IND vs SA: ઋષભ પંત વિકેટ ગુમાવ્યા બાદ ભારે કરી, સિધો જ દક્ષિણ આફ્રિકાના ડ્રેસિંગ રુમમાં ઘૂસી ગયો, Video
ઋષભ પંત (Rishabh Pant) જોહાનિસબર્ગ ટેસ્ટ (Johannesburg Test) ની બીજી ઇનિંગમાં 0 રન પર આઉટ થયો હતો, રેસી વેન ડેર ડ્યુસ સાથેની દલીલ બાદ તેણે વિકેટ ગુમાવી હતી.
જોહાનિસબર્ગ ટેસ્ટ (Johannesburg Test) ની બીજી ઇનિંગમાં ભારતીય ટીમે 266 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકા સામે 240 રનનો ટાર્ગેટ આપ્યો. બીજા દાવમાં અજિંક્ય રહાણે (Ajinkya Rahane) અને ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) એ અડધી સદી ફટકારી હતી. રહાણેએ સૌથી વધુ 58 અને પૂજારાએ 53 રન બનાવ્યા હતા. હનુમા વિહારી ( Hanuma Vihari) એ પણ અણનમ 40 રન બનાવ્યા હતા. જો કે બીજી ઈનિંગમાં રિષભ પંત (Rishabh Pant) નું બેટ ફરી એકવાર શાંત રહ્યું હતું.
ભારતીય વિકેટકીપર પંત ખાતું પણ ખોલી શક્યો નહોતો અને તેણે ખૂબ જ ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી હતી. પંત માત્ર 3 બોલ સુધી ક્રિઝ પર ટકી શક્યો હતો. પંત ભલે માત્ર 3 બોલ રમીને આઉટ થઈ ગયો, પરંતુ તેમ છતાં તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. આઉટ થયા બાદ પણ પંતે એવી ભૂલ કરી, જેના પછી તેની મજાક ઉડાવવામાં આવી રહી છે.
વાસ્તવમાં જોહાનિસબર્ગ ટેસ્ટની બીજી ઈનિંગમાં આઉટ થયા બાદ રિષભ પંત ટીમ ઈન્ડિયાની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ્યો હતો. પંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રબાડાએ પંતને આઉટ કરતા આ સાથે જ માથું નીચું રાખીને તે મેદાનની બહાર જવા લાગ્યો. આ દરમિયાન પંતને એ વાતનો પણ ખ્યાલ નહોતો રહ્યો કે તે કયા ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ કરી રહ્યો છે. પંત સીધો સાઉથ આફ્રિકાના ડ્રેસિંગ રૂમમાં પહોંચી ગયો હતો. પરંતુ અચાનક તેને પોતાની ભૂલની જાણ થઈ, ત્યારબાદ તે પાછો ફર્યો અને પછી ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ગયો.
પંત-ડુસે વચ્ચે દલીલ, ત્યાર બાદ આઉટ થયો
રિષભ પંત જ્યારે ક્રિઝ પર આવ્યો ત્યારે દક્ષિણ આફ્રિકાનો ખેલાડી રેસી વેન ડેર ડુસે તેની સાથે વાત કરતો જોવા મળ્યો હતો. ડ્યુસે તેને સતત કંઈક એવું કહ્યું જેનાથી પંત ચિડાઈ ગયો અને તેણે દક્ષિણ આફ્રિકાના ખેલાડીને ચૂપ રહેવા કહ્યું. પંત પ્રથમ બે બોલને સ્પર્શ પણ કરી શક્યો ન હતો અને પછીના બોલ પર તેણે આગળ વધીને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ વિકેટકીપરના ગ્લોવ્સમાં ગયો હતો. પંતના આઉટ થયા પછી, ડ્યુસ તેની પાસેથી ઉજવણી કરતો પસાર થયો હતો.
જોહાનિસબર્ગ ટેસ્ટના બીજા દિવસે દુર્ભાગ્યે ડુસે આઉટ થઈ ગયો હતો. તેનો કેચ શાર્દુલ ઠાકુરની બોલ પર પંતે પકડ્યો હતો. જોકે રિપ્લેમાં એવું જોવા મળ્યું હતું કે તે કેચ સ્પષ્ટ નહોતો. દક્ષિણ આફ્રિકાની ટીમે થર્ડ અમ્પાયરને પણ ફરિયાદ કરી હતી પરંતુ અંતે નિર્ણય ટીમ ઈન્ડિયાના પક્ષમાં ગયો હતો. તે નિર્ણયથી નારાજ થઈને ડ્યુસે પંતને નિશાન બનાવ્યો અને આ ખેલાડીએ પણ તેની ધીરજ ગુમાવી દીધી, પરિણામ શૂન્યમાં સમાપ્ત થયું.
— Cric Zoom (@cric_zoom) January 5, 2022
પંતના શોટની ભારે ટીકા થઈ હતી. સુનીલ ગાવસ્કર હોય કે ગૌતમ ગંભીર બધાએ પંતના આ શોટ પર સવાલો ઉભા કર્યા હતા. ગૌતમ ગંભીરે પંતના આ શોટને મૂર્ખામી ભર્યો ગણાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પંત માટે મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. પ્રવાસની ત્રણેય ઇનિંગ્સમાં તે ખાસ કરી શક્યો નહોતો.