IND vs ENG: ભારત સામે રમાનારી બર્મિંગહામ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે ટીમની કરી ઘોષણા, ન્યુઝીલેન્ડ સામે સફળ ટીમમાં માત્ર એક ફેરફાર કર્યો

|

Jun 27, 2022 | 10:39 PM

બેન સ્ટોક્સ (Ben Stokes) ની કેપ્ટનશીપમાં ન્યુઝીલેન્ડનો સફાયો કર્યા બાદ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે (ECB) મોડી સાંજે ટીમની જાહેરાત કરી હતી, જેમાં માત્ર એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

IND vs ENG: ભારત સામે રમાનારી બર્મિંગહામ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે ટીમની કરી ઘોષણા, ન્યુઝીલેન્ડ સામે સફળ ટીમમાં માત્ર એક ફેરફાર કર્યો
Birmingham Test માટે ઈંગ્લેન્ડે ટીમ જાહેર કરી

Follow us on

ન્યુઝીલેન્ડ સામે શાનદાર જીત મેળવ્યા બાદ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે (England Cricket Team) પોતાનું ધ્યાન આગામી પડકાર તરફ વાળ્યું છે. ઈંગ્લેન્ડ અને ભારત (India vs England) વચ્ચે ગયા વર્ષે રમાયેલી ટેસ્ટ શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ 1 જુલાઈથી રમવાની છે. આ એકમાત્ર ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે બેન સ્ટોક્સ (Ben Stokes) ની કપ્તાની હેઠળ ટીમની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સોમવારે 27 જૂને ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં જીત બાદ મોડી સાંજે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ઈંગ્લિશ બોર્ડે આ મેચ માટે ન્યૂઝીલેન્ડને હરાવનાર ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ માત્ર વિકેટકીપર સેમ બિલિંગ્સને ટીમમાં સામેલ કર્યો છે.

1 જુલાઈથી બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાનારી આ ટેસ્ટ મેચ સાથે શ્રેણીનો નિર્ણય થશે. જો રૂટ અને વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળ ગયા વર્ષે શરૂ થયેલી આ શ્રેણીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ કોરોના સંક્રમણને કારણે સ્થગિત કરવામાં આવી હતી, જે ફરીથી 1 જુલાઈ 2022 માટે નક્કી કરવામાં આવી હતી. હવે આ ટેસ્ટમાં માત્ર 4 દિવસ બાકી છે અને ઈંગ્લેન્ડે તેના ખેલાડીઓની યાદી જાહેર કરી છે, જેની સામે ટીમ ઈન્ડિયાએ ટરાવવુ પડશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

ફોક્સના કવર તરીકે બિલિંગ્સ

ઈંગ્લિશ ટીમને આશા છે કે તેનો વિકેટકીપર બેન ફોક્સ ટેસ્ટ મેચ માટે સમયસર ફિટ થઈ જશે. ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી ટેસ્ટના ત્રીજા દિવસે કોરોના સંક્રમણને કારણે ફોક્સને મેચમાંથી બહાર બેસવું પડ્યું હતું. હાલમાં તે આઈસોલેશનમાં છે. સેમ બિલિંગ્સે છેલ્લી ઇનિંગ્સમાં ટેસ્ટ મેચમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું અને તેથી જ ઇંગ્લિશ બોર્ડે ફોક્સના કવર તરીકે બિલિંગ્સને ટીમમાં સામેલ કર્યો છે.

ભારતીય ટીમને ઈંગ્લેન્ડમાં લાંબા સમય બાદ શ્રેણી વિજયનો મોકો

ટીમ ઈન્ડિયા પાસે 2007 બાદ પ્રથમ વખત ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવાની તક છે. પ્રથમ ચાર મેચ બાદ ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે અને તેને માત્ર ડ્રોની જરૂર છે. જો કે, નવા કેપ્ટન તરીકે બેન સ્ટોક્સ અને નવા ટેસ્ટ કોચ તરીકે બ્રેન્ડન મેક્કુલમ સાથે, ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે ત્રણ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી, પ્રથમ જ શ્રેણીમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન ન્યુઝીલેન્ડને હરાવી. આવી સ્થિતિમાં ભારત માટે આ છેલ્લી મેચ ગત વર્ષની મેચો કરતા વધુ મુશ્કેલ બની રહી છે.

Published On - 10:23 pm, Mon, 27 June 22

Next Article