IND vs ENG: આ પૂર્વ ઇંગ્લીશ કેપ્ટનને ચેતશ્વર પુજારા માં પાકિસ્તાનનો ઇંઝમામ ઉલ હક દેખાવા લાગ્યો !

|

Sep 05, 2021 | 7:57 PM

ચેતેશ્વર પુજારાએ ઓવલ ટેસ્ટ (Oval Test) માં ભારતની બીજી ઇનીંગમાં 61 રન બનાવ્યા હતા. રોહિત શર્મા સાથે શતકીય પાર્ટનરશીપ કરીને ટીમ ઇન્ડીયાને મજબૂત સ્થિતીમાં પહોંચાડ્યુ હતુ.

IND vs ENG: આ પૂર્વ ઇંગ્લીશ કેપ્ટનને ચેતશ્વર પુજારા માં પાકિસ્તાનનો ઇંઝમામ ઉલ હક દેખાવા લાગ્યો !
Cheteshwar Pujara

Follow us on

ઓવલના મેદાન (Oval Test) પર ચોથી ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઇ રહી છે. ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરતા ત્રીજા દિવસની રમતના અંતે ભારતે 171 રનની સરેરાશ મેળવી હતી. ભારતને આ સ્થિતીમાં રોહિત શર્મા (Rohit Sharma) અને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ની બીજી વિકેટની ભાગીદારી રમતે પહોંચાડ્યુ હતુ. જોકે ભાગીદારી રકમ દરમ્યાન એવુ કંઇક થયુ હતુ, જેને જોઇને ભારતીય ફેન્સને ચિંતા સર્જાઇ હતી.

રોહિત અને પુજારા વચ્ચે રન લેવાને લઇને પુજારા ઘાયલ થયો હતો. જેને લઇને ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનએ પુજારાને લઇને મોટી વાત કરી દીધી હતી. વોને કહ્યુ કે, પુજારામાં તેને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇંઝમામ ઉલ હક (Inzamam Ul haq) ના લક્ષણ દેખાય છે.

પુજારા રન લેવા માટે નોન-સ્ટ્રાઈકરના છેડે જઈ રહ્યો હતો, જ્યારે તેને પગમાં ઈજા થઈ અને તેની પીડાનો ચહેરા પર થી લગાવી શકાતો હતો. પૂજારાને તરત જ ફિઝિયોની મદદ મળી હતી. ફિઝિયોએ તેનુ નિરીક્ષણ કરીને અને તેના પગ પર ટેપ બાંધી દીધી હતી. ભારત માટે સારી વાત એ હતી કે પૂજારાએ ઉભા થઈને બેટિંગ શરૂ કરી હતી. તે પછી તે કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં દેખાયો નહોતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મારી અને ઇંઝમામની જેમ છે

વોને મીડિયા રિપોર્ટનુસાર વાતચિતમાં કહ્યુ હતુ કે, હું પુજારાને યોર્કશાયરના એ સમય થી જાણુ છુ. તે થોડા મારા જેવા છે. હું એ નહી કહુ કે, તેમની પ્રાથમિકતાની યાદીમાં ફિલ્ડીંગ ઉપર હશે. તેના પગની ઇજા એવી છે કે, તેને મેદાન થી બહાર રહેવાનો સમય મળશે તો તે રહેશે. આ પ્રકારની કેટલાક ખેલાડીઓ રહ્યા છે. ઇંઝમામ આ પ્રકારનો ખેલાડી હતો.

ઇંગ્લેન્ડના બોલરોમાં રહી આ કમી

ભારતે ત્રીજા દિવસનો અંત 3 વિકેટના નુકશાન પર 270 રન સાથે કર્યો હતો. રોહિત શર્માએ બીજી ઇનીંગમાં ટેસ્ટ કરિયરનુ આઠમું શતક લગાવ્યુ હતુ. જે શતક વિદેશી ધરતી પર પ્રથમ હતુ. આ સાથે જ પૂજારાએ રોહિતને સારી રીતે સપોર્ટ કરતા 61 રનની ઇનિંગ રમી અને બીજી વિકેટ માટે બંનેએ 153 રન જોડ્યા હતા. વોને કહ્યું કે ઇંગ્લેન્ડના બોલરોમાં બીજી ઇનિંગમાં ઇચ્છા શક્તિનો અભાવ હતો. તેણે કહ્યું, મને લાગે છે કે આ ઇંગ્લીશ હુમલો પહેલા જેવો જ છે. જ્યારે બોલ મૂવ થતો નથી, તે ચિંતાનો વિષય છે. બધું સરખું છે, પરંતુ પુજારા આવે ત્યારે તરત જ તૈનાત કરી શકાય એવો કોઈ જ બોલર નથી.

 

આ પણ વાંચોઃ IND vs ENG: મુખ્ય કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટીવ , ટીમ ઇન્ડીયાના ચાર સભ્યો આઇસોલેશનમાં ખસેડાયા

આ પણ વાંચોઃ IND vs ENG: કેએલ રાહુલને અમ્પાયર પર ગુસ્સો કરવો ભારે પડ્યો, હવે ભરવો પડશે મોટો દંડ

Next Article