Ind Vs Ban 1st ODI : ભારતની શરમજનક હાર, પૂંછડિયા બેટ્સમેનો એ બાંગ્લાદેશને અપાવી જીત

આજથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વન ડે સીરીઝની શરુઆત થઈ હતી. પ્રથમ વન ડેમાં ભારતીય ક્રિકેટ ટીમે બેટિંગમાં ખરાબ પ્રદર્શન કરીને 186 રન બનાવ્યા હતા.

Ind Vs Ban 1st ODI : ભારતની શરમજનક હાર, પૂંછડિયા બેટ્સમેનો એ બાંગ્લાદેશને અપાવી જીત
Ind Vs Ban 1st ODI resultImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2022 | 7:59 PM

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં બાંગ્લાદેશ પ્રવાસે છે. આજથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વન ડે સીરીઝની શરુઆત થઈ હતી. પ્રથમ વન ડેમાં ભારતીય ક્રિકેટ ટીમે બેટિંગમાં ખરાબ પ્રદર્શન કરીને 186 રન બનાવ્યા હતા. આખી ભારતીય ટીમ 41મી ઓવરમાં જ આઉટ થઈ ગઈ હતી. આજની આ રોમાંચક મેચમાં બોલિંગ અને ફિલ્ડિંગને કારણે ભારતીય ટીમ પોતાનો દબદબો બનાવી શકી હતી. અંતે 187 રનના ટાર્ગેટનો પીછો કરતી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમે 1 વિકેટથી રોમાંચક જીત મેળવી હતી.

પ્રથમ વન ડેમાં ભારતીય ટીમ જીતની દાવેદાર માનવામાં આવતી હતી. પણ બાંગ્લાદેશની ટીમે ભારત સામે રોમાંચક જીત મેળવી હતી. બાંગ્લાદેશમા મેહેદી હસન મિરાજની શાનદાર બેટિંગને કારણે બાંગ્લાદેશની જીત થઈ હતી. બાંગ્લાદેશના બોલરોએ નવમી ઓવર માટે 50 રનની પાર્ટનશિપ કરીને બાંગ્લાદેશને જીત અપાવી હતી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આજની પ્રથમ વન ડે માં વરસાદની કોઈ સંભાવના ન હતી. પણ ભારતીય બેટ્સમેનો રનનો વરસાદ કરે તેવી આશા સૌને હતી. આ આશા પર ભારતીય બેટ્સમેનો ખરા ઉતરી શક્યા નહીં. ફેન્સને આશા કહી કે વિરાટ કોહલી જેવા બેટ્સમેન વન ડેમાં ટી20 જેવો દેખાવ કરશે, પણ ભારતીય ટીમને પહેલા ત્રણ બેટ્સમેન 50 રનની અંદર આઉટ થઈ ગયા હતા. માત્ર કે એલ રાહુલના હાફ સેન્ચુરીને કારણે ભારતીય ટીમ સન્માન જનક સ્કોર બનાવી શકી હતી. બાંગ્લાદેશ હવે 3 મેચોની વન ડે સીરીઝમાં 1-0થી આગળ છે.

ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન – કે એલ રાહુલના 70 બોલમાં 73 રન, રોહિત શર્માના 31 બોલમાં 27 રન અને શ્રેયસના 39 બોલમાં 24 રન

ભારતીય બોલરોનું પ્રદર્શન – સિરાજની 10 ઓવરમાં 3 વિકેટ, સુંદરની 5 ઓવરમાં 2 વિકેટ અને કુલદિપ સેનની 5 ઓવરમાં 2 વિકેટ

વિરાટ કોહલીનો જોરદાર કેચ

ભારતીય ટીમના ઓફ સ્પિનર વોશિંગટન સુંદર 24મી ઓવર નાંખી રહ્યા હતા. તેમણે ઓવરની ત્રીજી બોલ શાકિબને નાંખી હતી. તે બોલને શાકિબ કવર ઉપરથી મારવા ગયો પણ વિરાટ કોહલીની જોરદાર ફિલ્ડિંગને કારણે તે આઉટ થયો. એક્સ્ટ્રા કવર્સ પર ઉભેલા વિરાટ કોહલીએ હવામાં છંલાગ લગાવી જમણા હાથથી કેચ પકડી શાકિબને પેવેલિયન મોકલ્યો હતો. આ શાનદાન કેચનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ફેન્સ વિરાટ કોહલીની ખુબ પ્રસંશા કરી રહ્યા છે.

આ હતી ભારત અને બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન

બાંગ્લાદેશ પ્લેઈંગ ઈલેવન: લિટન દાસ (કેપ્ટન), અનામુલ હક, નજમુલ હુસૈન, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, એમએચ મિરાજ, હસન મહમુદ, મુસ્તફિઝુર રહેમાન, ઈબાદત હુસૈન

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, શાહબાઝ અહેમદ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મોહમ્મદ સિરાજ, કુલદીપ સેન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">