IND Vs BAN, 2nd ODI Match Live Streaming: જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો બીજી વન ડે મેચ

|

Dec 06, 2022 | 3:33 PM

Watch India vs Bangladesh Match Live: પ્રથમ વનડે મેચમાં હાર બાદ ભારતીય ટીમ 3 વનડે મેચની આ સિરીઝમાં 1-0થી આગળ ચાલી રહી છે.

IND Vs BAN, 2nd ODI Match Live Streaming: જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો બીજી વન ડે મેચ
ભારત અને બાંગ્લાદેશ
Image Credit source: Twitter

Follow us on

ભારતીય ટીમની બાંગ્લાદેશ પ્રવાસની શરુઆત ખુબ નિરાશાજનક રહી હતી. વનડે સિરીઝની પ્રથમ મેચ ખુબ રોમાંચક રહી પરંતુ ભારતીય ટીમને અહિ એક વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. યજમાન ટીમ હાલમાં સિરીઝમાં 1-0 થી આગળ ચાલી રહી છે. બીજી વનડેમાં તેની પાસે બરાબરી કરવાની તક છે. બીજી વનડે ઢાકાના શેર-એ બાંગ્લા મેદાન પર રમાશે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભારતીય ખેલાડી પર બાંગ્લાદેશ વિરુદ્ધ રવિવારના રોજ પ્રથમ વનડે મેચમાં ધીમી ઓવરના કારણે મેચ ફીનો 80 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન – કે એલ રાહુલના 70 બોલમાં 73 રન, રોહિત શર્માના 31 બોલમાં 27 રન અને શ્રેયસના 39 બોલમાં 24 રન. ભારતીય બોલરોનું પ્રદર્શન – સિરાજની 10 ઓવરમાં 3 વિકેટ, સુંદરની 5 ઓવરમાં 2 વિકેટ અને કુલદિપ સેનની 5 ઓવરમાં 2 વિકેટ.

પ્રથમ વનડેમાં ફ્લોપ રહ્યા ભારતીય બેટ્સમેન

પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમની બેટિંગ ફ્લોપ રહી હતી. કે.એલ. રાહુલને છોડીને અન્ય કોઈ બેટ્સમેન ટકી શક્યા નહિ. રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર જેવા સ્ટારથી બનેલી ભારતીય ટીમ આખી ઓવર પણ રમી શક્યા નહિ અને માત્ર 41.2 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ. બાંગ્લાદેશની ટીમ પણ સારી શરુઆત બાદ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સંધર્ષ કરતી જોવા મળી હતી. અંતે તેણે ભારતની ટીમને હાર આપી હતી.

ક્યાં રમાશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વનડે મેચ ?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વનડે મેચ બુધવારના રોજ 7 ડિસેમ્બરના રોજ રમાશે.

ક્યાં રમાશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વનડે મેચ ?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વનડે મેચ ઢાકાના શેર-એ બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે.

ક્યારે શરુ થશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વનડે મેચ ?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વનડે મેચ સવારે 11:30 કલાકે શરુ થશે અને ટોસ 11 કલાકે થશે.

ક્યાં જોઈ શકાશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વનડે મેચ ?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વનડે મેચનું લાઈવ ટેલીકાસ્ટ સોની સ્પોર્ટસ નેટવર્કની ચેનલ પર કરવામાં આવશે.

ક્યાં જોઈ શકશો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વનડે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વનડે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર જોઈ શકાશે.

Next Article