મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ શરુ થઈ ચૂકી છે. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરી રહી છે. પહેલા દિવસે જ ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આમને સામને ટકરાતા જોવા મળ્યા છે. બંન્ને ખેલાડીઓ વચ્ચે તુતુ મેમે જોવા મળી છે. જે બંન્ને ખેલાડીઓની ટકકર થઈ છે. તેમાં ભારતનો વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી ડેબ્યુ કરનાર 19 વર્ષનો કૉન્સ્ટસ હતો.
વિરાટ કોહલી વર્લ્ડ ક્રિકેટમાં પોતાના એગ્રેસન માટે ફેમસ છે પરંતુ સેમ કોન્સ્ટસે તો વિચાર્યું પણ નહિ હોય કે, તેનો સામનો વિરાટ કોહલી સાથે આ એગ્રેસનથી પોતાના કરિયરની પહેલી જ ટેસ્ટ ઈનિગ્સ દરમિયાન થશે.મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની 10મી ઓવર પૂર્ણ થતાં કાંઈ આવું જોવા મળ્યું હતુ.
Virat Kohli and Sam Konstas exchanged a heated moment on the MCG. #AUSvIND pic.twitter.com/QL13nZ9IGI
— cricket.com.au (@cricketcomau) December 26, 2024
ઓસ્ટ્રેલિયાની 10મી ઓવર પૂર્ણ થતા વિરાટ કોહલી સામેથી ચાલીને આવતો હતો અને સેમ કોન્સ્ટસને પોતાનો ખંભો મારે છે. હવે એક્શન પર રિએક્શન પણ આવવાનું જ છે. કોહલીએ ખભો મારતા જ કોન્સ્ટસ તેની સાથે બોલાચાલી કરવા લાગે છે.
હવે વિરાટ કોહલીએ જાણી જોઈને કર્યું કે અજાણતા, આઈસીસી આની તપાસ કરશે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ હોય અને કોઈ ઘટના ન બને તેવું શક્યું નથી. વિરાટ અને કોન્સ્ટાસ વચ્ચે જે MCGમાં જોવા મળ્યું તે હેરાન કરી દેનાર ઘટના હતી. વિરાટ કોહલી સાથે જ્યારે સેમ કોન્સ્ટાસની ટકકર થઈ ત્યારે તે 27 રન બનાવીને રમી રહ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ તેમણે 33 રન બનાવ્યા હતા. એટલે કે, તેમણે ટેસ્ટ કરિયરની પહેલી ઈનિગ્સમાં 60 રન બનાવી આઉટ થયો હતો.
ICCના નિયમ અનુસાર ક્રિકેટમાં જાણી જોઈને ટકરાવવું તેની મનાઈ છે. આવી ઘટનાઓમાં ખેલાડીઓ લેવલ-2 હેઠળ દોષી માનવામાં આવે છે. તપાસમાં વિરાટ કે કોન્સ્ટસ જે રીતે ટકકર જોવા મળી.તેનાથી 3 થી 4 ડિમેરિટ પોઈન્ટનું નુકસાન થઈ શકે છે.