IND vs ENG: ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં રજાઓ માણી રહ્યા છે અને કોહલી ફિટનેશની કાળજી લઇ રહ્યો છે, જુઓ

|

Jul 07, 2021 | 4:03 PM

ટીમ ઇન્ડીયા (Team India) ના ખેલાડીઓ હાલમાં ત્રણ સપ્તાહ ની રજાઓ ઇંગ્લેંન્ડમાં માણી રહ્યા છે. વિરાટ કોહલી (Virat Kohl) પત્નિ અનુષ્કા અને પુત્રી વામિકા સાથે ઇંગ્લેન્ડ પ્રવાસે છે.

IND vs ENG: ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં રજાઓ માણી રહ્યા છે અને કોહલી ફિટનેશની કાળજી લઇ રહ્યો છે, જુઓ
Virat Kohli

Follow us on

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે આગામી મહિના થી ટેસ્ટ શ્રેણીની શરુઆત થનારી છે. WTC ફાઇનલ મેચ રમ્યા બાદ ભારતીય ટીમ (Team India) ને ત્રણ સપ્તાહ ની રજાઓ અપાઇ હતી. આ દરમ્યાન ભારતીય ક્રિકેટરો ઇંગ્લેન્ડમાં રજાઓનો આનંદ ઉઠાવી રહ્યા છે. જોકે હવે તેમનુ આ મીની વેકેશન આગામી સપ્તાહે પૂર્ણ થઇ રહ્યુ છે. જોકે આ દરમ્યાન વિરાટ કોહલી પોતાને ફીટ રાખવા માટે એક્સરસાઇઝ કરતો રહે છે.

વિરાટ કોહલીની પહેલા બ્રેકફાસ્ટની લિજ્જત માણતો હોવાની તસ્વીર વાયરલ થઇ હતી. હવે કોહલી પોતાના ફીટનેશને લઇને ચુસ્ત હોવાનો વિડીયો સામે આવ્યો છે. કોહલી એ ખુદ જ સોશિયલ મીડિયા માં વિડીયો શેર કર્યો છે. જેમા તે એકસરસાઇઝ કરતો નજર આવી રહ્યો છે. કોહલી ડેડલિફ્ટ અને સ્ક્વોટ્સ કરતો નજર આવી રહ્યો છે. જેને લઇને ફેન્સ પણ તેના વિડીયો ખૂબ પસંદ કરી રહ્યા છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અભિનેત્રી પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) અને પુત્રી વામિકાને ઇંગ્લેંન્ડ પ્રવાસે સાથે લઇ ગયો છે. જ્યાં વિરાટ બંને સાથે ક્વોલીટી સમય આપી રહ્યો છે. વિરાટ અને અનુષ્કાના સંગાથની શાનદાર તસ્વીરો પણ અવારનવાર સામે આવતી હોય છે. જેમ કે બ્રેકફાસ્ટ વાળી તસ્વીરમાં બંને જણા એકદમ હળવા મૂડમાં જોવા મળી રહ્યા હતા.

4 ઓગષ્ટ થી શરુ થશે ટેસ્ટ શ્રેણી

આગામી 4 ઓગષ્ટ થી નોટિંધમ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાનારી છે. જ્યારે બીજી ટેસ્ટ મેચ લંડનના લોર્ડઝમાં રમાનારી છે. જે 12 થી 16 ઓગષ્ટ વચ્ચે રમાનાર છે. લીડઝ ખાતે 25 થી 29 ઓગષ્ટ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ઓવલ મેદાનમાં ચોથી ટેસ્ટ મેચ 2 સપ્ટેમ્બર થી રમાનાર છે. જ્યારે અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ 10 થી 14 સપ્ટેમ્બર વચ્ચે માંચેસ્ટરમાં રમાનાર છે. ત્યાર બાદ ટીમ સીધી જ યુએઇ આઇપીએલ માટે રવાના થશે.

આ પણ વાંચોઃ  Happy Birthday MS Dhoni: ધોનીના નામ ખૂબસૂરત યુવતીઓ સાથે જોડાયેલા રહ્યા, આ અભિનેત્રીએ કર્યો હતો ખુલાસો

Next Article