IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ભારતીય ટીમ 466 રનો સ્કોર કરી ઓલઆઉટ, ઇંગ્લેન્ડ સામે 368 રનનો વિશાળ પડકાર ખડક્યો

|

Sep 05, 2021 | 9:16 PM

ભારતીય ટીમ ઓવલ (Oval Test) માં ઐતિહાસિક જીત મેળવવાની તક ધરાવે છે. ભારતે વિશાળ પડકાર ઇંગ્લેન્ડ સામે ખડક્યો છે. ભારત 340 રન થી વધુનો પડકાર આપી હાર મેળવી નથી. જ્યારે ઇંગ્લેન્ડ એક જ વાર જીત મેળવી શક્યુ છે.

IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ભારતીય ટીમ 466 રનો સ્કોર કરી ઓલઆઉટ, ઇંગ્લેન્ડ સામે 368 રનનો વિશાળ પડકાર ખડક્યો
Rohit Sharma

Follow us on

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England ) વચ્ચે રમાઇ રહેલી 5 ટેસ્ટ મેચોની સિરીઝ હાલમાં 1-1 થી બરાબર પર છે. ઓવલ (Oval Test) માં રમાઇ રહેલી ટેસ્ટ મેચનો ત્રીજો અને ચોથો દિવસ ભારતના પક્ષે જબરદસ્ત રહ્યો હતો. ભારત તરફથી આજે ઋષભ પંત (Rishabh Pant)અને શાર્દૂલ ઠાકુરે (Shardul Thakur) જબરદસ્ત રમત રમી હતી. જેને લઇને ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતીમાં પહોંચ્યુ હતુ. ભારતીય ટીમ 466 રન કરીને ઓલ આઉટ થઇ હતી. ઇંગ્લેન્ડ સામે ભારતે 368 રનનો પડકાર રાખ્યો હતો.

વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ ચોથા દિવસની રમતની શરુઆત કરી હતી. જાડેજાએ ઝડપથી વિકેટ પ્રથમ સેશનમાં ગુમાવી દીધી હતી. તેણે 17 રન 59 બોલમાં કર્યા હતા. ત્યાર બાદ ક્રિઝ પર આવેલ અજીંક્ય રહાણે શૂન્ય પર જ પરત ફર્યો હતો. આમ ભારતીય ટીમ પર મુશ્કેલી સર્જાય તેવી પરીસ્થિતી સર્જાઇ હતી. એવામાં વિરાટ કોહલી પણ અર્ધશતક પુર્ણ કર્યા પહેલા જ કેચ આઉટ થયો હતો.

પંત-શાર્દૂલની શાનદાર ભાગીદારી

કોહલી 96 બોલમાં 44 રન કર્યા હતા. તે મોઇન અલીના બોલ પર ઓવર્ટનના હાથમાં આસાન કેચ વડે પેવેલિયન પરત ફર્યો હતો. જોકે ત્યાર બાદ ઋષભ પંત અને શાર્દૂલ ઠાકુરે ઇનીંગને સંભાળી હતી. બંને એ 100 રનની શાનદાર ભાગીદારી રમત રમી હતી. બંને એ અર્ધશતક લગાવ્યા હતા. ઋષભ પંતે 50 અને શાર્દૂલે 60 રન કર્યા હતા. તેમની રમતે ભારતને મજબૂત પડકાર તરફ આગળ વધાર્યુ હતુ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઉમેશ યાદવે અંતેમાં 2 છગ્ગા સાથે 23 બોલમાં 25 રન કર્યા હતા. બુમરાહે 4 ચોગ્ગા લગાવ્યા હતા. તેણે 24 રન કર્યા હતા. આ બંને એ ઇંગ્લેન્ડના પડકારની મુશ્કેલીઓને વધારવા માટે પ્રયાસ કર્યો હતો. યાદવ અને બુમરાહે 36 રનની ભાગીદારી રમત રમી હતી.

એન્ડરસન માટે નિરાશાની સ્થિતી રહી

એન્ડરસનને આ વખતે નિરાશ થવુ પડ્યુ હતુ. તેને માત્ર એક જ વિકેટ હાથ લાગી હતી. ક્રિસ વોક્સને 3 વિકેટ મેળવવાની સફળતા મળી હતી. તેને નવા બોલ થી વિકેટ મેળવવામાં સફળતા હાંસલ થઇ હતી. ઓલી રોબિન્સન અને મોઇન અલી એ 2-2 વિકેટ ઝડપી હતી. જો રુટને એક વિકેટ મળી હતી. આ પહેલા ઇંલેન્ડે પ્રથમ દાવની રમતમાં ભારત સામે 99 રનની સરસાઇ મેળવી હતી.

 આ પણ વાંચોઃ IND vs ENG: આ પૂર્વ ઇંગ્લીશ કેપ્ટનને ચેતશ્વર પુજારા માં પાકિસ્તાનનો ઇંઝમામ ઉલ હક દેખાવા લાગ્યો !

આ પણ વાંચોઃ Tokyo Paralympics: પીએમ મોદીએ રેકોર્ડ મેડલ જીતવા પર આપી શુભેચ્છા, કહ્યુ દરેક ભારતીયો સાથેની યાદો સાથે જોડાયેલ રહેશે

 

Next Article