IND vs ENG : ઓવલ ટેસ્ટમાંથી 3 ખેલાડીઓ બહાર, જાણો કેવી છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા. ટોસ હાર્યા બાદ કેપ્ટન શુભમન ગિલે અ નાગે જાણકારી આપી હતી. સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ આ ટેસ્ટમાં નહીં રમે. જાણો કેવી છે ભારતની પ્લેઈંગ 11.

IND vs ENG : ઓવલ ટેસ્ટમાંથી 3 ખેલાડીઓ બહાર, જાણો કેવી છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
Team India
Image Credit source: PTI
| Updated on: Jul 31, 2025 | 4:03 PM

એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ શ્રેણીની ફાઈનલ મેચ ઓવલ ખાતે શરૂ થઈ છે. આ મેચમાં ભારતીય ટીમમાં 3 ફેરફાર કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત રિષભ પંતના સ્થાને ધ્રુવ જુરેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રસિદ્ધ કૃષ્ણાને પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે કરુણ નાયરને ફરી એકવાર પ્લેઈંગ ઈલેવનમાં તક મળી છે.

ટીમ ઈન્ડિયામાં ચાર ફેરફાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થઈ છે. આ મહત્વપૂર્ણ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયામાં ચાર ફેરફારો થયા છે. ઈજાગ્રસ્ત વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતના સ્થાને ધ્રુવ જુરેલને પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી છે. ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ આ ટેસ્ટ મેચમાં રમી રહ્યો નથી. કુલદીપ યાદવને ફરી એકવાર તક મળી નથી. પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે કરુણ નાયરની પણ વાપસી થઈ છે.

 

ત્રણ ખેલાડીઓની ટીમમાં વાપસી

પાંચમી ટેસ્ટ મેચમાં મિડલ ઓર્ડર બેટ્સમેન કરુણ નાયરની વાપસી થઈ છે. તેને શાર્દુલ ઠાકુરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આકાશ દીપ ઈજા બાદ વાપસી કરી છે. તેને અંશુલ કંબોજની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, સાઈ સુદર્શનને ફરીથી તક આપવામાં આવી છે. તેણે આ ટેસ્ટ મેચમાં પોતાને સાબિત કરવું પડશે. કરુણ નાયર પર પણ સારું પ્રદર્શન કરવાનું દબાણ છે.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, કરુણ નાયર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.

આ પણ વાંચો: હાઈસ્કૂલની પ્રેમિકા સાથે લગ્ન, ચલાવે છે કરોડોનો બિઝનેસ, જાણો ઓલરાઉન્ડરની સુંદર અને સ્માર્ટ પત્ની વિશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 3:56 pm, Thu, 31 July 25