Afghanistan: અફઘાન ક્રિકેટરોએ કેમ એકાએક મૌન ધારણ કરી લીધુ? શું છે અફઘાન ક્રિકેટનું ભવિષ્ય?
અફઘાનિસ્તાન (Afghanistan)માં વર્તમાન સ્થિતી દુનિયાની સામે છે. અફઘાનિસ્તાનમાં જ્યાં જીવની કિંમત નથી ત્યાં રમતને જીવંત રાખવાની કેટલી આશા સેવી શકાય. આ દરમ્યાન હવે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ ખેલાડીઓને સૂચના આપી છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે (Afghanistan Cricket Board) પોતાના તમામ ખેલાડીઓને મીડિયામાં કોઈ પણ નિવેદન આપવાથી મનાઈ ફરમાવી દીધી છે. બોર્ડે ખેલાડીઓને પણ કહ્યું છે કે તેઓ સોશિયલ મીડિયાથી દૂર રહે. અફઘાનિસ્તાનના એક ક્રિકેટરે TV9 સાથે આ અંગે જાણકારી આપી હતી. સુરક્ષા કારણોસર ખેલાડીએ પોતાનું નામ ગુપ્ત રાખવા માટે કહ્યું હતુ. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી આ પ્રકારની નોટીસ મૌખિક રુપે જ આપવામાં આવી છે.
આ કારણે જ અફઘાનિસ્તાનના ક્રિકેટર સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી કંઈ જ નથી લખી રહ્યા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર પણ દેશની સ્થિતી પર પણ કંઈ નથી લખવામાં આવ્યુ. જોકે આ દરમ્યાન ઘરેલુ ક્રિકેટ લીગની સ્પોન્સરશીપ માટે ટેન્ટર આપી દેવામાં આવ્યા છે.
ગત 10 ઓગસ્ટે અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાને (Rashid Khan) એક ટ્વીટ કર્યુ હતુ. તેણે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતીને લઈને પ્રભાવિત થયેલા લોકોની મદદ માટે અપીલ કરી હતી. ત્યારબાદ બે દિવસ પહેલા તેણે ફક્ત એક જ શબ્દ ટ્વીટ કર્યો હતો. ‘પીસ’ એટલે કે શાંતિ.
અફઘાનિસ્તાનના વધુ એક સ્ટાર ક્રિકેટર મહંમદ નબી (Mohammad Nabi)એ પણ કેટલાક ટ્વીટ રીટ્વીટ્સ કરી છે, જોકે તેણે લખ્યુ કંઈ જ નથી. આ બંને સ્ટાર ખેલાડીઓએ અફઘાનિસ્તાન પર તાલિબાનીઓના કબ્જા બાદ કોઈ જ ટ્વીટ નથી કરી. રાશિદ ખાન હાલમાં ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી 100 લીગમાં રમી રહ્યો છે. તે અત્યાર સુધી 8 મેચમાં 12 વિકેટ લઈ ચુક્યો છે. સૌથી વધારે વિકેટ લેનારા બોલરમાં તે નંબર વન પર છે.
Dear World Leaders! My country is in chaos,thousand of innocent people, including children & women, get martyred everyday, houses & properties being destructed.Thousand families displaced.. Don’t leave us in chaos. Stop killing Afghans & destroying Afghaniatan🇦🇫. We want peace.🙏
— Rashid Khan (@rashidkhan_19) August 10, 2021
Peace 🤲🏻🤲🏻🤲🏻🇦🇫🇦🇫🇦🇫
— Rashid Khan (@rashidkhan_19) August 15, 2021
future, as their homes are being seized. I appeal to the leaders of the world; please don’t let Afghanistan go into chaos. We need your Support. We want Peace.#PeaceforAfghanistan #FreedomforAfghanistan #StopKillingAfghans
— Mohammad Nabi (@MohammadNabi007) August 10, 2021
અફઘાનિસ્તાનની ટીમે પાકિસ્તાન સામે રમવાનું હતુ
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વનડે શ્રેણી સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં પ્રસ્તાવિત છે. જે શ્રીલંકાના હંબનટોટામાં રમાનાર છે. અગાઉ આ શ્રેણી UAEમાં રમાવાની હતી. પરંતુ IPL 2021ની બાકીની મેચ UAEમાં જ રમાવાની છે. તેથી આ શ્રેણી શ્રીલંકામાં ખસેડવામાં આવી હતી. દરમ્યાન અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના CEO હામિદ શનવારીએ કહ્યું છે કે પાકિસ્તાન શ્રેણી માટે ખેલાડીઓનો કેમ્પ આગામી 1-2 દિવસમાં શરૂ થશે. જો કે, અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિમાં આ વ્યવહારુ લાગતું નથી.
ભારતમાં રહીને ટ્રેનિંગ કરી રહી છે અફઘાન ટીમ
BCCIએ અફઘાનિસ્તાનમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે તેને ઘણી મદદ કરી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ લાંબા સમયથી ભારતમાં તાલીમ લઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે આ વર્ષના અંતમાં યોજાનાર T20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનની ટીમ ભારતના ગ્રુપ 2માં છે. હાલમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપમાં મેચ 3 નવેમ્બરે મેચ રમાનારી છે.
આ પહેલા ભારતીય ટીમે પાકિસ્તાન સામે મેચ રમવાની છે. ભારતમાં અફઘાનિસ્તાનના ક્રિકેટરોની લોકપ્રિયતાનું મુખ્ય કારણ IPL છે. રાશિદ ખાન ભારતમાં ખૂબ લોકપ્રિય ખેલાડી છે. સોશિયલ મીડિયામાં પણ ઘણા યુઝર્સે તેને ભારતીય નાગરિકતા આપવાની અને અહીંથી ક્રિકેટ રમવાની વાત કરી છે.