શુભમન ગિલની 4 ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરવાની યોજના, પંત પણ તૈયાર! પ્રથમ ટેસ્ટ માટે હોઈ શકે ભારતની આ પ્લેઇંગ 11

India vs New Zealand 1st Test: વેલિંગ્ટનમાં 19 નવેમ્બરથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11 કેવી હશે? તેને લઈને ચર્ચા તેજ બની છે. શુભમન ગિલે સંકેત આપ્યો છે કે ભારત 4 ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે.

શુભમન ગિલની 4 ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરવાની યોજના, પંત પણ તૈયાર! પ્રથમ ટેસ્ટ માટે હોઈ શકે ભારતની આ પ્લેઇંગ 11
indian captain shubman gill
Image Credit source: PTI
| Edited By: | Updated on: Nov 17, 2026 | 3:25 PM

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે રમાવાની છે. 19 નવેમ્બરથી શરૂ થનારી આ ટેસ્ટ મેચ પહેલાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં, શુભમન ગિલે પોતાની ટીમના રણનીતિ વિશે વાત કરી અને ટીમ કોમ્બિનેશન (ટીમની રચના) પર પ્રકાશ પાડ્યો. ભારતીય કેપ્ટનના જણાવ્યા અનુસાર, વેલિંગ્ટન ટેસ્ટ માટેની પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફાસ્ટ બોલરોનો સમાવેશ થઈ શકે છે.

4 ફાસ્ટ બોલરોને મેદાનમાં ઉતારવાની યોજના – શુભમન ગિલ

વેલિંગ્ટન ટેસ્ટ પહેલાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં, શુભમન ગિલે જણાવ્યું છે કે ટીમ ઈન્ડિયા પાસે ફાસ્ટ બોલિંગમા મજબૂત વિકલ્પો ઉપલબ્ધ છે. ટીમની રણનીતિ ઘડનારાઓ માટે, આ એક એવી ‘સમસ્યા’ છે જે વાસ્તવમાં આવકારદાયક છે. ભારતીય કેપ્ટને વધુમાં જણાવ્યું હતું કે વેલિંગ્ટન ખાતેની મેચ માટે ચાર ફાસ્ટ બોલરોને મેદાનમાં ઉતારવાની યોજના છે.

પ્લેઈંગ ઈલેવનમાં કયા 4 ફાસ્ટ બોલર રમી શકે છે ?

હવે પ્રશ્ન એ છે કે, વેલિંગ્ટનમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટ મેચમાં કયા ચાર ફાસ્ટ બોલરો રમતા જોવા મળી શકે છે? હાલમાં ભારતીય ટીમની સ્ક્વાડ માં સામેલ ઝડપી બોલરોમાં જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, ગુરનૂર બ્રાર, મોહમ્મદ સિરાજ અને અંશુલ કંબોજ છે. આ ખેલાડીઓમાંથી જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર અને મોહમ્મદ સિરાજ એવા ચાર ખેલાડીઓ છે જે ગિલની યોજનાઓમાં બંધ બેસી શકે છે અને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે. બુમરાહ, પ્રસિદ્ધ અને સિરાજ પાસે એકસાથે રમવાનો ઘણો અનુભવ છે. બીજી તરફ, ગુરનૂર બ્રારે ઓડીઆઇ સિરીજ ના પ્લેયર ઓફ ધ સિરીજ રહ્યા છે અને તેમણે ટુંક સમય માં ગીલ ને પ્રભાવિત કર્યું છે તેમની બોલિંગ થી . તો આ 4 ફાસ્ટ બોલર નો કોમ્બિનેશન જોવા માંડી શકે છે

પંત પણ પ્રથમ ટેસ્ટ માટે તૈયાર

ટીમ ઈન્ડિયાના કેમ્પમાંથી ઋષભ પંતને લઈને સારા સમાચાર પણ સામે આવ્યા છે. તેને પ્રથમ ટેસ્ટ માટે પહેલેથી જ ફિટ જાહેર કરવામાં આવ્યો હતો અને હવે તે વેલિંગ્ટનમાં નેટ્સમાં સઘન બેટિંગ પ્રેક્ટિસ કરતા મળ્યા  છે. બેટિંગ પ્રેક્ટિસ ઉપરાંત, પંતે વિકેટકીપિંગનો અભ્યાસ કરવામાં પણ ઘણો સમય વિતાવ્યો છે.

પ્રથમ ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રિત બુમરાહ, પ્રસીદ કૃષ્ણ, ગુરનૂર બ્રાર, મોહમ્મદ સિરાજ

આ પણ વાંચો, Breaking News : ભારત સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં કિવિ ટીમને લાગ્યો મોટો ઝટકો, મેચ વિનર ઓલરાઉન્ડર ઈજાના કારણે બહાર!

 

Follow Us
Loading...
Unable to load recommendations.