IND vs ENG: બોલો, વિરાટ કોહલીના સ્થાને અન્ય ખેલાડી મેદાનમાં બેટીંગ કરવા ઉતરી પડ્યો! ગાર્ડે ધક્કા મારી બહાર કાઢ્યો, જુઓ

|

Aug 27, 2021 | 11:10 PM

રોહિત શર્મા (Rohit Sharma) આઉટ થતાં જ તે પેવેલિયન તરફ ચાલવા લાગ્યો હતો. આ તરફ વિરાટ કોહલી (Virat Kohli) મેદાનમાં આવવા માટે તૈયાર હતો, ત્યાં તેના સ્થાને પેડ-હેલ્મેટ સાથે સજ્જ બીજો જ ખેલાડી મેદાનમાં પહોંચ્યો હતો.

IND vs ENG: બોલો, વિરાટ કોહલીના સ્થાને અન્ય ખેલાડી મેદાનમાં બેટીંગ કરવા ઉતરી પડ્યો! ગાર્ડે ધક્કા મારી બહાર કાઢ્યો, જુઓ
India Vs England

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચે હેડિંગ્લે (Headingley)માં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ઈંગ્લેન્ડના બોલરોને હંફાવતી ટક્કર આપવી શરુ કરી છે. આ દરમ્યાન ઈંગ્લેન્ડના લીડ્ઝ ( Leeds Test)ના મેદાનમાં એક શખ્શે હાસ્યાસ્પદ માહોલ સર્જ્યો હતો. એક યુવક પેડ અને હેલ્મેટ પહેરીને મેદાનમાં ઘુસી આવ્યો હતો. તે વિરાટ કોહલી (Virat Kohli)ના સ્થાન પર બેટીંગ કરવા માટેની જીદ સાથે મેદાનમાં ઘુસી રહ્યો હતો. સિક્યુરીટી ગાર્ડે તેને પકડીને બહાર કાઢ્યો હતો.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

યુવકની આ હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થવા લાગ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ઘુસી આવેલા આ યુવકને મેદાનની બહાર રાખવા માટે સિક્યુરીટી ગાર્ડે કેટલી મથામણ કરવી પડી હતી. ગાર્ડ દ્વારા તેને બળજબરી પૂર્વક બહાર લઈ જવાની મહેનત કરવી પડી હતી. તેમ છતાં યુવક મેદાનમાં આવવા માટે કોશીષ કરતો રહ્યો હતો.

 

ટેસ્ટ કીટ સાથે સજ્જ થયેલો યુવક વ્હાઈટ ડ્રેસિંગમાં સજ્જ હતો, જેની વ્હાઈટ ટી શર્ટ પર જારવો નામ લખેલુ જોવા મળ્યુ હતુ. એટલે કે તેએ જ નામધારી શખ્શ હતો કે જે અગાઉ લોર્ડઝના મેદાનમાં ઘુસી આવ્યો હતો. બીજી ટેસ્ટ મેચ દરમ્યાન તે લોર્ડઝના મેદાનમાં ફિલ્ડીંગ માટે ઘુસી આવ્યો હતો.

 

જેની ટી શર્ટ પર બીસીસીઆઈનો લોગો ચિતરાવેલો હતો. જે બતાવીને તે પોતાને ઈન્ડીયન પ્લેયર તરીકે ઓળખાવી રહ્યો હતો. જે સમયે મેદાનમાં ભારતના 11 ખેલાડી ફિલ્ડીંગમાં હતા અને તે વધારાનો મેદાનમાં દોડી આવતા જ ગાર્ડે તેને બળજબરીથી બહાર કાઢ્યો હતો.

 

 

રોહિત શર્મા આઉટ થતાં જ મેદાનમાં ઘૂસ્યો

રોહિત શર્મા આઉટ થઈ પેવેલિયન પરત ફરવા લાગ્યો હતો, ત્યારે જ જારવો મેદાનમાં આવી પહોંચ્યો હતો. જે સમયે વિરાટ કોહલી મેદાનમાં રમવા માટે ઉતરનારો હતો. આમ કોહલીના સ્થાને પોતે બેટીંગ માટે જવાની કોશિષ કરવા લાગ્યો હતો. જોકે ગાર્ડે તેને બહારનો રસ્તો દર્શાવી દીધો હતો. તેની આ ઘટના લાઈવ પ્રસારણના કેમેરામાં પણ કંડારાઈ ગઈ હતી.

 

 

 આ પણ વાંચોઃ Tokyo Paralympics: ભાવિના પટેલની ઐતિહાસીક ઉપલ્બધી, મેડલ નિશ્ચિત કરી ટેબલ ટેનિસ સેમિફાઈનલમાં પહોંચી

આ પણ વાંચોઃ Afghanistan: ધડાકાઓને લઈ ક્રિકેટર રાશિદ ખાને કહ્યુ, કાબુલ લોહિલુહાણ ! દિલની પીડા સાથે કરી આ અપીલ

Next Article