ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈ ટેસ્ટ મેચમાં ત્રણ દિવસની રમત પૂર્ણ થઈ ગઈ છે. ભારતીય ટીમ માટે ત્રીજા દિવસની રમત પણ સફળ રહી અને હવે તે જીતની ખૂબ નજીક આવી ગઈ છે. આવી સ્થિતિમાં આ મેચ માટે રમતનો ચોથો દિવસ ઘણો મહત્વનો બની રહ્યો છે. રમતના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા તરફથી શાનદાર બેટિંગ જોવા મળી હતી, જેમાં રિષભ પંત અને શુભમન ગિલની સદી સામેલ હતી. આ પછી બોલરોએ બાંગ્લાદેશી બેટ્સમેનોને પણ પરેશાન કર્યા હતા અને દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી ચાર વિકેટ ઝડપી હતી.
મેચના ત્રીજા દિવસે ત્રણ વિકેટે 81 રનથી આગળ રમતી ટીમ ઈન્ડિયાએ ચાર વિકેટે 287 રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. રિષભ પંત અને શુભમન ગિલ તરફથી મોટી ઈનિંગ્સ જોવા મળી હતી. પંતે 109 રન બનાવ્યા જેમાં 13 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે ગિલે અણનમ 119 રન બનાવ્યા હતા. ગિલે 176 બોલની ઈનિંગમાં દસ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે 167 રનની ભાગીદારી પણ કરી હતી, જેના કારણે ભારતે બીજી ઈનિંગમાં ચાર વિકેટે 287 રન બનાવ્યા હતા અને 514 રનની લીડ મળતાં જ ઈનિંગ ડિકલેર કરી હતી.
515 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશે બીજી ઈનિંગમાં ચાર વિકેટે 158 રન બનાવ્યા હતા ત્યારે ખરાબ પ્રકાશને કારણે સાંજે 4.25 કલાકે રમત રોકવી પડી હતી. બાંગ્લાદેશને હારથી બચવા માટે હજુ 357 રન બનાવવાના છે અને રમતના બે દિવસ બાકી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા હવે જીતથી માત્ર 6 વિકેટ દૂર છે. હાલમાં બાંગ્લાદેશ તરફથી કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો અને શાકિબ અલ હસન ક્રિઝ પર છે. નઝમુલ હુસૈન શાંતોએ 51 અને શાકિબ 5 રન બનાવીને રમતમાં છે.
India strike back in the final session, taking four wickets after a strong start from Bangladesh.#WTC25 | #INDvBAN: https://t.co/cDsfWToQGB pic.twitter.com/Cxs3654LEU
— ICC (@ICC) September 21, 2024
પ્રથમ દાવમાં સદી ફટકારનાર અશ્વિને બીજી ઈનિંગમાં બોલ સાથે કમાલ કરી બતાવી. અશ્વિનને પ્રથમ દાવમાં એક પણ સફળતા મળી ન હતી. પરંતુ અત્યાર સુધી તેણે બીજી ઈનિંગમાં 3 વિકેટ ઝડપી છે. અશ્વિને શાદમાન, મોમિનુલ અને મુશફિકુરને પોતાનો શિકાર બનાવ્યો અને બાંગ્લાદેશનું ટેન્શન વધાર્યું. હવે રમતના ચોથા દિવસે અશ્વિનની નજર બાંગ્લાદેશને વહેલી તકે ઓલઆઉટ કરવા પર રહેશે.
આ પણ વાંચો: ચેન્નાઈમાં સદી બાદ રિષભ પંત પર મોટા સમાચાર, દિલ્હી કેપિટલ્સે IPL ઓક્શન પહેલા લીધો મોટા નિર્ણય
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 6:00 pm, Sat, 21 September 24