IND vs IRE: આયર્લેન્ડ સામે ઉતરતા પહેલા ટીમ ઈન્ડિયાને કોચ વીવીએસ લક્ષ્મણે તૈયારીઓ કરાવી, જુઓ Photos

|

Jun 25, 2022 | 9:45 PM

ભારતીય ટીમ (Indian Cricket Team) બે મેચની T20 શ્રેણી માટે આયર્લેન્ડમાં છે, જેની પ્રથમ મેચ રવિવાર 26 જૂનથી ડબલિનમાં રમાશે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા યુવા ખેલાડીઓ પર ઉતરી છે.

IND vs IRE: આયર્લેન્ડ સામે ઉતરતા પહેલા ટીમ ઈન્ડિયાને કોચ વીવીએસ લક્ષ્મણે તૈયારીઓ કરાવી, જુઓ Photos
VVS Laxman એ ખેલાડીઓને કેટલીક બાબતો સમજાવી

Follow us on

ચાર વર્ષ બાદ આયર્લેન્ડ પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) બે મેચની T20 સીરીઝ માટે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. શનિવારે, ભારત અને આયર્લેન્ડ (India Vs Ireland) વચ્ચે શરૂ થઈ રહેલી શ્રેણીના એક દિવસ પહેલા, રવિવાર 26 જૂને, ટીમ ઈન્ડિયાએ તેની તૈયારીઓ અને વ્યૂહરચના વધુ તેજ કરી, આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ અને ભૂતપૂર્વ અનુભવી બેટ્સમેન વી.વી.એસ. લક્ષ્મણ (VVS Laxman) એ જવાબદારી સંભાળી છે. કોચ લક્ષ્મણે કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે મળીને ભારતીય ખેલાડીઓને આ ખાસ શ્રેણીમાં અલગ પ્રકારના પડકારનો સામનો કેવી રીતે કરવો તે સમજાવ્યું હતુ.

ભારતીય ટીમ આ પ્રવાસ પર મુખ્ય કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સહિત ઘણા વરિષ્ઠ ખેલાડીઓ વિના આવી છે. આ શ્રેણી માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં મોટાભાગે યુવા ખેલાડીઓ છે, જેમણે તાજેતરમાં જ ડેબ્યૂ કર્યું છે અથવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું ખાતું ખોલવાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ સિરીઝ તેના માટે મહત્વની છે, જેના કારણે આ સિરીઝ પર ખાસ નજર છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

નવા પડકાર પહેલા કેટલીક બાબતોની સમજણ અપાઈ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે કોચ લક્ષ્મણ અને ટીમ ઈન્ડિયાની તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તે ભારતીય ખેલાડીઓને જ્ઞાન આપતા જોવા મળ્યા હતા. હવે લક્ષ્મણે શું કહ્યું, તે સ્પષ્ટ નથી, પરંતુ ચોક્કસ તેણે યુવા ખેલાડીઓને આ શ્રેણીના મહત્વ અને પડકારો વિશે જણાવ્યું હશે. આ કારણ છે કે આયર્લેન્ડ ભલે વિશ્વ ક્રિકેટની સૌથી મજબૂત ટીમોમાંથી એક ન હોય, પરંતુ ભારતીય ટીમ માટે આ પડકાર આસાન નહીં હોય કારણ કે આ સિરીઝ માટે આવેલી ભારતીય ટીમમાં માત્ર ચાર જ ખેલાડી એવા છે, જેઓ એ આયર્લેન્ડ સામે કોઈપણ ક્રિકેટ રમી છે.

હાર્દિક સહિતના આ ખેલાડીઓ પર નજર રહેશે

ટીમ ઈન્ડિયાના દૃષ્ટિકોણથી આ મેચમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ અને તેના પ્રદર્શન પર ખાસ નજર રહેશે. IPLમાં કેપ્ટનશિપ કરતી વખતે નવી ટીમ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવનાર હાર્દિકને પહેલીવાર ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી પણ સોંપવામાં આવી છે. તેમના સિવાય ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશન જેવા યુવા બેટ્સમેનો માટે પણ આ શ્રેણી મહત્વપૂર્ણ છે, જેઓ ટીમ ઈન્ડિયા માટે સતત પ્રદર્શન કરી શક્યા નથી. ખાસ કરીને ગાયકવાડ, કારણ કે તે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યો હતો.

આ સિવાય ઉમરાન મલિક, અર્શદીપ સિંહ અને રાહુલ ત્રિપાઠી જેવા નવા ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક મળશે કે કેમ તેના પર પણ નજર રહેશે? IPLમાં પોતાની બોલિંગથી ચમકનારા ઉમરાન અને અર્શદીપને સાઉથ આફ્રિકા સિરીઝમાં રાખવામાં આવ્યા હતા પરંતુ તેમને તક મળી ન હતી. બીજી તરફ રાહુલ ત્રિપાઠી પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે અને હવે તેની નજર પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી પર છે.

Published On - 9:17 pm, Sat, 25 June 22

Next Article