IND vs NZ: ભારત અને પાકિસ્તાન પ્રવાસથી ન્યુઝીલેન્ડના ખેલાડીએ નામ પરત લીધુ, કારણ આશ્ચર્યજનક!

|

Jan 02, 2023 | 9:21 AM

ન્યુઝીલેન્ડની ટીમ હાલમાં પાકિસ્તાન પ્રવાસે છે, બાદમાં ભારત પ્રવાસ ખેડનાર છે. પાકિસ્તાનમાં અને ભારતમાં વનડે શ્રેણી રમાનાર છે. આ માટે વ્હાઈટ બોલ સ્ક્વોડમાં તોફાની ખેલાડી સામેલ કરાયો હતો.

IND vs NZ: ભારત અને પાકિસ્તાન પ્રવાસથી ન્યુઝીલેન્ડના ખેલાડીએ નામ પરત લીધુ, કારણ આશ્ચર્યજનક!
Adam Milne ને સ્થાને બ્લેર ટિકનેરનો કિવી ટીમમાં સમાવેશ કરાયો

Follow us on

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 9 જાન્યુઆરીથી વનડે શ્રેણી રમાનારી છે. 3 મેચોની આ શ્રેણી કરાચીમાં જ રમાનાર છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસે આવી પહોંચશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જાન્યુઆરીથી વન ડે શ્રેણીની શરુઆત થનારી છે. આ બંને પ્રવાસની શ્રેણીથી એક તોફાની કિવી ખેલાડીએ પોતાનુ નામ પરત ખેંચી લીધુ છે. તેણે 4 જાન્યુઆરીએ ટીમ સાથે જોડાવાનુ હતુ, પરંતુ આ પહેલાજ તેણે પોતાની તૈયારીઓનુ કારણ કિવી ક્રિકેટ બોર્ડ આગળ ધર્યુ અને નામ પરત ખેંચવા માટે વિનંતી કરી હતી.

જોકે તેની આ તૈયારીઓનુ કારણની પુરી વાત થોડી આશ્ચર્ય સર્જનારી છે. કારણ કે તમને એમ લાગ્યુ હશે પહેલા તો કે તેણે ખાસ તૈયારી કરવાની હશે જે માટે તે પોતાના દેશમાં જ રોકાવાનો હશે. તો જવાબ ના છે. તેણે ન્યુઝીલેન્ડના ક્રિકેટ બોર્ડને પોતે સંપૂર્ણ રીતે તૈયારીઓ કરી શક્યો નથી, જેને લઈ તે ટીમ સાથે જોડાવવાથી દૂર રહેવાનો આગ્રહ કર્યો હતો. આ ખેલાડીનુ નામ એડમ મિલ્ને છે.

તૈયાર નહીં હોવાના કારણે નામ પરત ખેંચ્યુ

પાકિસ્તાનમાં ત્રણ અને ભારતમાં ત્રણ એમ કુલ 6 વનડે મેચ ન્યુઝીલેન્ડને જાન્યુઆરી માસમાં રમવાની છે. આમ એડમ મિલ્ને 6 વનડે મેચો રમવાથી હટી ગયો છે. ટી20 વિશ્વકપ 2022 બાદ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે પહોંચી હતી, જ્યાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટી20 અને શિખર ધવનની કેપ્ટનશિપમાં વનડે શ્રેણી રમી હતી. આ દરમિયાન ભારત સામેની શ્રેણીમાં તેને ઈજા પહોંચી હતી. તે હેમસ્ટ્રિંગથી પરેશાન થઈ ગયો હતો.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

આ કારણથી જ તે ઘરેલુ વનડે ટૂર્નામેન્ટ ફોર્ડ ટ્રોફીમાં મોડો પરત ફર્યો હતો. ડિસેમ્બરમાં તે પોતાની ટીમ વેલિંગ્ટન ફાયરબર્ડ્સ માટે 2 મેચ રમી શક્યો નહોતો. જોકે બાદમાં સુપર સ્મેશની પ્રથમ બંને મેચો રમતો જોવા મળ્યો હતો. જોકે તેને આ બાદ પોતાની તૈયારીઓમાં ઉણપ લાગી રહી છે. તેણે તૈયારીઓમાં સંપૂર્ણ રીતે થઈ શકી નથી એ કારણ ધરીને પોતાની નામ ભારત અને પાકિસ્તાન પ્રવાસ માટેની સ્ક્વોડમાંથી હટાવી લીધુ છે.

ટિકનર આવશે ભારત પ્રવાસે

હવે ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા પણ આ અંગે સત્તાવાર રીતે બતાવી દેવામાં આવ્યુ છે કે, મિલ્નેના સ્થાને બ્લેર ટિકનરને સામેલ કરવામાં આવ્યો છે. ટિકનર જોકે હાલમાં ન્યુઝીલેન્ડની ટીમ સાથે પાકિસ્તાન પ્રવાસે જ છે. જ્યાં તે ટેસ્ટ ટીમમાં સમાવેશ અગાઉથી થયેલો હતો. હવે તે પાકિસ્તાન સામેની વનડે શ્રેણીમાં ઉપલબ્ધ રહેશે. બાદમાં ભારત પ્રવાસે કિવી ટીમ સાથે આવશે.

ન્યૂઝીલેન્ડના પસંદગીકાર ગેવિન લાર્સને કહ્યું કે “એડમ મિલ્નેનો આ નિર્ણય સરળ નહોતો. મિલ્નેને ખાતરી હતી કે તેની તૈયારીઓ પાકિસ્તાન અને ભારતના પ્રવાસ પર અસર કરી શકે એટલી મજબૂત નથી. અમને ખુશી છે કે તેણે આ સત્યને પ્રામાણિકતાથી સ્વીકાર્યું. અમારી વચ્ચે વાતચીત કર્યા બાદ જ અમે આ નિર્ણય પર પહોંચ્યા છીએ.’

 

Published On - 9:08 am, Mon, 2 January 23

Next Article