IND vs SA: ટીમ ઇન્ડિયા માટે કરો યા મરો ની સ્થિતી, આજે દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં આબરુ સાચવવા મહત્વની મેચ, તમામ શક્તિ દાવ પર

IND vs SA: ટીમ ઇન્ડિયા માટે કરો યા મરો ની સ્થિતી, આજે દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં આબરુ સાચવવા મહત્વની મેચ, તમામ શક્તિ દાવ પર
KL Rahul માટે કસોટી, દક્ષિણ આફ્રિકાને સિરીઝ પર કબ્જો કરતા આજે રોકવુ જરુરી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વનડે (India vs South Africa 2nd ODI) પાર્લમાં રમાશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 0-1 થી પાછળ છે.

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Jan 21, 2022 | 9:47 AM

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ODI શ્રેણીની બીજી મેચ (India vs South Africa 2nd ODI) બોલેન્ડ પાર્ક, પાર્લ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયાને પ્રથમ મેચમાં આ મેદાન પર હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ આ મેચ 31 રને જીતી લીધી અને હવે તેની પાસે સિરીઝ પર કબજો કરવાની તક છે. બીજી તરફ, વિનર થી ભરેલી ટીમ ઈન્ડિયા માટે આ કરો યા મરો મેચ છે. ટેસ્ટ સીરીઝ હાર્યા બાદ જો ટીમ ઈન્ડિયા વનડે સીરીઝ પણ હારી જશે તો તેના પર સવાલો ઉભા થશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમે હવે બીજી વન ડે (IND VS SA) માં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવું પડશે જેથી કરીને તે શ્રેણીમાં બરાબરી કરી શકે.

બીજી વનડેમાં જીત મેળવવા માટે ભારતીય ટીમે પોતાની નબળાઈઓને શક્તિમાં બદલવી પડશે. સૌથી પહેલા મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવવી પડશે, જે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ નબળા દેખાઈ રહ્યા છે. ઉપરાંત, બોલરોએ વચ્ચેની ઓવરોમાં વિકેટ લેવી પડશે અને પછી અંતે, કેએલ રાહુલે (KL Rahul) બેટ સાથે અદ્ભુત પ્રદર્શન કરવું પડશે તેમજ કેપ્ટનશિપમાં કંઈક સારું કરવું પડશે જેથી ટીમ જીતી શકે.

સ્પિનરોએ પાર્લમાં પોતાની તાકાત બતાવવી પડશે

પાર્લની પિચ ફરી એકવાર સ્પિન ફ્રેન્ડલી હશે. આનો અર્થ એ છે કે બોલ ધીમો જશે અને તેથી સ્પિનરોની ભૂમિકા અહીં ઘણી મહત્વપૂર્ણ રહેશે. પ્રથમ વનડેમાં, દક્ષિણ આફ્રિકાના સ્પિનરો એડન માર્કરામ, કેશવ મહારાજ અને તબરેઝ શમ્સીએ શ્રેષ્ઠ બોલિંગ કરીને મેચને પોતાની ટીમ તરફ વાળ્યો હતો. દક્ષિણ આફ્રિકા માટે માર્કરામ, તબરેઝ શમ્સી અને કેશવ મહારાજે 26 ઓવર કરી, 126 રન આપ્યા અને ચાર વિકેટ લીધી. બીજી તરફ યુઝવેન્દ્ર ચહલ અને અશ્વિન કંઈ ખાસ કરી શક્યા ન હતા.

અશ્વિન અને ચહલે 20 ઓવરમાં 106 રન આપ્યા અને એક વિકેટ લીધી. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રાસીએ સ્વીપ અને રિવર્સ સ્વીપ રમીને બંને બોલરોની લાઇન-લેન્થ બગાડી હતી. ઝડપી બોલરોમાં માત્ર જસપ્રીત બુમરાહે જ શ્રેષ્ઠ બોલિંગ કરી હતી. તેના સિવાય શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમારે ઘણી નિરાશ કર્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે છઠ્ઠા બોલર વેંકટેશ અય્યરને પ્રથમ વનડેમાં ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

ટીમમાં ફેરફાર થશે?

દક્ષિણ આફ્રિકા પોતાની ટીમમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છશે નહીં કારણ કે તે ખૂબ જ સંતુલિત દેખાઈ રહી છે. બીજી તરફ ટીમ ઈન્ડિયામાં બદલાવનો અવકાશ છે, પરંતુ મેચ હાર્યા બાદ ટીમ મેનેજમેન્ટ શું નિર્ણય લે છે તે કહેવું મુશ્કેલ છે. જોકે, પરિવર્તનની આશા ઓછી છે.

ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), જસપ્રિત બુમરાહ, શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વેંકટેશ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જયંત યાદવ, નવદીપ સૈની.

દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), કેશવ મહારાજ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ઝુબેર હમઝા, માર્કો યાનસન, યેનેમન મલાન, સિસાંડા મગાલા, એઇડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગીડી, વેઈન પાર્નેલ, એન્ડીલે ફેલુકવાયો, ડ્વેન પ્રિટોરિયસ, કાગીસો રબાડા, તબરેઝ શમ્સી, રાસી વાન ડેર ડુસેન અને કાયલ વરેને.

આ પણ વાંચોઃ Ind Vs Pak: ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી થશે ક્રિકેટ જંગ, ICCએ તારીખ કરી નક્કી, જાણો ક્યારે થશે મહામુકાબલો

આ પણ વાંચોઃ Corona: કોરોનાની ત્રીજી લહેરમાં મંડપ, ડેકોરેશન અને કેટરીંગના વ્યવસાયની હાલત કફોડી, બે વર્ષથી મરવા વાંકે જીવવાની પરિસ્થિતી 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati