IND vs PAK: ચેતેશ્વર પુજારાએ કહી મોટી વાત, પોતાના જ 2 ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમ માટે માથાનો દુઃખાવો

|

Aug 28, 2022 | 6:21 PM

ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) એ ભારત-પાકિસ્તાન (India Vs Pakistan) મેચ પહેલા કહ્યું- ટીમ ઈન્ડિયા પંત અને દિનેશ કાર્તિકને સાથે રમાડી શકાશે નહીં.

IND vs PAK: ચેતેશ્વર પુજારાએ કહી મોટી વાત, પોતાના જ 2 ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમ માટે માથાનો દુઃખાવો
Cheteshwar Pujara એ પ્લેઈંગ ઈલેવનને લઈ કહી વાત

Follow us on

ભારતના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) નું માનવું છે કે ટીમના સ્થિર ટોપ ઓર્ડરને જોતા એશિયા કપ (Asia Cup 2022) T20 ટૂર્નામેન્ટ દરમિયાન ઋષભ પંત અને દિનેશ કાર્તિક બંનેને પ્લેઈંગ ઈલેવન (Playing xi) માં સામેલ કરવું અશક્ય છે. ટોપ ઓર્ડરમાં કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ ત્યાર બાદ હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. એટલા માટે પંત કે કાર્તિક માટે જગ્યા બાકી છે.

ભારતીય ટીમના માથાનો દુખાવો વધી ગયો

પુજારાએ એક સ્પોર્ટ્સ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટીમ મેનેજમેન્ટ માટે તે એક મોટો માથાનો દુખાવો છે કારણ કે બંને (પંત અને કાર્તિક) T20 ફોર્મેટમાં ખરેખર સારું પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ તમારે નક્કી કરવાનું છે કે તમે કોઈને પાંચમા નંબર પર બેટિંગ કરવા માંગો છો કે પછી તમને એવા ફિનિશર જોઈએ છે જે છઠ્ઠા કે સાતમા નંબર પર બેટિંગ કરી શકે.

પુજારાએ કહ્યુ હતુ કે “એટલે જ હું કહીશ કે જો તમને પાંચમા નંબર પર બેટ્સમેન જોઈતો હોય તો પંત વધુ સારો વિકલ્પ છે. પરંતુ તમે એવી બેટિંગ લાઇન-અપ ઈચ્છો છો કે જેની પાસે ખૂબ જ સારો ફિનિશર હોય જે તમને 10 કે 20 બોલ રમ્યા પછી 40-50 રન આપી શકે, તો મને લાગે છે કે ડીકે (કાર્તિક) વધુ સારો વિકલ્પ છે. અનુભવી બેટ્સમેને એમ પણ કહ્યું, “ટીમ મેનેજમેન્ટને જાણતા, મને લાગે છે કે તેઓ પંતની સાથે જશે કારણ કે તે ડાબા હાથનો ખેલાડી છે અને ટીમને જમણા-ડાબા સંયોજનમાં થોડું સંતુલન આપે છે.”

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

પંત અને કાર્તિક બંનેને ટીમમાં એકસાથે મેળવવું સરળ નથી.

એશિયા કપની ઓપનિંગ મેચમાં ભારત રવિવારે પાકિસ્તાન સામે ટકરાશે. સૂર્યકુમાર વિશે વાત કરતાં, પૂજારાએ કહ્યું કે તે પ્લેઇંગ ઇલેવનમાં રહેવાનો લાયક છે અને પંત અને કાર્તિક બંનેને ટીમમાં સામેલ કરવા માટે પડતો મૂકવો જોઇએ નહીં કારણ કે તે તાજેતરના વર્ષોમાં T20 ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં છે.

 

સૂર્યાનુ સ્થાન પાક્કુ

આગળ પણ પુજારાએ વાત કરતા કહ્યુ સૂર્યા અમારા ટોચના T20 ખેલાડીઓમાંથી એક છે તેથી હું ચોક્કસપણે તેને ટીમમાં ઈચ્છું છું કારણ કે તે એવી વ્યક્તિ છે જેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલમાં ખરેખર સારું પ્રદર્શન કર્યું છે,” તેણે કહ્યું. જ્યારે પણ મેં તેને ચોથા નંબર પર બેટિંગ કરતા જોયો છે ત્યારે તેણે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે.

જો કાર્તિક નહીં રમે તો પુજારા કહે છે કે ઓલરાઉન્ડર હાર્દિક પાસે ફિનિશરની ભૂમિકા ભજવવાની ક્ષમતા છે. તેણે કહ્યું, હું ફિનિશરની ભૂમિકામાં હાર્દિકને પસંદ કરીશ કારણ કે તે પહેલા જ બોલથી સ્ટ્રાઇક કરી શકે છે અને તેનો સ્ટ્રાઇક રેટ પણ 150થી ઉપર છે. મને નથી લાગતું કે પંત તે કરી શકશે કારણ કે તેને થોડો સમય જોઈએ છે.

 

Published On - 6:07 pm, Sun, 28 August 22

Next Article