IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની મહિલા ટેસ્ટ ડ્રોમાં ખેંચી, સ્નેહ રાણા અને તાન્યાએ રેકોર્ડ સર્જ્યો

|

Jun 20, 2021 | 3:22 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બ્રિસ્ટલ (Bristol Test) માં રમાયેલ ટેસ્ટ મેચને ડ્રોમાં ખેંચી હતી. ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાયેલી એક માત્ર મહિલા ટેસ્ટ મેચ ડ્રો થઇ હતી. ટેસ્ટ ડેબ્યૂ કરનાર ઓલરાઉન્ડર સ્નેહ રાણા (Sneha Rana) એ 80 રનની અણનમ ઇનિંગ રમી હતી.

IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની મહિલા ટેસ્ટ ડ્રોમાં ખેંચી, સ્નેહ રાણા અને તાન્યાએ રેકોર્ડ સર્જ્યો
IND vs ENG Test

Follow us on

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બ્રિસ્ટલ (Bristol Test) માં રમાયેલ ટેસ્ટ મેચને ડ્રોમાં ખેંચી હતી. ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાયેલી એક માત્ર મહિલા ટેસ્ટ મેચ ડ્રો થઇ હતી. ટેસ્ટ ડેબ્યૂ કરનાર ઓલરાઉન્ડર સ્નેહ રાણા (Sneha Rana) એ 80 રનની અણનમ ઇનિંગ રમી હતી. નવમી વિકેટ માટે રાણાએ તાન્યા ભાટીયા(Tanya Bhatia) સાથે મળીને 104 રનની રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી. ભાટીયાએ 44 રનની અણનમ ઇનિંગ રમી હતી.

આ પહેલા ઇંગ્લેન્ડની મહિલા ટીમે નવ વિકેટે 396 રને ઇનિંગ ઘોષિત કરી હતી. જેના જવાબમાં ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 231 રન પર સમેટાઇ ગઇ હતી. ફોલોઓન પર રમતની શરુઆત કરી હતી. જેમાં ભારતીય ટીમના ટોચના ક્રમે શાનદાર રમતની શરુઆત કરી હતી. જોકે મધ્યમક્રમ ખાસ પ્રદર્શન નહી કરતા સંકટ મંડરાવવા લાગ્યું હતું. જોકે સંકટને નિચલા ક્રમે ટાળી દીધું હતું. ભારતીય ટીમે બીજી ઇનિંગમાં 8 વિકેટે 344 રનનો સ્કોર ખડકીને મેચ ડ્રો કરાવી લીધી હતી.

ભારતના પાંચ ખેલાડીઓ એ ટેસ્ટ પદાર્પણ કર્યુ હતુ. જેમાં સ્નેહ રાણા, તાન્યા ભાટીયા, દિપ્તી શર્મા અને શેફાલી વર્મા સામેલ થયા હતા. શેફાલી વર્માએ ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં અર્ધશતકીય ઇનિંગ રમી હતી. તેણે બીજી ઇનિંગમાં 63 રનની શાનદાર રમત રમી હતી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ડેબ્યૂ કરનારી તાન્યા અને રાણાની નવમી વિકેટની ભાગીદારી રમતે નવો રેકોર્ડ સર્જ્યો હતો. જે અગાઉ નવમી વિકેટે 90 રનની ભાગીદારી વિક્રમ 1986માં નોંધાયો હતો. જે શુભાંગી કુલકર્ણી અને મણીમાલા સિંઘલે ઇંગ્લેન્ડ સામે વિક્રમી ભાગીદારી રમત રમી હતી.

લંચ પહેલા 171/3 નો સ્કોર હતો

ભારતે એક વિકટ પર 83 રન થી રમતને આગળ વધારતા લંચ સુધીમાં ભારતીય ટીમે ત્રણ વિકેટે 171 રન બનાવ્યા હતા. જેમાં દિપ્તિ શર્માએ 54 રનની ઇનીંગ ધીરજ પૂર્વક રમી હતી. દિપ્તિ એ પૂનમ રાઉત સાથે મળીને 72 રનની ભાગીદારી રમત રમી હતી. જોકે તે લંચ પહેલા વિકેટ ગુમાવી બેઠી હતી. ઇંગ્લેન્ડ તરફથી બોલર સોફી એક્લેસ્ટોન એ બંને ઇનીંગ દરમ્યાન 4-4 વિકેટ ઝડપી હતી. જ્યારે હીથર નાઇટ અને નેટ સ્કવેરએ બંને ઇનિંગમાં 3-3 વિકેટ ઝડપી હતી.

કેપ્ટન મિતાલી સસ્તામાં બોલ્ડ

બીજા સેશન દરમ્યાન ભારતીય કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj) માત્ર 4 રનમાં જ વિકેટ ગુમાવી બેઠી હતી. મિતાલી સોફીના બોલને સમજી ના શકી અને તેના સ્ટમ્પ ઉખડી ગયા હતા. ત્યાર બાદ પૂનમ રાઉતની વિકેટ પણ તુરત જ ગુમાવી હતી. તેણે લેગ સ્ક્વેર પર સીધો કેચ આપી દીધો હતો. આમ ભારતીય ટીમ 5 વિકેટ પર 175 રનના સ્કોર પર આવી ચુકી હતી. આમ ભારતીય ટીમ પર સંકટ ઘેરાવા લાગ્યું હતું.

Next Article