IND vs PAK: સૌરવ ગાંગુલી ઈચ્છી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ, પાકિસ્તાનના વિકેટકિપરે કર્યો દાવો!

|

Jul 03, 2021 | 7:38 PM

પાકિસ્તાન (Pakistan) તેની કરતૂતોથી સુધરતુ નથી, જેથી બંને દેશો વચ્ચેના ક્રિકેટ સંબંધો પણ કપાયેલા છે. આ દરમ્યાન હવે પાકિસ્તાનના વિકેટકીપર કામરાન અકમલે (Kamran Akmal) ક્રિકેટ સંબંધોને લઈ વાત છેડી છે.

IND vs PAK: સૌરવ ગાંગુલી ઈચ્છી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ, પાકિસ્તાનના વિકેટકિપરે કર્યો દાવો!
Kamran Akmal-Sourav Ganguly

Follow us on

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan)ના ક્રિકેટ સંબંધો 8-9 વર્ષથી કપાઈ ચુક્યા છે. પાકિસ્તાનની કરતૂતોને લઈને બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબંધો પર પૂર્ણવિરામ લાગ્યુ હતુ. આ દરમ્યાન હવે પાકિસ્તાનના વિકેટકીપર કામરાન અકમલે (Kamran Akmal) ક્રિકેટ સંબંધોને લઈ વાત છેડી છે. તેણે એટલે સુધી કહી દીધુ છે કે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ના મનમાં શું ચાલી રહ્યું છે.

 

વર્ષ 2012-13 દરમ્યાન ભારત અને પાકિસ્તાન વચ્ચે બાઈલેટરલ સિરીઝ રમાઈ હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે શ્રેણીનું આયોજન થતુ નથી. માત્ર ICC ટૂર્નામેન્ટોમાં જ બંને દેશો એકબીજાની સામે મેદાને ઉતરે છે. અનેકવાર બંને દેશો વચ્ચે શ્રેણી રમાવાને લઈને ચર્ચાઓ થતી રહે છે. પરંતુ પાકિસ્તાન તરફથી સરહદ પર થતી હરકતોથી ચર્ચાઓ ઓસરી જતી હોય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

સૌરવ ગાંગુલી પણ ઈચ્છી રહ્યા છે!

મીડિયા રીપોર્ટનુસાર કામરાને કહ્યું હતુ, સૌથી મોટુ ફેકટર સૌરવ ગાંગુલી BCCI અધ્યક્ષ હોવુ છે. તેમણે પાકિસ્તાન સામે અનેક મેચ રમી છે. એવામાં બંને દેશો વચ્ચે ક્રિકેટ વચ્ચેની ભૂમિકાનું મહત્વ તે વધુ સારી રીતે સમજે છે. મને લાગે છે કે, તેઓ પણ એ જ ઈચ્છતા હશે તે ભારત પાકિસ્તાન વચ્ચે ફરીથી ક્રિકેટ રમતા જોવા મળે. હું ચોક્કસ પણે કહી શકુ છુ કે તેઓ આમ જ વિચારી રહ્યા હશે. મેં તેમની સાથે રમત રમી છે, તેઓ એમ જ વિચારી રહ્યા હશે.

 

WTC અંતર ઘટાડવા મદદરુપ બનતુ

આગળ વાત કરતા અકમલે કહ્યું હતુ, ICCની પણ ભારત પાકિસ્તાન વચ્ચે મેચો શરુ કરાવવાને લઈને મોટી ભૂમિકા હોઈ શકે છે. તેઓએ કહ્યું હતુ કે જો બંને દેશો વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં આમને સામને થયા હોત તો અમારા સંબંધોનું અંતર મટી શક્યુ હોત.

 

કામરાન અકમલે સોશિયલ મીડિયા વીડિયો દ્વારા ભારત પાકિસ્તાન વચ્ચે અગાઉ રમાયેલ મેચો અંગે પણ વાત કરી હતી. તેણે તે મેચોના રોમાંચ અને માહોલના સંદર્ભે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતુ, પહેલા ભારત-પાકિસ્તાન જ્યારે મેદાન પર ટકરાતા ત્યારે બંને દેશોના દર્શકોના વચ્ચે રોમાંચ હિલોળા લઈ રહ્યા હતા. ટેન્શન પણ ખૂબ રહેતી હતી, જેનાથી મેચની મજા બેવડાઈ જતી હતી.

 

આ પણ વાંચો: T20 World Cup: અમદાવાદમાં ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ યોજવાનો BCCI નો હતો પ્લાન, આ રીતે કરાયુ હતુ આયોજન

Next Article