IND vs ENG: રવિ શાસ્ત્રી પર કોરોના સંક્રમણ ફેલાવવાના આરોપોને લઇ પૂર્વ દિગ્ગજ આવ્યા બચાવમાં કહ્યુ, શાસ્ત્રી-કોહલીએ કોઇ ભૂલ નથી કરી
ટીમ ઇન્ડીયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા કોવિડ-1 પોઝિટીવ જણાયા હતા. તેના બાદ કેટલાક વધુ કોરોના સંક્રમણના મામલા સામે આવ્યા હતા.
ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે પાંચ મેચોની શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક પાંચમી ટેસ્ટ મેચ શુક્રવારે શરૂ થવાની હતી. પરંતુ કોવિડના કારણે તે યોજાઇ શકી ન હતી. કોવિડે ટીમ ઇન્ડિયા (Team India) ની ટીમમાં દસ્તક આપી હતી. અને તેથી ટીમના ખેલાડીઓએ માન્ચેસ્ટર ટેસ્ટ મેચ રમવાનો ઇનકાર કર્યો હતો. ટીમ ઇન્ડિયામાં સૌથી પ્રથમ કોવિડ પોઝિટીવ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) હતા.
તેમની પાછળ ટીમના બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડીંગ કોચ આર. શ્રીધર પણ આ વાયરસની ચપેટમાં આવી ગયા હતા. ટીમ ફિઝિયો નીતિન પટેલને આ કારણોસર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અન્ય ફિઝિયો યોગેશ પરમારનો પણ પોઝિટીવ ટેસ્ટ આવ્યો હતો. આ બધાને કારણે પાંચમી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી હતી. મેચ રદ્દ થયા બાદ ઘણા લોકો શાસ્ત્રીને દોષી ઠેરવી રહ્યા હતા. જેમની પાસેથી ટીમમાં આ વાયરસ ફેલાયો હતો. ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર ફારુક એન્જીનીયરે શાસ્ત્રીનો બચાવ કર્યો છે.
ચોથી ટેસ્ટ મેચ પહેલા શાસ્ત્રીએ પોતાનું પુસ્તક લોન્ચ કર્યું હતું. વિરાટ કોહલીએ પણ તેમાં ભાગ લીધો હતો. અંગ્રેજી મીડિયા અનુસાર, આ કાર્યક્રમમાં કોવિડ નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું ન હતું. અને મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યા ન હતા. ચાહકોએ તેમની પાસેથી સેલ્ફીની પણ માંગણી કરી હતી, જે તેમણે પૂરી કરી હતી.
એવું માનવામાં આવે છે કે આ કાર્યક્રમથી વાયરસ શાસ્ત્રી સુધી પહોંચ્યો જે ટીમ પાસે ગયો. ભારત ઓવલમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે શાસ્ત્રી વગર મેદાન પર પહોંચી ગયું હતું. તે, અરુણ, શ્રીધર અને પટેલ ક્વોરન્ટાઇનમાં હતા. જોકે, ફારુકને લાગે છે કે શાસ્ત્રી અને કોહલીએ પુસ્તક લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપીને કંઈ ખોટું કર્યું નથી.
શાસ્ત્રીની ભૂલ નહી
મીડિયા રીપોર્ટસમાં વાત કરતા ફારૂકે કહ્યું કે, લોકો રવિ શાસ્ત્રીને દોષી ઠેરવી રહ્યા છે. તેણે ભારતીય ક્રિકેટ માટે અદ્ભુત કામ કર્યું છે. રવિ અને વિરાટ બંનેએ દેશ માટે અદ્ભુત કામ કર્યું છે. પુસ્તક લોન્ચિંગમાં જવા માટે તમે આ બેને દોષ આપી શકતા નથી. તે લોકો હોટલની બહાર ગયા નહોતા, તેઓ અંદર હતા. કોઈને દોષ આપવો, કોઈની સામે આંગળી ચીંધવી સહેલી છે.
લોકો સેલ્ફી માટે અમારી પાસે આવતા રહે છે અને તમે દર વખતે ના કહી શકતા નથી. રવિ અને વિરાટે પણ આવું જ કર્યું અને લોકો સાથે હાથ મિલાવ્યા. તેઓ કેવી રીતે જાણશે કે કોવિડ પોઝિટીવ કોણ છે? તેથી તમે રવિ અને વિરાટને દોષ ન આપી શકો, મને લાગે છે કે તેમની સામે ઘણા આરોપો છે.