

|

Dec 08, 2021 | 9:25 AM

ટીમ ઈન્ડિયા (Tema India) એ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર 3 ટેસ્ટ અને 3 વન-ડે મેચોની શ્રેણી રમવાની છે. ભારતીય ટીમની જાહેરાત બુધવારે થઈ શકે છે.

IND VS SA: દક્ષિણ આફ્રિકા પ્રવાસ અજિંક્ય રહાણે માટે આખરી મોકો ! 20 ખેલાડીઓની પસંદ કરાશે ટીમ, જાણો કોણ કોણ છે દાવેદાર?
Rahane-Ashwin-Axar

Follow us on

ભારતનો દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) પ્રવાસ 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને તે પહેલા આ શ્રેણીમાં કયા ખેલાડીઓને રમવાની તક મળશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. સમાચાર અનુસાર ભારતીય ટેસ્ટ ટીમ (Indian Cricket Team) ની જાહેરાત બુધવારે કરવામાં આવશે અને મોટા સમાચાર એ છે કે આ ટીમમાં અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ને જગ્યા મળશે. જોકે, અજિંક્ય રહાણેની વાઈસ કેપ્ટનશિપ અંગે હજુ સુધી કંઈ નક્કી થયું નથી.

અહેવાલ મુજબ દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટેની ટીમની જાહેરાત બાદમાં કરવામાં આવશે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમ 19 જાન્યુઆરીથી વનડે શ્રેણી રમશે અને એવા અહેવાલો છે કે કેપ્ટનશીપની જવાબદારી રોહિત શર્મા (Rohit Sharma) ને આપવામાં આવી શકે છે.

મોટા સમાચાર એ છે કે રહાણેને ટીમમાં સ્થાન મળશે પરંતુ તેના માટે પ્લેઈંગ ઈલેવનમાં રહેવું મુશ્કેલ છે. રહાણે છેલ્લી 12 મેચોમાં સતત નિષ્ફળ રહ્યો હતો અને મુંબઈ ટેસ્ટમાં તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો, જોકે તેનું કારણ ઈજા હોવાનું જણાવવામાં આવ્યું હતું. જો રહાણેને વાઈસ કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવે છે તો આ જવાબદારી રોહિત શર્માને સોંપવામાં આવી શકે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જો કે, ટીમ ઈન્ડિયાના અન્ય એક સિનિયર ખેલાડી ઈશાંત શર્માને પણ ટેસ્ટ ટીમમાંથી કટ કરવામાં આવી શકે છે. ઈશાંત શર્મા ફિટ નથી અને તેનું ફોર્મ પણ ખરાબ છે. એવું માનવામાં આવે છે કે પ્રસિદ્ધ કૃષ્ણા અથવા આવેશ ખાન બોલરમાંથી કોઈ એકને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમમાં જગ્યા મળી શકે છે.

 

મિડલ ઓર્ડરમાં વાપસી થશે હનુમા વિહારી!

પીટીઆઈના સમાચાર મુજબ શ્રેયસ અય્યર અને શુભમન ગિલ બંનેને ટીમમાં જગ્યા મળશે. તે જ સમયે, દક્ષિણ આફ્રિકા-A સામે બિનસત્તાવાર ટેસ્ટ શ્રેણી રમી રહેલા હનુમા વિહારી પણ ટીમમાં વાપસી કરશે. ઉપરાંત, પ્રિયંક પંચાલ અને અભિમન્યુ ઇશ્વરનમાંથી એક ચેતેશ્વર પૂજારાના બેકઅપ તરીકે ટીમમાં સ્થાન મેળવી શકે છે.

 

સાઉથ આફ્રિકા પ્રવાસ માટેની સંભવિત ભારતીય ટીમ

વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર, ઋષભ પંત, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, ઉમેશ, યાદવ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, આવેશ ખાન/દીપક ચાહર, રિદ્ધિમાન સાહા, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, હનુમા વિહારી, અભિમન્યુ ઇશ્વરન/પ્રિયાંક પંચાલ અને જયંત યાદવ.

 

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકામાં ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમશે. આ પછી ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) ને કારણે 4 મેચની T20 સિરીઝ સ્થગિત કરવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ AUD vs ENG: બેન સ્ટોક્સ બ્રેક બાદ એશિઝ સિરીઝ સાથે પરત ફર્યો પરંતુ જમાવટ ના કરી શક્યો, ફીકી રહી આરામ બાદની શરુઆત

આ પણ વાંચોઃ Kane Williamson: ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન ક્રિકેટમાં પરત ફરવાને લઇને કોચે આપ્યુ અપડેટ, કોણીની ઇજાને લઇ કિવી સુકાની પરેશાન

Published On - 9:22 am, Wed, 8 December 21

Next Article