IND vs ENG: લોર્ડઝ-નોટિંગહામમાં ફ્લોપ શો, હેડિંગ્લે ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમે બે મોટા ફેરફાર કર્યા, સ્ફોટક બેટ્સમેનને બોલાવ્યો

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની હે઼ડિંગ્લે ટેસ્ટ (Headingley Test) મેચમાં ભારત સામે ઈંગ્લેન્ડે તેના ધુંઆધાર બેટ્સમેનને ઉતારવાનો નિર્ણય કર્યો છે. ઈંગ્લેન્ડની ટીમ તેને ત્રણ વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં અજમાવી રહી છે.

IND vs ENG: લોર્ડઝ-નોટિંગહામમાં ફ્લોપ શો, હેડિંગ્લે ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમે બે મોટા ફેરફાર કર્યા, સ્ફોટક બેટ્સમેનને બોલાવ્યો
England Cricket Team

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે આગામી 25 ઓગસ્ટથી હેડિંગ્લે ટેસ્ટ (Headingley Test)ની શરુઆત થશે. બંને ટીમો વચ્ચે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચોની આ ત્રીજી ટેસ્ટ મેચ રમાનારી છે. આ પહેલા જ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ (England Cricket Team)નું એલાન થઈ ચુક્યુ છે. ઈંગ્લીશ ટીમમાં બે મોટા ફેરફાર કરી દેવામાં આવ્યા છે. ડોમ સિબ્લી (Dom Sibley) અને જેક ક્રોલી (Zak Crawley)ને ટીમની બહાર કરી દેવામાં આવ્યા છે. જ્યારે તેમના સ્થાને ડેવિડ મલાન (Dawid Malan) અને ઓલી પોપ (Ollie Pope)ને સ્થાન આપવામાં આવ્યુ છે.

 

 

ડેવિડ મલાન ટી20 ફોર્મેટમાં નંબર વન બેટ્સમેન છે. મલાન લગભગ 3 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. ડાબોડી બેટ્સમેન મલાને વર્ષ 2018માં તેની અંતિમ ટેસ્ટ મેચ રમી હતી. ડેવિડ મલાને આ વર્ષે માત્ર એક જ ફર્સ્ટ કલાસ મેચ રમી છે. જેમાં તેણે 199 રનની ઈનીંગ રમી હતી. ઈંગ્લીશ ટીમ ભારત સામેની સિરીઝમાં ટોપ ઓર્ડરની નિષ્ફળતાને લઈને પરેશાન છે. પ્રથમ બંને ટેસ્ટ મેચ દરમ્યાન ટો થ્રી બેટ્સમેનોનું પ્રદર્શન નિરાશા ભર્યુ હતુ. જેનાથી મીડલ ઓર્ડર અને કેપ્ટન જો રુટ પર દબાણ વધી ગયુ હતુ.

 

 

ઈંગ્લેન્ડના ઝડપી બોલર શાકિબ મહમૂદને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે હજી સુધી ટેસ્ટ ડેબ્યૂ કર્યું નથી. પરંતુ તાજેતરના સમયમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તે આ વર્ષની શરૂઆતમાં ટીમ સાથે શ્રીલંકા અને ભારતના પ્રવાસે ગયો હતો. એવું માનવામાં આવે છે કે સાકિબ હેડિંગ્લે ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે. ડાબોડી સ્પિનર ​​જેક લીચને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. પરંતુ તે મોઈન અલી માટે સ્ટેન્ડબાય તરીકે રહેશે. ફાસ્ટ બોલર માર્ક વુડને ખભામાં ઈજા છે, પરંતુ તેને ટીમ સાથે રાખવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડની ટીમને આશા છે કે ત્રીજી ટેસ્ટ સુધીમાં તેઓ ફિટ થઈ જશે.

 

સિબ્લી અને ક્રોલીની કંગાળ રમત

ડોમ સિબલી અને જેક ક્રોલી બંને ભારત સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાં નિષ્ફળ રહ્યા હતા. ક્રોલીને બીજી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નહોતુ.જ્યારે સિબ્લી લોર્ડઝમાં રમ્યો હતો અને ખાતું ખોલાવ્યા વિના બીજી ઈનિંગમાં આઉટ થયો હતો. તેણે પોતાની છેલ્લી 15 ટેસ્ટ ઈનિંગ્સમાં માત્ર એક વખત 35 રનના આંકડાને પાર કર્યો છે. આ વર્ષે 10 ટેસ્ટમાં તેની સરેરાશ માત્ર 19.77 છે. ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લિશ ટીમ રોરી બર્ન્સ અને હસીબ હમીદને ઓપનર તરીકે ઉતારી શકે છે. ડેવિડ મલાનને ત્રીજા નંબરે રમાડી શકાય છે.

 

ઈંગ્લેન્ડ ટીમ

જો રૂટ (કેપ્ટન), જોસ બટલર (wk), ડેવિડ માલન, મોઈન અલી, સેમ કરન, ક્રેગ ઓવર્ટન, જેમ્સ એન્ડરસન, હસીબ હમીદ, ઓલી પોપ, જોની બેયરિસ્ટો, ડેન લોરેન્સ, ઓલી રોબિન્સન, રોરી બર્ન્સ, સાકીબ મહમૂદ અને માર્ક વુડ.

 

આ પણ વાંચોઃ Afghanistan: અફઘાન ક્રિકેટરોએ કેમ એકાએક મૌન ધારણ કરી લીધુ? શું છે અફઘાન ક્રિકેટનું ભવિષ્ય?

આ પણ વાંચોઃ IND vs ENG: હેડિંગ્લે ટેસ્ટ પહેલા જ ઇંગ્લેન્ડને સતાવવા લાગી, પૂર્વ કેપ્ટને કહ્યુ ટીમ પર વર્તાશે આવી અસર

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati