AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA, 2nd ODI Live Streaming: આજે બીજી વન ડે, જાણો ક્યાં અને ક્યારે કેવી રીતે જોઇ શકાશે મેચ

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે, જેમાં યજમાન દક્ષિણ આફ્રિકાએ પ્રથમ મેચ જીતીને 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

IND vs SA, 2nd ODI Live Streaming: આજે બીજી વન ડે, જાણો ક્યાં અને ક્યારે કેવી રીતે જોઇ શકાશે મેચ
KL Rahul એ આજે બીજી મેચ જીતવા તમામ તાકાત દાવ પર લગાવવી પડશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 9:23 AM
Share

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) ની ટીમો ફરી એકવાર મેદાન પર ટકરાવા જઈ રહી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા 21 જાન્યુઆરી, શુક્રવારના રોજ ODI શ્રેણીની બીજી મેચમાં સામસામે ટકરાશે. 19 જાન્યુઆરીએ શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકાએ ભારતને 31 રને હરાવ્યું હતું. કેપ્ટન ટેમ્બા બાવુમા (Temba Bavuma) અને રાસી વાન ડેર ડુસેનની શાનદાર સદીના આધારે દક્ષિણ આફ્રિકાએ ભારત પર ખૂબ જ સરળતાથી જીત મેળવી હતી. આ રીતે વર્તમાન પ્રવાસમાં સાઉથ આફ્રિકાએ સતત ત્રીજી મેચમાં મુલાકાતી ટીમને હરાવી હતી. હવે ટીમ ઈન્ડિયા (Team India) એ શ્રેણીમાં પોતાની આશા જીવંત રાખવાની છે તો બીજી મેચમાં જીત મેળવવી પડશે.

પ્રથમ મેચમાં બોલિંગ અને બેટિંગ બંનેમાં મજબૂત શરૂઆત બાદ ભારતે વર્ચસ્વ જમાવવાની તક ગુમાવી હતી. બાવુમા અને વાન ડેર ડુસેન વચ્ચેની 204 રનની ભાગીદારીના આધારે દક્ષિણ આફ્રિકાએ 296 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માત્ર 4 વિકેટ લઈ શકી હતી. બીજી તરફ, શિખર ધવન અને વિરાટ કોહલીની અડધી સદીએ ભારતને સારી સ્થિતિમાં પહોંચાડ્યું હતું, પરંતુ મિડલ ઓર્ડર નિષ્ફળ ગયો હતો. અંતે, શાર્દુલ ઠાકુરે અડધી સદી સાથે ઝડપી પ્રયાસ કર્યો, પરંતુ તે અપૂરતો હતો. હવે બીજી મેચમાં ભારતીય ટીમ પોતાના પ્રદર્શનમાં સુધારો કરવા ઈચ્છશે.

IND vs SA 2જી ODI: ક્યારે, ક્યાં અને કેવી રીતે Live અને Online Streaming જોઇ શકાશે?

સિરીઝની બીજી મેચ ક્યાં અને કયા સમયે શરૂ થશે અને તમે તેને કેવી રીતે જોઈ શકશો, તેની સંપૂર્ણ માહિતી તમને અહીં મળશે.

ક્યારે રમાશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ODI મેચ?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ વનડે મેચ 21 જાન્યુઆરી (શુક્રવાર)ના રોજ રમાશે.

ક્યાં રમાશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ODI મેચ ?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ પાર્લના બોલેન્ડ પાર્કમાં રમાશે.

ક્યારે શરૂ થશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ODI મેચ ?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ બપોરે 02:00 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચની ટોસ બપોરે 01:30 વાગ્યે થશે.

ક્યાં જોઈ શકાશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ODI મેચનું લાઈવ ટેલિકાસ્ટ ?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

ક્યાં જોઇ શકાશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનું લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ?

મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર સબસ્ક્રીપ્શન સાથે જોઈ શકાશે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

આ પણ વાંચોઃ Ind Vs Pak: ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી થશે ક્રિકેટ જંગ, ICCએ તારીખ કરી નક્કી, જાણો ક્યારે થશે મહામુકાબલો

આ પણ વાંચોઃ Corona: કોરોનાની ત્રીજી લહેરમાં મંડપ, ડેકોરેશન અને કેટરીંગના વ્યવસાયની હાલત કફોડી, બે વર્ષથી મરવા વાંકે જીવવાની પરિસ્થિતી 

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">