IND vs NZ: ટેસ્ટ સિરીઝ પહેલા વિશ્વનો શ્રેષ્ઠ કેપ્ટન કોણ નો સવાલ, પાકિસ્તાનના પૂર્વ સ્ટાર ખેલાડીની બતાવ્યુ આ નામ

|

Nov 24, 2021 | 8:51 AM

વિરાટ કોહલી (Virat Kohli) વનડે અને ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા (Team India) નો કેપ્ટન છે, જ્યારે જો રૂટ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ ધરાવે છે. કેન વિલિયમસન ત્રણેય ફોર્મેટમાં ન્યુઝીલેન્ડનો કેપ્ટન છે.

IND vs NZ: ટેસ્ટ સિરીઝ પહેલા વિશ્વનો શ્રેષ્ઠ કેપ્ટન કોણ નો સવાલ, પાકિસ્તાનના પૂર્વ સ્ટાર ખેલાડીની બતાવ્યુ આ નામ
Virat Kohli-Joe Root-Kane Williamson

Follow us on

આ સમયે જો દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોની વાત કરીએ તો તેમાં વિરાટ કોહલી (Virat Kohli), જો રૂટ (Joe Root) અને કેન વિલિયમસન (Kane Williamson) નું નામ આવશે. આ ત્રણેય જેટલા શાનદાર બેટ્સમેન છે, એટલા જ શાનદાર કેપ્ટન પણ છે. અવારનવાર એવી પણ ચર્ચા થાય છે કે આ ત્રણમાંથી શ્રેષ્ઠ કેપ્ટન કોણ છે. રૂટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો કેપ્ટન છે. કેન વિલિયમસન ત્રણેય ફોર્મેટમાં ન્યુઝીલેન્ડની કમાન સંભાળી રહ્યો છે. તે જ સમયે, કોહલીએ T20માં ટીમ ઈન્ડિયા (Team India) ની કેપ્ટનશીપ છોડી દીધી છે અને હવે તે માત્ર વનડે અને ટેસ્ટમાં જ ટીમનો કેપ્ટન છે.

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે 25 નવેમ્બરથી કાનપુરથી બે મેચની ટેસ્ટ સીરીઝ શરૂ થઈ રહી છે. કોહલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભાગ લેશે નહીં. તે મુંબઈમાં રમાનાર બીજી ટેસ્ટ મેચમાં ટીમનું નેતૃત્વ કરશે. આ સિરીઝની શરૂઆત પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલમાન બટ્ટે (Salman Butt) ત્રણમાંથી શ્રેષ્ઠ કેપ્ટન કોણ છે તે અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

 

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

વિલિયમસનની કપ્તાનીમાં જીત્યો ખિતાબ

ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો આ વર્ષે જૂનમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટકરાયા હતા. જ્યાં કેન વિલિયમસનની આગેવાની હેઠળની ન્યુઝીલેન્ડે વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમને હરાવી હતી. આ ન્યુઝીલેન્ડનું બીજું આઈસીસી ટાઈટલ હતું. વિલિયમસનની કપ્તાની હેઠળ, ન્યુઝીલેન્ડે આ મહિને ICC T20 વર્લ્ડ કપ-2021ની ફાઈનલ રમી હતી, જ્યાં તે ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી.

વિલિયમસનની કપ્તાની હેઠળ, કીવી ટીમ 2019 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી પરંતુ જીતી શકી ન હતી. દરમિયાન કોહલીની કપ્તાનીમાં, ભારતે અત્યાર સુધી એક પણ ICC ખિતાબ જીત્યો નથી. 2019 માં, તે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી હતી જ્યાં ન્યૂઝીલેન્ડે તેને હરાવ્યુ હતુ. આ પછી ન્યૂઝીલેન્ડે તેને ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હરાવ્યો હતો. ટી-20 વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને તે સેમી ફાઇનલમાં જગ્યા બનાવી શક્યું ન હતું.

કોહલીની કપ્તાનીમાં ભારતે 65 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તેણે 38માં જીત અને 16માં હારનો સામનો કરવો પડ્યો છે. કોહલીની કેપ્ટનશિપમાં ભારતે 2018માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરે ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું. 2020-21માં પણ ભારતે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી હતી પરંતુ કોહલી એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ બાદ ભારત પરત ફર્યો હતો અને અજિંક્ય રહાણેએ ટીમનું સુકાન સંભાળ્યું હતું.

 

આ પણ વાંચોઃ IND vs NZ: કાનપુર ટેસ્ટમાં જોવા મળશે ‘પટેલ પાવર’, કિવી ટીમ આ ભારતીય ‘ફીરકી’ ને ટીમ ઇન્ડિયા સામે મેદાને ઉતારશે!

આ પણ વાંચોઃ  IND VS NZ: ટીમ ઇન્ડિયાના આ ખેલાડીમાં ટેકનિક નહી ‘જીગર’ થી રમતમાં થયો સુધારો, કહ્યુ ક્રિઝ પરના ડરથી થવાતુ હતુ આઉટ

Published On - 8:45 am, Wed, 24 November 21

Next Article