IND vs ENG: ઋષભ પંતે કોને કહી દીધુ આવુ કે, ઉંમર અને બાલ બંને ઝડપથી પસાર થઇ રહ્યા છે, વળતો જવાબ કંઇક આવો મળ્યો

|

Sep 05, 2021 | 11:09 PM

મોહમ્મદ શામી અને ઋષભ પંત બંને ખેલાડીઓ હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર છે. જ્યાં હાલમાં રમાઇ રહેલી ઓવલ ટેસ્ટ (Oval Test) મેચમાં શામી ઇજાને લઇને રમી શક્યો નથી.

IND vs ENG: ઋષભ પંતે કોને કહી દીધુ આવુ કે, ઉંમર અને બાલ બંને ઝડપથી પસાર થઇ રહ્યા છે, વળતો જવાબ કંઇક આવો મળ્યો
Mohammed Shami-Rishabh Pant

Follow us on

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શામી (Mohammed Shami) એ 3 સપ્ટેમ્બરે પોતાનો 31 મો જન્મદિવસ ઉજવ્યો. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે (Rishabh Pant) ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં વ્યસ્ત શામીને મસ્ત અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

મોહમ્મદ શામીએ બાદમાં એટલા જ હાસ્યાસ્પદ રીતે જવાબ આપ્યો હતો. બંને વચ્ચેની આ વાતચીત સોશિયલ મીડિયા પર થઈ હતી. શામીને શુભેચ્છા પાઠવતા પંતે તેના ખરતા વાળ તરફ ધ્યાન દોર્યું હતુ.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

જવાબમાં શામીએ પંતના વધેલા વજનનો ઉલ્લેખ કરી તેની ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. બંને ખેલાડીઓ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે અને ટેસ્ટ શ્રેણીમાં વ્યસ્ત છે. શામીનો જન્મદિવસ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન હતો. જોકે આ ઝડપી બોલર ઈજાને કારણે ઓવલ ટેસ્ટમાં રમી શક્યો ન હતો. તે જ સમયે, પંત પણ ટીમ ઇન્ડિયાનો હિસ્સો અને તે ઓવલ ટેસ્ટ રમી રહ્યો છે.

મોહમ્મદ શામીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ઋષભ પંતે લખ્યું, મોહમ્મદ શામી ભાઈ, બાલ અને ઉંમર બંને ઝડપથી પસાર થઈ રહ્યા છે. હેપ્પી બર્થ ડે. ‘ટ્વિટની સાથે પંતે હસતુ ઇમોજી પણ પોસ્ટ કર્યુ હતુ. તેણે 3 સપ્ટેમ્બરે આ ટ્વિટ કર્યું હતું. આના માટે, શમીએ બે દિવસ પછી એટલે કે આજે 5 સપ્ટેમ્બરે જવાબ આપ્યો હતો. તેણે લખ્યું, આપણો સમય આવશે, બેટા બાલ અને ઉંમર કોઈ રોકી શકતું નથી. પરંતુ ઋષભ પંત દ્વારા સ્થૂળતાની સારવાર આજે પણ કરવામાં આવે છે.

પહેલા પણ પંતને વધારે વજને લઇને ટોણાં મળ્યા છે

પંતના વધારે વજનનો ઉલ્લેખ અગાઉ પણ ઘણી વખત થયો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર, હરિફ ટીમના ખેલાડીઓએ વજન માટે તેને ટોણો પણ માર્યો હતો. પરંતુ પંતે તેની બેટિંગથી તેમને જવાબ આપ્યો. તાજેતરના સમયમાં, તેણે પોતાની ફિટનેસ પર સખત મહેનત કરી છે. તેના કારણે તે ટીમ ઇન્ડિયાનો નંબર વન વિકેટકીપર બની ગયો છે.

દરમ્યાન શામી ભારતના મુખ્ય ઝડપી બોલરોમાંનો એક છે. ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની સફળતામાં તેની મહત્વની ભૂમિકા છે. જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા મળીને ભારતીય પેસ બોલર મુખ્ય પાત્ર છે.

ઈંગ્લેન્ડ સામે ધ ઓવલ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટમાં શામીને ઈજાના કારણે રમાડવામાં આવ્યો ન હતો. અત્યારે ભારતે આગામી મહિનાથી પાંચમી ટેસ્ટ તેમજ T20 વર્લ્ડ કપ રમાવાનો છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ શામી સાથે કોઇ જોખમ લેવા માંગતી નથી.

 આ પણ વાંચોઃ IND vs ENG: આ પૂર્વ ઇંગ્લીશ કેપ્ટનને ચેતશ્વર પુજારા માં પાકિસ્તાનનો ઇંઝમામ ઉલ હક દેખાવા લાગ્યો !

આ પણ વાંચોઃ Tokyo Paralympics: પીએમ મોદીએ રેકોર્ડ મેડલ જીતવા પર આપી શુભેચ્છા, કહ્યુ દરેક ભારતીયો સાથેની યાદો સાથે જોડાયેલ રહેશે

 

Next Article