IND vs ENG: ટેસ્ટ સિરીઝ શરુ થયા પહેલા જ વધુ એક ભારતીય ખેલાડી ઘાયલ, માથામાં બોલ વાગતા ઈજા

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થયા અગાઉ જ એક બાદ એક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. શુભમન ગીલ, વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાન પહેલાથી જ આ કારણે પ્રવાસથી બહાર થઈ ચુક્યા છે.

IND vs ENG: ટેસ્ટ સિરીઝ શરુ થયા પહેલા જ વધુ એક ભારતીય ખેલાડી ઘાયલ, માથામાં બોલ વાગતા ઈજા
Mayank Agarwal injured
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 12:17 AM

ભારતીય ટીમ (Team India) ઈંગ્લેન્ડ પ્રવાસ (England Tour) પર છે, જ્યાં ટીમ ઈન્ડીયા ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમનાર છે. જોકે આ પહેલા જ ભારતીય ટીમનો વધુ એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. બુધવારથી બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થનારો છે. આ પહેલા જ ઓપનર મયંક અગ્રવાલ (Mayank Agarwal)ના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે. મયંકને મંહમદ સિરાજ (Mohammed Siraj)ના શોર્ટ પીચ બોલ પર માથામાં ઈજા પહોંચી છે. જેને લઈને તેને પ્રથમ ટેસ્ટમાંથી બહાર થવા મજબૂર થવુ પડ્યુ છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ટ્રેન્ટબ્રિઝમાં નેટ સેશન દરમ્યાન મયંક અગ્રવાલને ઈજા પહોંચી છે. BCCIએ જાહેર કરેલા નિવેદન મુજબ મેડીકલ ટીમ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી અને તેનો કન્કશન ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. આ દરમ્યાન તેનામાં કન્કશનના લક્ષણ જોવા મળ્યા હતા. આમ મંયક પ્રથમ ટેસ્ટ માટે ફિટ જણાયો નથી, જેને લઈને તેને ટીમની બહાર રાખવામાં આવ્યો છે.

જોકે મયંક અગ્રવાલ હાલમાં ઠીક છે અને તેની પર BCCIની મેડીકલ ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. મયંક અગ્રવાલ નેટ પ્રેકટીસ કરી રહ્યો હતો એ દરમ્યાન તેને માથાના પાછળના ભાગે બોલ વાગ્યો હતો. સિરાજનો સામનો કરવા દરમ્યાન શોર્ટ પીચ બોલ પર મયંકે પોતાની નજર હટાવી લીધી હતી. જેને લઈને બોલ સીધો જ તેના માથાના પાછળના ભાગે વાગ્યો હતો.

તેના બાદ તેને સમસ્યા જણાઈ હતી અને તે નીચે બેસી ગયો હતો. ત્યારબાદ તે પોતાના માથાને પાછળના ભાગને દબાયેલો જોવા મળ્યો હતો. ટીમની ફિઝીયો નિતી પટેલે તેની તપાસ કરી હતી. તે અગ્રવાલને મેદાનથી બહાર લઈ ગયા હતા. ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલા ભારતીય બેટ્સમેનોમાં સિરાજ સૌથી ઝડપી બોલીંગ કરે છે. એવામાં મયંકને બોલ પરથી નજર હટાવવાનું ભારે પડ્યુ છે.

કોણ બનશે રોહિતનો જોડીદાર?

મયંક પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ચુક્યો છે. રોહિત શર્માની સાથે કેએલ રાહુલ ઓપનર બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરી શકે છે. રાહુલે વધારે ટેસ્ટ મેચમાં ઈનીંગની શરુઆત કરી છે. જોકે હાલમાં મધ્યક્રમમાં રમવાનું પસંદ કરે છે. ટીમમાં ઓપનર બેટ્સમેન તરીકે એક વધારે વિકલ્પ બંગાળના અભિમન્યુ ઈશ્વરન છે. પરંતુ રાહુલના જ રમવાની સંભાવના વધારે છે.

ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ખેલાડી સતત ઈજા પામી રહ્યા છે. મયંકથી પહેલા શુભમન ગીલ, વોશીંગ્ટન સુંદર, આવેશ ખાન પ્રવાસથી બહાર થઈ ચુક્યા છે. તેમના સ્થાને સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શોને ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યા છે. જોકે આ બંને પણ ત્રીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડીયામાં પસંદ થવા માટે ઉપલબ્ધ નહીં થઈ શકે.

આ પણ વાંચોઃ Fouaad Mirza: ભારતીય ઘોડેસવાર ફવાદ મિર્ઝા ફાઈનલ માટે ક્વોલિફાય, હવે મેડલ માટે રમશે

આ પણ વાંચોઃ Discus throw : ઓલિમ્પિકની ડિસ્કસ થ્રો ફાઇનલમાં કમલપ્રીત કૌરની હાર , ભારતને મળી નિરાશા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">