AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : ઓવલ ટેસ્ટના પહેલા જ દિવસે ઈજાગ્રસ્ત થયો આ ખેલાડી, હવે મેચમાં નહીં રમે!

ભારત સામે કેનિંગ્ટન ઓવલ ટેસ્ટમાં મોટો ઝટકો લાગ્યો છે. એક ખેલાડી રમતના પહેલા જ દિવસે ઘાયલ થઈ ગયો હતો અને હવે તેના માટે મેચમાં આગળ ભાગ લેવો ખૂબ મુશ્કેલ લાગી રહ્યો છે.

IND vs ENG : ઓવલ ટેસ્ટના પહેલા જ દિવસે ઈજાગ્રસ્ત થયો આ ખેલાડી, હવે મેચમાં નહીં રમે!
Chris Woakes injuredImage Credit source: PTI
| Updated on: Aug 01, 2025 | 4:17 PM
Share

ભારત સામે કેનિંગ્ટન ઓવલ ટેસ્ટ મેચના પહેલા દિવસે ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. પહેલા દિવસની રમતના અંત સુધી ટીમ ખૂબ સારી સ્થિતિમાં હતી, પરંતુ હવે તેમને આ મેચમાં 11 ને બદલે ફક્ત 10 ખેલાડીઓ સાથે રમવાનું રહેશે.

ક્રિસ વોક્સ થયો ઈજાગ્રસ્ત

વાસ્તવમાં, ઈંગ્લેન્ડ ટીમનો અનુભવી ખેલાડી ક્રિસ વોક્સ ફિલ્ડિંગ કરતી વખતે ઘાયલ થયો હતો. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ગુસ એટકિન્સને વોક્સની ઈજા અંગે મોટું નિવેદન આપ્યું છે. ગુસ એટકિનસનના મતે, આ ઈજા ખૂબ જ ગંભીર છે. અને હવે વોક્સ આ મેચના રમી શકશે નહીં.

ફિલ્ડિંગ કરતી વખતે થઈ ઈજા

ક્રિસ વોક્સના રૂપમાં ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફિલ્ડિંગ કરતી વખતે વોક્સ ઘાયલ થયો હતો. વાસ્તવમાં, તે બાઉન્ડ્રી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તે ખૂબ જ વિચિત્ર રીતે પડી ગયો. આ પછી, તે ખૂબ જ પીડામાં જોવા મળ્યો. વોક્સ તેના ખભાને પકડીને ઊભો હતો અને પછી તરત જ તે ક્રિકેટ મેદાન છોડીને ચાલ્યો ગયો.

મેચમાંથી થયો બહાર?

પહેલા દિવસની રમત સમાપ્ત થયા પછી ગુસ એટકિન્સને કહ્યું, ‘જ્યારે કોઈ ઘાયલ થાય છે ત્યારે તે ખૂબ જ શરમજનક બાબત છે. ક્રિસ વોક્સ માટે આ મેચમાં પાછા રમવા આવવું ખૂબ જ મુશ્કેલ લાગે છે. મને આશા છે કે આ મેચમાં અમારા બેટ્સમેન વિસ્ફોટક બેટિંગ કરશે અને અમને સારી શરૂઆત માટે પણ થોડો સમય મળશે.’

વોક્સના બહાર થવાથી ભારતને ફાયદો

ક્રિસ વોક્સની વાત કરીએ તો, તેણે આ શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે 5 મેચમાં 11 વિકેટ લીધી છે. પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં, તેણે કેએલ રાહુલની મહત્વપૂર્ણ વિકેટ લીધી જેના કારણે ટીમ ઈન્ડિયા બેકફૂટ પર આવી ગઈ હતી. વોક્સના બહાર થવાથી ઈંગ્લેન્ડની બોલિંગ લાઈનઅપ નબળી થશે અને ટીમ ઈન્ડિયાને ફાયદો થશે.

કરુણ નાયરે અડધી સદી ફટકારી

પાંચમી ટેસ્ટની વાત કરીએ તો, પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં, ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવ્યા બાદ 204 રન બનાવી લીધા છે. કરુણ નાયરે ટીમ માટે શાનદાર બેટિંગ કરી અને અણનમ 52 રન બનાવ્યા. આ મેચમાં ઓપનર યશસ્વી જયસ્વાલ મોટો સ્કોર બનાવી શક્યો નહીં અને બે રન બનાવીને આઉટ થયો. એટલું જ નહીં, કેએલ રાહુલ ફક્ત 14 રન બનાવી શક્યો.

વોશિંગ્ટન સુંદર 19 રન પર અણનમ

કેપ્ટન શુભમન ગિલ 21 રન બનાવીને ખરાબ રીતે રનઆઉટ થયો હતો. સાઈ સુદર્શને 38 રનનું યોગદાન આપ્યું જ્યારે રવીન્દ્ર જાડેજા ફક્ત 9 રન બનાવી શક્યો. ધ્રુવ જુરેલ 19 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો. કરુણ નાયર સાથે વોશિંગ્ટન સુંદર 19 રન પર અણનમ બેટિંગ કરી રહ્યો છે.

આ પણ વાંચો: IND vs ENG : શુભમન ગિલ ‘નંબર 1’ ભારતીય કેપ્ટન બન્યો, ઓવલ ટેસ્ટમાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">