IND vs ENG: ઓવલ ટેસ્ટની પ્રથમ દિવસની રમતનો અંત, ભારતીય બેટ્સમેનોની કંગાળ રમત સામે ઈંગ્લેન્ડે 53 રનમાં 3 વિકેટ ગુમાવી

|

Sep 02, 2021 | 11:30 PM

ભારતીય ટીમ (Team India)ના બેટ્સમેનોએ કંગાળ રમત રમી હતી. કોહલી અને શાર્દૂલ ઠાકુર (Shardul Thakur) સિવાયના બેટ્સમેનોની રમત કંગાળ રહી હતી. બુમરાહે 2 વિકેટ અને ઉમેશ યાદવે રુટની વિકેટ સાથે ભારતને શાનદાર શરુઆત ઈંગ્લેન્ડ સામેની બોલીંગ ઈનીંગમાં અપાવી છે.

IND vs ENG: ઓવલ ટેસ્ટની પ્રથમ દિવસની રમતનો અંત, ભારતીય બેટ્સમેનોની કંગાળ રમત સામે ઈંગ્લેન્ડે 53 રનમાં 3 વિકેટ ગુમાવી
Jasprit Bumrah

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs Engand) વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ ઓવલ (Oval Test)માં રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમતના અંતે પ્રથમ ઈનીંગ રમતા ભારતે 191 રનનો સ્કોર કર્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ દિવસની રમતના અંતે 3 વિકેટ ગુમાવીને 53 રન કર્યા હતા. ઈંગ્લેન્ડે તેના મહત્વના બેટ્સમેન જો રુટની વિકેટ ઝડપથી ગુમાવી હતી.

 

ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે (Joe Root) ટોસ જીતીને ભારતીય ટીમને બેટીંગ માટે મેદાને ઉતરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. રુટની રણનિતી મુજબ જ પ્રથમ દિવસની રમતમાં ભારતીય ટીમ (Team India) મુશ્કેલીમાં મુકાઈ ગયુ હતુ. ભારતીય ટીમ 191 રન પર જ સમેટાઈ ગઈ હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

પ્રથમ બંને સેશન ઈંગ્લેન્ડના નામે રહ્યા બાદ અંતિમ સેશન ભારતના નામે રહ્યુ હતુ. બેટથી શાર્દૂલ ઠાકુરે તોફાની અર્ધશતક લગાવ્યુ હતુ. બાદમાં બુમરાહે 2 વિકેટ ઈંગ્લેન્ડના બંને ઓપનરોને ઝડપથી આઉટ કર્યા હતા. હસિબ હમિદ શૂન્ય રને અને રોરી બર્ન્સ 5 રન કરીને આઉટ થયો હતો. જ્યારે જબરદસ્ત ફોર્મમાં રહેલા ઈંગ્લેન્ડને કેપ્ટનની વિકેટ પણ ઝડપથી મેળવી શકાઈ હતી. રુટે 25 બોલમાં 21 રન કર્યા હતા. તેને ઉમેશ યાદવે ક્લીન બોલ્ડ કર્યો હતો. ડેવિડ મલાન 26 રન અને ક્રેગ ઓવર્ટન 1 રન સાથે રમતમાં છે.

 

ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટીંગ ઈનીંગની શરુઆત કરી હતી. ભારતીય ટીમ વતી કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને શાર્દૂલ ઠાકુરે (Shardul Thakur) અર્ધશતક લગાવ્યા હતા. ઠાકુરે જબરદસ્ત રમત રમી હતી. ઠાકુરે 36 બોલમાં 57 રન કર્યા હતા. જેમાં તેણે 3 છગ્ગા અને 7 ચોગ્ગા લગાવીને 31 બોલમાં જ તેનુ અર્ધશતક લગાવ્યુ હતુ. જે ભારત તરફથી ત્રીજુ સૌથી ઝડપી અર્ધશતક હતુ. કોહલીએ 96 બોલ રમીને 50 રન કર્યા હતા.

 

ઉમેશ યાદવે 20 બોલ રમીને 10 રન કર્યા હતા. યાદવ અને ઠાકુર વચ્ચે 63 રનની ભાગીદારી રમત રમાઈ હતી. ઠાકુરની શાનદાર રમતને લઈને બંને વચ્ચે મોટી ભાગીદારી રમત રમાઈ હતી. જે ભારતીય ટીમના પ્રથમ દાવની મોટી ભાગીદારી રહી હતી.

 

ભારત સામે વોક્સ સફળ

ભારતીય ટીમે 127 રન પર જ 7 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ઠાકુરના અર્ધશતકે ભારતની સ્થિતીને સુધારી હતી અને ભારતીય ટીમ 191 રનના સ્કોર પર પહોંચી હતી. ક્રિસ વોક્સે 4 વિકેટ હાંસલ કરી હતી. જ્યારે રોબિન્સને 3 વિકેટ મેળવી હતી. ઓવર્ટન અને એન્ડરસને 1 જ વિકેટ મેળવી હતી.

 

આ પણ વાંચોઃ IND vs ENG: એક વર્ષ બાદ ટેસ્ટ રમવા મેદાને પરત આવેલા ખેલાડીએ રોહિત શર્માને પ્રથમ ઓવરમાં જ બનાવ્યો પોતાનો શિકાર

 

આ પણ વાંચોઃ Sidharth Shukla dies: સિદ્ધાર્થ શુક્લા એક સારા ફુટબોલર પણ હતા, આ પ્રખ્યાત ફૂટબોલ ક્લબ સામે રમ્યા પણ હતા

Published On - 11:27 pm, Thu, 2 September 21

Next Article