Ind vs NZ: ભીના આઉટ ફીલ્ડને લઇ મોડી શરુ થશે મેચ, 11.30 ટોસ ઉછળશે, 12 વાગ્યે મેચ શરુ કરાશે
ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand)ની ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વરસાદની સ્થિતીને લઇને મેચ નિયત સમય કરતા મોડી થઇ રહી છે.
ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ચાહકોને એક્શન જોવા માટે રાહ જોવી પડશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચનો ટોસ વિલંબિત થયો છે. આ ભીના મેદાનને કારણે છે. તાજી જાણકારી મુજબ લંચ બ્રેક બાદ મેચ શરૂ થશે. અમ્પાયરોએ બીજો બ્રેક વહેલો લેવાનો નિર્ણય લીધો છે.
દિવસનો પહેલો બોલ 12 વાગ્યે નાખવામાં આવશે અને દિવસના બીજા સત્રની રમત શરૂ થશે. ચાનો સમય 14:40 થી 3 વાગ્યા સુધીનો રહેશે. દિવસની રમત સાંજે 5.30 કલાકે સમાપ્ત થશે. બીજા નિરીક્ષણ પછી, એવું નક્કી કરવામાં આવ્યું છે કે ટોસ 11:30 વાગ્યે થશે મુંબઈમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મેદાનની આઉટ ફીલ્ડ ભીની છે. અમ્પાયર અને રેફરી ભીના મેદાનમાં મેચ યોજીને ખેલાડીઓની સુરક્ષાને જોખમમાં મૂકવા માંગતા નથી.
આ શ્રેણીની પ્રથમ મેચ કાનપુરમાં રમાઈ હતી જે ડ્રો રહી હતી. ભારત આ મેચમાં જીતની ખૂબ નજીક પહોંચી ગયું હતું, પરંતુ તેમ છતાં ખાલી હાથ જ રહેવું પડ્યું હતું. આવી સ્થિતિમાં બંને ટીમો માટે મુંબઈ ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે આ ટેસ્ટ જીતશે, સિરીઝ પણ તેના નામે થશે. T20 શ્રેણી ગુમાવ્યા બાદ કિવી ટીમ કોઈપણ સંજોગોમાં ટેસ્ટ શ્રેણી જીતવા ઈચ્છશે.
ટોસમાં વિલંબ
મેચનો ટોસ સવારે નવ વાગ્યે થવાનો હતો, જો કે એવું બન્યું ન હતું. ત્યારે BCCI એ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે પીચનું નિરીક્ષણ 9.30 વાગ્યે કરવામાં આવશે અને ત્યારબાદ ટોસ અંગે નિર્ણય લેવામાં આવશે. ફિલ્ડ અમ્પાયર નીતિન મેનને તેમના સાથી અમ્પાયર સાથે પીચનું નિરીક્ષણ કર્યું પરંતુ 9:30 વાગ્યે પણ ટોસ થઈ શક્યો નહીં. આ પછી, હવે બીજું નિરીક્ષણ 10:30 વાગ્યે થશે, જેની માહિતી BCCI દ્વારા પણ આપવામાં આવી હતી.