IND vs Eng: ભારતીય ટીમના આ બે ખેલાડીઓના હાથથી ના છૂટી શકે કેચ, ઈંગ્લીશ ટીમે વિડીયો શેર કરી બતાવ્યા નામ

|

Jun 22, 2022 | 11:56 PM

ભારતીય ટીમ (Indian Cricket Team) ગુરુવારથી લેસ્ટરશાયર સામે 4 દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. જે બાદ તેણીને ઈંગ્લેન્ડના પડકારનો સામનો કરવો પડશે.

IND vs Eng: ભારતીય ટીમના આ બે ખેલાડીઓના હાથથી ના છૂટી શકે કેચ, ઈંગ્લીશ ટીમે વિડીયો શેર કરી બતાવ્યા નામ
લેસ્ટરશાયરમાં ભારતીય ટીમે પ્રેકટીસ કરી

Follow us on

ભારતીય ટીમ (Indian Cricket Team) એક ટેસ્ટ, 3 ટી-20 અને 3 વનડે મેચની સિરીઝ માટે ઈંગ્લેન્ડ પહોંચી છે. ભારતીય ટીમ T20 અને ODI શ્રેણી પહેલા ગયા વર્ષની અધૂરી ટેસ્ટ શ્રેણી પૂરી કરશે. આ પહેલા ભારત ગુરુવારથી લેસ્ટરશાયર સામે 4 દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. ઈંગ્લેન્ડના પડકારનો સામનો કરવા માટે ટીમ ઈન્ડિયા મેદાન પર જોરદાર તૈયારી કરી રહી છે. આ દરમિયાન લેસ્ટરશાયરએ 2 ભારતીય બેટ્સમેનોનો વીડિયો શેર કર્યો અને કહ્યું કે આ બંને વગર અહીં કોઈ કેચ મિસ કરી શકાય નહીં. બંને સલામત હાથ છે. ઇંગ્લિશ ટીમ લેસ્ટરશાયરએ ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Shamra) અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને સુરક્ષિત હાથ ગણાવ્યા હતા.

ટીમ ઈન્ડિયા અધૂરી ટેસ્ટ સિરીઝ પૂરી કરશે

અહીં પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય ખેલાડીઓએ નેટ્સમાં જોરદાર બેટિંગ કરી હતી. ખેલાડીઓ ફિટનેસ ડ્રીલની સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા હતા. ગયા વર્ષે ભારતે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. જ્યાં કોરોનાને કારણે શ્રેણીની 5મી અને છેલ્લી ટેસ્ટ મેચ રમાઈ શકી ન હતી. એક વર્ષ પછી, બંને ટીમો તે શ્રેણી પૂર્ણ કરશે. 5મી ટેસ્ટ મેચ 1 થી 5 જુલાઈ દરમિયાન રમાશે. આ શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. શ્રેણીની એક મેચ ડ્રો રહી હતી. આમ ભારતીય ટીમ અંતિમ મેચને ડ્રો કરશે તો પણ ભારતને જીત મેળવવાની તક છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

IPL બાદ કોહલી અને રોહિત વાપસી કરી રહ્યા છે

ભારતની નજર શ્રેણી જીતવા પર છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી વખત ઈંગ્લેન્ડમાં 2007માં ટેસ્ટ શ્રેણી જીતી હતી. એ વાત પણ ઘણી રસપ્રદ છે કે તે સમયે રાહુલ દ્રવિડ ભારતીય ટીમના કેપ્ટન હતા અને આ સમયે તેઓ મુખ્ય કોચ છે. IPL બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા મેદાનમાં પરત ફરી રહ્યા છે. બંનેને દક્ષિણ આફ્રિકા સામેની 5 T20 મેચોની હોમ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન બંનેએ પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. કોહલી પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે માલદીવમાં રજાઓ ગાળીને પરત ફર્યો છે.

Published On - 11:53 pm, Wed, 22 June 22

Next Article