IND vs ENG: અશ્વિનને બહાર રાખવાના અણિયાળા સવાલો પહેલા જ કોહલીએ કરી દીધો ખુલાસો, લોર્ડઝ ટેસ્ટમાં પણ દિગ્ગજ બહાર રહ્યો

|

Aug 12, 2021 | 7:25 PM

લોર્ડઝ પહેલા નોટિંગહામ ટેસ્ટમાં પણ અશ્વિનને બહાર રાખવામાં આવ્યો હતો. આમ પાંચ મેચોની સિરીઝમાં સળંગ બીજી ટેસ્ટમાં અશ્વિનને પ્રબળ દાવેદારી વચ્ચે બહાર રાખવામાં આવ્યો છે. શાર્દૂલ ઠાકુરના બહાર થવા પર અશ્વિન (Ashwin)ના સમાવેશની આશા હતી.

IND vs ENG: અશ્વિનને બહાર રાખવાના અણિયાળા સવાલો પહેલા જ કોહલીએ કરી દીધો ખુલાસો, લોર્ડઝ ટેસ્ટમાં પણ દિગ્ગજ બહાર રહ્યો
Virat Kohli-Ashwin

Follow us on

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England)વચ્ચેની પાંચ મેચોની શ્રેણી હાલમાં રમાઇ રહી છે. લોર્ડઝમાં બીજી ટેસ્ટ મેચ દરમ્યાન ભારતીય ટીમની અંતિમ ઇલેવનમાં એક માત્ર ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં શાર્દૂલ ઠાકુર (Shardul Tahkur)ના સ્થાને ઇશાંત શર્મા (Ishant Sharma) ને સમાવાયો હતો. અંતિમ ઇલેવનમાં દિગ્ગજ સ્પિનર અશ્વિન (Ravichandran Ashwin) ને નોટિંગહામ ટેસ્ટ બાદ, લોર્ડઝ ટેસ્ટ (Lords Test) માં પણ બહાર રાખવામાં આવ્યો હતો. જોકે આ દરમ્યાન કેપ્ટન કોહલીએ તે બાબતે પોતાનો મત રજૂ કર્યો હતો.

શાર્દૂલ ઠાકુરને હેમસ્ટ્રીંગ ઇજાને લઇને તેને બીજી ટેસ્ટથી બહાર રાખવો પડ્યો હતો. આ દરમ્યાન અશ્વિનને તેનુ સ્થાન લેવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો હતો. પરંતુ ઇશાંત શર્માને મોકો આપવામાં આવ્યો હતો. ઠાકુર બોલીંગ સાથે બેટીંગમાં પણ ઉપયોગી ખેલાડી છે, માટે જ આ ખોટ પૂરવા માટે અશ્વિન પર નજર સૌ કોઇની મંડરાયેલી હતી. પરંતુ તેનો સમાવેશ થયો નહોતો.

કોહલીએ ટોસ જીતવા બાદ કહ્યુ હતુ કે, તેણે 12 ખેલાડીઓને પસંદ કર્યા હતા. જેમાં અશ્વિન 12 સ્થાને હતો. જોકે ઇજાને લઇને ઇશાંત ને પરીસ્થિતીઓને જોઇને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કોહલી એ કહ્યુ, અમે અમારી ટીમમાં 12 ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી. જેનો અશ્વિન પણ એક હિસ્સો હતો. પરંતુ પિચને જોયા બાદ અને ચોથો ઝડપી બોલર અમારા માટે આક્રમક વિકલ્પ કેવી રીતે બની શકે શકે છે. તે વિચાર્યા બાદ, એક ટીમ તરીકે અમને તે વધુ યોગ્ય લાગ્યુ હતુ.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અમારે 20 વિકેટ માટે વિચારવાનુ છે

ઠાકુરને ઇજા બાદ એ વાત સ્પષ્ટ થઇ ચુકી હતી કે, ભારતીય ટીમમં પરિવર્તન થશે. જોકે મેચ પહેલા કોહલીએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો કે, ઠાકુરનો વિકલ્પ બેટીંગ કરી શકે છે કે કેમ તે ધ્યાન પર નહી રાખે. તેણે કહ્યુ હતુ કે, દરેક મેચમાં કોઇના કોઇ બેટ્સમેન માટે આગળ આવીને રન કરવાનો મોકો હોય છે.

આગળ કહયુ, રોહિત શર્મા અને લોકેશ રાહુલે સારી બેટીંગ કરી હતી, અમે એક બેટીંગ યુનિટના રુપમાં જે છે એના થી અમે ખુશ છીએ. અમને નથી લાગતુ કે, ઠાકુર બહાર જશે તો અમને બેટ્સમેનની ખોટ વર્તાશે. અમારે માટે જરુરી છે કે, અમે ટીમનુ સંતુલન બનાવી રાખીએ. જો ઠાકુર ઉપસ્થિત નથી રહેતો તો, અમારે એ વિચારવુ પડશે કે, અમે 20 વિકેટ કેવી રીતે લઇ શકીએ છીએ. આ અંગે નથી વિચારવાનુ કે, કોણ અમને રન કરીને આપી શકે છે. પ્રથમ ટેસ્ટ જેવી રીતે પસાર થઇ એના થી અમે ખુશ છીએ.

 

આ પણ વાંચોઃ IND vs ENG: કોહલીમાં ખામીઓ શોધનારાઓને રવિન્દ્ર જાડેજાએ આપ્યો સણસણતો જવાબ, કેપ્ટનની ક્ષમતાને લઇ કહ્યુ આમ

આ પણ વાંચોઃ Neeraj chopra : ગોલ્ડ મેડાલીસ્ટ નીરજ ચોપરાએ કર્યો ખુલાસો, ફાઇનલ બાદ પાકિસ્તાની ખેલાડીને કહ્યું..

Next Article