India vs Pakistan Match: ‘અમારી વચ્ચે એક લાઇન છે..’, ભારત-પાકિસ્તાન મેચ માટે રોહિત શર્માનો શાનદાર પ્રોમો

|

Aug 09, 2022 | 12:08 PM

એશિયા કપના ઈતિહાસમાં ભારત એકમાત્ર એવી ટીમ છે જેણે સૌથી વધુ વખત આ ખિતાબ જીત્યો છે. આ વખતે એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થશે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે પણ સોશિયલ મીડિયા પર ભારતીય કેપ્ટન રોહિત શર્માનો મજેદાર પ્રોમો શેર કરીને સમય જાહેર કર્યો છે.

India vs Pakistan Match: અમારી વચ્ચે એક લાઇન છે.., ભારત-પાકિસ્તાન મેચ માટે રોહિત શર્માનો શાનદાર પ્રોમો
India and Pakistan Cricket (PC: Twitter)

Follow us on

ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની ધમાકેદાર મેચની રાહ જોઈ રહેલા ક્રિકેટ ચાહકો માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. આ સ્પર્ધા એશિયા કપમાં હશે તે તો બધા જાણે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મહિને 28 ઓગસ્ટે મેચ રમાશે. પરંતુ હવે સમય પણ સામે આવી ગયો છે. એશિયા કપ 2022 ના બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે પણ સોશિયલ મીડિયા પર ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) નો મજેદાર પ્રોમો શેર કરીને સમય જાહેર કર્યો છે. પ્રસારણકર્તાના જણાવ્યા અનુસાર આ મેચ 28 ઓગસ્ટ શનિવારે સાંજે 7 વાગ્યાથી રમાશે.

આજે આ લાઇને ફરી અવાજ કર્યો છે

આ પ્રોમોમાં રોહિત શર્મા બેટિંગ માટે ક્રિઝ પર રમતો બતાવવામાં આવ્યો છે. તો સાથે જ પાકિસ્તાન ટીમના સુકાની બાબર આઝમ પણ પ્રોમોમાં જોવા મળી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં રોહિત શર્માનો અવાજ સંભળાય છે. આ સાથે જનતાનો અવાજ પણ સંભળાય છે. આમાં રોહિત શર્મા કહે છે, ‘અમારી વચ્ચે એક લાઇન છે, જે ક્રિઝ સુધી ખેંચાય છે.’

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

શાહિનની બોલ રમવા માટે રોહિત શર્મા તૈયાર

રોહિત શર્મા પ્રોમોમાં આગળ કહે છે, ‘અને અમારો વર્ષો જૂનો સંબંધ છે. આજે આ રેખા (લાઇન) એ ફરી અવાજ આપ્યો છે અને આજે મારા ભારતે આઠમી વખત આ કપ (એશિયા કપ) ઉપાડવાનો છે. ત્યારે સમગ્ર વિશ્વમાં ત્રિરંગો લહેરાવવો પડશે.

આ વીડિયોના અંતમાં બતાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી બોલ ફેંકવા માટે રનઅપ લે છે. તો રોહિત શર્મા પણ તેનો સામનો કરવા તૈયાર દેખાય છે. તમને જણાવી દઈએ કે આ વખતે આ એશિયા કપ યુએઈમાં રમાશે. જેની યજમાની શ્રીલંકા કરશે. આ ટુર્નામેન્ટ 27મી ઓગસ્ટથી શરૂ થશે.

ભારતે સૌથી વધુ 7 વાર ટાઇટલ જીત્યું છે

એશિયા કપ (Asia Cup) ના ઈતિહાસમાં ભારત એકમાત્ર એવી ટીમ છે જેણે સૌથી વધુ વખત આ ખિતાબ જીત્યો છે. તે પછી શ્રીલંકન ટીમનો નંબર આવે છે. તે 5 વખત એશિયા કપ ચેમ્પિયન રહ્યું છે. પાકિસ્તાનની ટીમ બે વખત ચેમ્પિયન બની છે. છેલ્લી વખત ભારતે 2018માં બાંગ્લાદેશને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ સિવાય ભારત 1984, 1988, 1990/91, 1995, 2010, 2016 એશિયા કપમાં પણ ચેમ્પિયન રહ્યું છે.

Next Article