IND VS NZ: હર્ષલ પટેલની બોલીંગ એકશનમાં ગરબડી, ન્યુઝીલેન્ડ સામે જીત બાદ થયો ખુલાસો

|

Nov 20, 2021 | 2:47 PM

India vs New Zealand, 2nd T20I: ભારતે રાંચી T20માં ન્યુઝીલેન્ડને હરાવીને શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી

IND VS NZ: હર્ષલ પટેલની બોલીંગ એકશનમાં ગરબડી, ન્યુઝીલેન્ડ સામે જીત બાદ થયો ખુલાસો
Harshal Patel

Follow us on

ભારતે (Team India) રાંચી T20માં ન્યૂઝીલેન્ડ (New Zealand) ને 7 વિકેટે હરાવી શ્રેણીમાં 2-0 ની અજેય સરસાઈ મેળવી લીધી છે. જયપુર બાદ ભારતે રાંચીમાં પણ શાનદાર પ્રદર્શન કરીને બંને મેચ જીતી લીધી હતી અને હવે ત્રીજી T20માં કિવિઓનો ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે રવિવારે કોલકાતામાં ઉતરશે. રાંચી T20ની વાત કરીએ તો આ મેચમાં હર્ષલ પટેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પોતાની પહેલી જ મેચમાં આ ઝડપી બોલરને મેન ઓફ ધ મેચ મળ્યો હતો. જો કે, ટીમ ઈન્ડિયાને મેચ જીત્યા બાદ ખબર પડી છે કે હર્ષલ પટેલ (Harshal Patel) ના એક્શનમાં ‘ડસ્ટર્બન્સ’ છે.

હર્ષલ પટેલે પોતે રાંચી ટી-20 બાદ કહ્યું હતું કે તેની એક્શન પરફેક્ટ નથી. હર્ષલ પટેલે કહ્યું, ‘ફાસ્ટ બોલરને સ્પીડની જરૂર હોય છે પરંતુ મને લાગ્યું કે હું 135 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપી બોલિંગ કરી શકતો નથી. સખત પ્રયાસ કર્યા પછી, 140 પરંતુ તેનાથી વધુ નહીં. પછી મેં અન્ય વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને મારા કૌશલ્યને સુધાર્યુ. તેણે કહ્યું, ‘બાયો-મિકેનિક્સની દ્રષ્ટિએ મારી એક્શન પરફેક્ટ નથી પરંતુ આ મારી તાકાત બની ગઈ છે. આ કારણે બેટ્સમેનોને મારી સાથે રમવામાં મુશ્કેલી પડે છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

મને ભરોસો હતો હું ટીમ ઈન્ડિયા માટે રમીશ – હર્ષલ

હર્ષલ પટેલ માને છે કે તેની સફળતાનું રહસ્ય એ છે કે, તેણે પોતાની મર્યાદાઓને ઓળખી અને મેદાન પર તેની સાચી ક્ષમતા બતાવવા માટે સખત મહેનત કરી. તેણે કહ્યું હતુ, ‘મને ખબર હતી કે હું ટોચના સ્તરે રમી શકીશ. હું ટોપ લેવલ પર બેટ અને બોલ બંને સાથે સારો દેખાવ કરી શકું છું. હું મારી ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે સખત મહેનત કરી રહ્યો હતો.મેં એક ક્ષણ માટે પણ વિચાર્યું ન હતું કે હું ભારતીય ટીમમાં ડેબ્યૂ કરી શકીશ નહીં.

 

હર્ષલ પાસે અમેરિકાનું ગ્રીન કાર્ડ છે

મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં હર્ષલે કહ્યું, ‘એબીએ મારી કારકિર્દી પર મોટી અસર કરી છે. મેં હંમેશા તેમને ચૂપચાપ જોયા છે. તાજેતરમાં UAEમાં મેં તેને પૂછ્યું કે મોટી ઓવરોમાં કેવી રીતે ઇકોનોમી બોલિંગ કરવી. તેણે કહ્યું કે જ્યારે બેટ્સમેન સારો બોલ ફટકારે ત્યારે પણ તેને બદલશો નહીં. બેટ્સમેનને સારી બોલ મારવા માટે દબાણ કરો કારણ કે તે વિચારશે કે તમે બીજો બોલ ફેંકશો પણ એવું થશે નહીં.

હર્ષલ પટેલ પાસે અમેરિકાનું ગ્રીન કાર્ડ છે. તેમનો પરિવાર 2005માં જ અમેરિકામાં સ્થાયી થયો હતો. પરંતુ હર્ષલ તેના મોટા ભાઈના કહેવાથી ભારતમાં જ રહ્યો.તેણે કહ્યું, ‘હું બાળપણમાં ખૂબ જ અધીરો હતો, પણ મારા અનુભવો, પુસ્તકો અને સફળ લોકોની વાતો સાંભળીને શીખ્યો છું.’ તેણે કહ્યું, ‘ધીરજ સૌથી મહત્વપૂર્ણ છે જે ધીમે ધીમે આવે છે. જો કોઈ ફેરફાર સારા માટે કરવો હોય તો તેના માટે ઘણી ધીરજ રાખવી પડશે. હું પણ તે ધીમે ધીમે શીખ્યો છું.

 

આ પણ વાંચોઃ Ban vs Pak: પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની T20 સિરીઝમાં પોલંપોલ, પાકિસ્તાની બોલરોની ઝડપ જોઇ ચાહકો લોટપોટ થઇ ગયા

 

આ પણ વાંચોઃ IND vs NZ: હર્ષલ પટેલ થી પ્રભાવિત થયો આ ન્યુઝીલેન્ડનો દિગ્ગજ, કહ્યુ બુમરાહ સાથે મળીને ડેથ ઓવરમાં ખતરનાક જોડી બની શકે છે

 

Published On - 2:23 pm, Sat, 20 November 21

Next Article