IND vs BAN: પુજારા અને શુભમનની સદી, ભારતે દાવ ડિક્લેર કર્યો, બાંગ્લાદેશ સામે 513 રનનુ રાખ્યુ લક્ષ્ય

|

Dec 16, 2022 | 4:13 PM

ભારતે 254 રનની લીડ પ્રથમ ઈનીંગમાં મેળવી હતી, બીજી ઈનીંગમાં શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારાએ શાનદાર સદી નોંધાવી હતી.

IND vs BAN: પુજારા અને શુભમનની સદી, ભારતે દાવ ડિક્લેર કર્યો, બાંગ્લાદેશ સામે 513 રનનુ રાખ્યુ લક્ષ્ય
પુજારા અને ગિલે સદી નોંધાવી

Follow us on

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચટગાંવમાં ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનીંગમાં 404 રન નોંધાવ્યા હતા. બાંગ્લાદેશની પ્રથમ ઈનીંગ ત્રીજા દિવસે સવારે 150રનના સ્કોર પર જ સમેટાઈ ગઈ હતી. આમ ભારતે 254 રનની વિશાળ લીડ સાથે 513 રનનુ લક્ષ્ય બાંગ્લાદેશને આપ્યુ હતુ. હજુ બે દિવસની રમત બાકી છે, આમ ભારત મોટી જીતની આશા સાથે ત્રીજા દિવસના અંતિમ સેશન દરમિયાન દાવ ડિક્લેકર કરી દીધો હતો.

અંતિમ શેષનમાં ચેતેશ્વર પુજારા સદી નોંધાવતા જ ભારતીય સુકાની યોજના મુજબ ઈનીંગ ઘોષિત કરી દીધી હતી. આ સમયે ભારતનો સ્કોર 258 રન નોંધાયો હતો. પુજારા પહેલા શુભમન ગિલે પણ 110 રનની શાનદાર ઈનીંગ રમી હતી.

પુજારા અને ગિલની સદી

ચેતેશ્વર પુજારાના બેટથી લાંબા સમયથી સદીની રાહ જોવાઈ રહી હતી. ચટગાંવ ટેસ્ટમાં પ્રથમ ઈનીંગ દરમિયાન પણ તેણે શાનદાર રમત દર્શાવતા 90 રનની વિશાળ રમી રમી હતી. પરંતુ તે સદી પુરી કરવાનીથી દુર રહી ગયો હતો. આ પેહલા પણ તે ઈંગ્લેન્ડમાં 91 રનની ઈનીંગ પર આઉટ થતા સદી ચુક્યો હતો. આમ તેની રાહ વધુ દુર થતી લાગી રહી હતી. પરંતુ ભારતીય ટીમ માટે દિવાલ બની રહેતા આ ખેલાડીએ આખરે ઝડપથી સ્કોર બનાવવાના પ્રયાસ સાથે રન નિકાળવા લાગ્યો હતો અને તે 100 રનના વ્યક્તિગત આંકડાને પાર કરવામાં સફળ રહ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

પુજારાની સદી સાથે જ ભારતીય કેપ્ટન કેએલ રાહુલે દાવ ડિક્લેર કરી દીધો હતો. જે સમયે વિરાટ કોહલી 19 રને રમતમાં હતો. શુભમન ગિલે પણ આ પહેલા 110 રનની ઈનીંગ રમી હતી. શુભમન ગિલ અને પુજારાના સદી વડે ભારતે બાંગ્લાદેશ સામે બીજી ઈનીંગમાં 2 વિકેટના નુક્શાન પર 258 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આમ ભારતે પ્રથમ ઈનીંગના 254 રનની સરસાઈ મળીને 513 રનુ લક્ષ્ય બાંગ્લાદેશ સામે રાખ્યુ હતુ.

પ્રથમ ઈનીંગમાં કુલદીપ-સિરાજનો તરખાટ

બાંગ્લાદેશના બેટ્મેનોને ભારતીય બોલરોએ પરેશાન કરી દીધા હતા. કુલદીપ યાદવે 5 વિકેટ પ્રથમ ઈનીંગમાં ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે 3 વિકેટ ઝડપી હતી. બંનેની બોલીંગ સામે બાંગ્લાદેશના બેટ્સમેનો ઘૂંટણિયે પડવાની સ્થિતીમાં હતા. યજમાન ટીમ માત્ર 150 રનના સ્કોર પર જ સમેટાઈ જતા ભારતને મોટી સરસાઈ મળી હતી.

બે દિવસની રમત બાકી છે અને હવે અંતિમ ઈનીંગ રમાઈ રહી છે. ભારતીય બોલરો ફરી વાર કમાલ દર્શાવશે અને મોટી જીતી ભારત નોંધાવશે તેવી આશા બંધાઈ છે.

 

 

Published On - 4:00 pm, Fri, 16 December 22

Next Article