AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NEP, Probable Playing XI : ટીમ ઇન્ડિયા અજમાવશે ‘જૂનો દાવ’, નેપાળ સામે આ 11 ખેલાડીઓ ઉતરશે મેદાનમાં !

India vs Nepal Asia Cup Playing XI: એશિયા કપમાં ભારતની બીજી મેચ નેપાળ સામે છે. નેપાળને તેની પ્રથમ મેચમાં પાકિસ્તાનના હાથે 238 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, ભારતની પાકિસ્તાન સાથેની પ્રથમ મેચ, વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. હવે ભારત નેપાળને હરાવવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં ભારતીય પ્લેઈંગ ઈલેવન કેવી હશે, જાણો અહીં.

IND vs NEP, Probable Playing XI : ટીમ ઇન્ડિયા અજમાવશે 'જૂનો દાવ', નેપાળ સામે આ 11 ખેલાડીઓ ઉતરશે મેદાનમાં !
Team India
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2023 | 8:07 AM
Share

પાકિસ્તાન સાથેની મેચ રદ્દ કર્યા બાદ હવે ભારતનું ધ્યાન નેપાળ પર છે. ભારતીય ટીમ એશિયા કપ 2023ની બીજી મેચમાં નેપાળ સામે ટકરાશે. ODI ક્રિકેટમાં આ બંને ટીમોની આ પ્રથમ ટક્કર હશે. અનુભવ સાથે ભારતની સરખામણી કરીએ તો નેપાળની ટીમ ક્યાંય જોવા મળતી નથી. મતલબ કે પડકાર બહુ મુશ્કેલ નહીં હોય. તેમ છતાં ભારત વિજય હાંસલ કરવામાં કોઈ કસર છોડશે નહીં. ખાસ કરીને ત્યારે, કે જ્યારે પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હોય અને તેમને પોઈન્ટ શેર કરવાની ફરજ પડી હોય. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે નેપાળ સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી રહેશે ? શું ભારત એ જ ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરવાનું પસંદ કરશે જેની સાથે તેઓ પાકિસ્તાન સામે રમવા ઉતરી હતી, કે પછી તેમાં કોઈ ફેરફાર થશે?

ભારતીય ટીમના દૃષ્ટિકોણથી શું થવું જોઈએ કે ટીમમાં કોઈ ફેરફાર ન થવા જોઈએ. કારણ કે પાકિસ્તાન વિરૂદ્ધ બધા જ ખેલાડીઓને પણ અજમાવવામાં આવ્યા ન હતા. અને બીજું, જ્યારે ટીમનું કોમ્બિનેશન બન્યું હોય ત્યારે તેને સેટલ થવા માટે પણ થોડો સમય જોઈએ, જે મેચ રમીને જ મેળવી શકાય છે.

ભારત નેપાળ સામે ‘જૂનો દાવ’ અજમાવશે

મતલબ કે ટીમ ઈન્ડિયા નેપાળ સામે પોતાની જૂની રણનીતિ રમવા જઈ રહી છે. જૂનો દાવ એટલે કે જે ટીમ પાકિસ્તાન સામે રમી હતી તે નેપાળ સામે પણ રમતી જોવા મળશે. જો કે આમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. એવા અહેવાલો છે કે જસપ્રિત બુમરાહ અંગત કારણોસર મુંબઈ પરત ફર્યો છે. જો આ અહેવાલો સાચા નીકળશે તો તેના સ્થાને મોહમ્મદ શમીનું રમવું નિશ્ચિત છે. હવે આ સંદર્ભમાં ભારતની પ્લેઈંગ ઈલેવન પર નજર કરીએ તો ટીમ કંઈક આ રીતે દેખાય છે.

નેપાળ સામે સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ/મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.

ભારત-નેપાળ મેચ પર વરસાદની સંભાવના

ભારત અને નેપાળ વચ્ચેની મેચ પણ પલ્લેકેલેમાં છે. મતલબ એ જ જગ્યા જ્યાં ભારત, પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરી હતી. ત્યારે ફણ વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે મેચ ધોવાઈ ગઈ હતી. અને, નેપાળ સાથેની મેચની વાસ્તવિકતા પણ એવી જ છે. આ મેચમાં પણ વરસાદની સંભાવના છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
કોમનવેલ્થના દાવા વચ્ચે રિવરફ્રન્ટ પર ટેનિસ કોર્ટની બદતર હાલત
કોમનવેલ્થના દાવા વચ્ચે રિવરફ્રન્ટ પર ટેનિસ કોર્ટની બદતર હાલત
g clip-path="url(#clip0_868_265)">