IND vs ENG: હેડિંગ્લે ટેસ્ટ પહેલા જ ઇંગ્લેન્ડને સતાવવા લાગી, પૂર્વ કેપ્ટને કહ્યુ ટીમ પર વર્તાશે આવી અસર

ભારત અને ઇંગ્લેન્ડ (India Vs England) વચ્ચે હાલમાં 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. લોર્ડઝ ટેસ્ટ જીતીને ભારત હવે સિરીઝમાં મજબૂત સ્થિતીમાં છે. લોર્ડઝમાં હાર મળવાને લઇને ઇંગ્લેન્ડ ટીમને લઇને હવે આ ડર સતાવવા લાગી રહ્યો છે.

IND vs ENG: હેડિંગ્લે ટેસ્ટ પહેલા જ ઇંગ્લેન્ડને સતાવવા લાગી, પૂર્વ કેપ્ટને કહ્યુ ટીમ પર વર્તાશે આવી અસર
England-Cricket-Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 8:50 PM

IND vs ENG: ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) જે રીતે લોર્ડઝ ટેસ્ટ (Lord’s Test) માં ઇંગ્લેન્ડની ટીમને પરાસ્ત કરી દીધી હતી, જેને લઇને અનેક પૂર્વ દિગ્ગજોને ચોંકાવી દીધા છે. ખાસ કરીને ઇંગ્લેન્ડ (England) ના પૂર્વ દિગ્ગજોને હવે ડર સતાવવા લાગ્યો છે કે, આની અસર બાકીની મેચોમાં પણ ટીમના પ્રદર્શન પર પડશે. ભારતીય ટીમે ચોથી અને પાંચમાં દિવસે ગરમા ગરમીથી ભરેલા માહોલમાં ઇંગ્લેન્ડને તેના જ ઘરમાં સૌથી પ્રતિષ્ઠીત મેદાન પર ખરાબ રીતે હરાવ્યુ હતુ.

ઇંગ્લેન્ડ સામે હવે લોર્ડઝ ટેસ્ટ મેચ જીતીને ભારતીય ટીમે 1-0 થી લીડ મેળવી લીધી છે. સિરીઝની ત્રીજી મેચ હવે 25 ઓગષ્ટ થી લીડ્ઝમાં રમાનાર છે. ઇંગ્લેન્ડના પુર્વ કેપ્ટન એન્ડ્ર્યૂ સ્ટોસ (Andrew Strauss) નુ માનવુ છે તે, લોર્ડઝની હારની અસર બાકી રહેલી ત્રણ મેચોમાં પણ જોવા મળશે.

સિરીઝ ની પ્રથમ મેચ વરસાદને લઇને ડ્રો થઇ ગઇ હતી. જ્યા પણ અંતિમ દિવસે ટીમ ઇન્ડિયા મજબૂત દાવેદાર હતી. વહી લોર્ડઝમાં પ્રથમ 4 દિવસની બરાબરીની ટક્કર બાદ પાંચમાં દિવસે ઇંગ્લેન્ડ પાસે મેચો પોતાના પક્ષે કબ્જે કરવાનો મોકો હતો. જોકે ભારતીય ટીમની રણનીતિએ સૌને હેરાન કરી દીધા હતા, જેનુ નુકશાન ઇંગ્લેન્ડે ભોગવવુ પડ્યુ હતુ. ભારતે ઇંગ્લેન્ડને 60 ઓવરમાં 272 રનનુ લક્ષ્ય આપ્યુ હતુ. પરંતુ 52 ઓવરમાં જ 120 રન પર જ ઇંગ્લેન્ડની ટીમને ઓલઆઉટ કરીને, ભારતે 151 રન થી જીત મેળવી હતી.

રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ

ઇંગ્લેન્ડને હાથમાં થી બાજી સરકી

આ હારમાં ભારતીય ટીમએ ક્રિકેટની કાબેલિયત ઉપરાંત શબ્દો થી પણ ઇંગ્લેન્ડની હરકતો પર જવાબ આપ્યા હતા. આમ ઇંગ્લેન્ડની હાર ને લઇને ટીમના પૂર્વ ધૂરંધરોને ચિંતા સતાવવા લાગી છે. ટીમના દિગ્ગજ પૂર્વ કેપ્ટન સ્ટ્રોસે આ અંગે પોતાની વાત રાખી હતી. તેણ કહ્યુ કે, તેઓ જીતની નજીક હતા. પરંતુ અંતિમ દિવસે લંચ પહેલા મેચ તેમના હાથમાંથી નિકળી ગઇ હતી. ટોચનો ક્રમ એકવાર ફરી થી લડખડાઇ ગયો હતો. જેના થી મધ્યમક્રમ પર દબાણ વધી ગયુ હતુ. અને ભારત પાસે તેમને આઉટ કરવા માટે ઘણી ઓવર બાકી હતી.

ઇંગ્લેન્ડ પર હારની રહેશે અસર

સ્ટ્રોસે પણ ભારતીય ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી અને કહ્યું કે તે તેના યોગ્ય છે. સ્ટ્રોસે કહ્યું, ભારત સાથે અને ખાસ કરીને વિરાટ કોહલી સાથેની કોઈપણ શ્રેણી સ્પર્ધાત્મક છે. તેણે પાંચ દિવસ સુધી જબરદસ્ત ટેસ્ટ ક્રિકેટ રમી. ભારત આ વિજયને યોગ્ય હતુ. તેણે જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ પર લાંબા સમય સુધી આ હાર ની અસર રહેશે.

ભૂતપૂર્વ ઓપનર સ્ટ્રોસે પણ ઇંગ્લેન્ડની બેટિંગ સમસ્યાઓ અંગે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. ખાસ કરીને ટોપ ઓર્ડરમાં ફેરફારની માંગ કરી હતી. તેણે કહ્યું, ઇંગ્લેન્ડ ટીમમાં ઘણી સમસ્યાઓ છે. ડોમ સિબલી ફોર્મમાં નથી. ઓલી પોપનું પરત ફરવું જરૂરી છે પરંતુ શું તેને ત્રીજા નંબર પર ઉતારવાનો યોગ્ય સમય છે? આ બધા પ્રશ્નોના ઉકેલો શોધવા પડશે.

ત્રીજી ટેસ્ટ પહેલા અનેક સમસ્યા

શ્રેણીની ત્રીજી મેચ 25 ઓગસ્ટથી લીડ્ઝ (Leeds) ના હેડિંગ્લે ખાતે રમાનારી છે. ઇંગ્લેન્ડે તે પહેલા તેની બેટિંગની સમસ્યાઓ દૂર કરવી પડશે. ટીમને માત્ર બેટિંગમાં જ નહીં, પરંતુ બોલિંગમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. કારણ કે ઝડપી બોલર માર્ક વુડની ફિટનેસ પર પ્રશ્નાર્થમાં છે. તે ભારત સામે મેચના ચોથા દિવસે ખભાની ઈજા વેઠી હતી. જોકે તેણે છેલ્લા દિવસે બોલિંગ કરી હતી, કોચ સિલ્વરવુડ હજુ સુધી તેની ત્રીજી ટેસ્ટ અંગે સંપૂર્ણ રીતે સુનિશ્ચિત નથી.

આ પણ વાંચોઃ Afghanistanમાં સરકાર બનવાનું શરુ, ઝબીહુલ્લાહ મુજાહિદને બનાવાયા સંસ્કૃતિ અને સૂચના મંત્રી

આ પણ વાંચોઃ Cabinet Decision: ખેડુતો માટે સારા સમાચાર, આવક વધારવા સરકારે લીધુ મોટુ પગલું, 11 હજાર કરોડનાં ખર્ચથી સામાન્ય લોકોને પણ થશે મોટો ફાયદો

ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">