IND vs PAK: જસપ્રીત બુમરાહ IN, મોહમ્મદ શમી OUT, જુઓ ટીમ ઈન્ડિયાની Playing xi
એશિયા કપનો અસલી રોમાંચ શરુ થઈ ચુક્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પલ્લેકેલેમાં રમાઈ રહેલી મેચનો ટોસ થઈ ચુક્યો છે અને ભારતીય સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ છે. આમ તો રોહિત શર્માનો આ નિર્ણય આશ્ચર્યજનક છે. રોહિતે ટોસ સાથે જ ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન પણ જાહેર કરી હતી. જસપ્રીત બુમરાહના આવવા સાથે જ મોહમ્મદ શમીએને બેન્ચ પર બેસાડવામાં આવ્યો છે.

ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન પર નજર કરવામાં આવે તો, ઓપનીંગ જોડીના રુપમાં રોહિત શર્મા સાથે શુભમન ગીલ આવશે. નંબર ત્રણ પર ઈશાન કીશન રમી શકે છે. જ્યારે તેના બાદ વિરાટ કોહલી બેટિંગ કરવા માટે મેદાને ઉતરશે. પાંચમાં ક્રમે શ્રેયસ અય્યર અને ઓલરાઉન્ડર તરીકે સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા, શાર્દૂલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજા મોરચો સંભાળશે.
શમી બહાર, બુમરાહનો સમાવેશ
બોલિંગ વિભાગમાં જોવામાં આવે તો મોહમ્મદ શમીને આ વખતે બેન્ચ પર બેસવાનો વારો આવ્યો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ પરત ફરતા તેને પ્લેઈંગ ઈલેવનમાં સમાવવામાં આવ્યો છે.
ભારત અને પાકિસ્તાન બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારતની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
Toss & Team Update
Captain @ImRo45 has won the toss & #TeamIndia have elected to bat against Pakistan. #INDvPAK
A look at our Playing XI
Follow the match ▶️ https://t.co/hPVV0wT83S#AsiaCup2023 pic.twitter.com/onUyEVBwvA
— BCCI (@BCCI) September 2, 2023
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, ફખર ઝમાન, ઇમામ-ઉલ હક, સલમાન અલી, ઇફ્તિખાર અહેમદ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, હરિસ રૌફ, મોહમ્મદ નવાઝ
ICYMI: Our team for today #PAKvIND | #AsiaCup2023 pic.twitter.com/FvghdjbQY4
— Pakistan Cricket (@TheRealPCB) September 2, 2023
પલ્લેકેલેની પિચ કેવી છે?
પલ્લેકેલેની પીચ સ્પિનરો અને ઝડપી બોલરો બંનેને મદદ કરતી જોઈ શકાય છે. આ પીચ પણ રન માટેની છે. મતલબ કે જો બેટ્સમેન ઈચ્છે તો તે સદી પણ ફટકારી શકે છે.