IND vs AUS : રવીન્દ્ર જાડેજાને ચાલુ મેચમાં આ વસ્તુ કાઢવાનું કહેવામાં આવ્યું, સ્મિથની ફરિયાદને કારણે મેચ રોકવી પડી

|

Mar 04, 2025 | 5:31 PM

દુબઈમાં રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમીફાઈનલ મેચમાં રવીન્દ્ર જાડેજાના કારણે રમત થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. વાસ્તવમાં જાડેજા હાથમાં સફેદ પટ્ટી બાંધીને બોલિંગ કરી રહ્યો હતો. પરંતુ સ્ટીવ સ્મિથે આ અંગે અમ્પાયરને ફરિયાદ કરી. આ પછી અમ્પાયરે જાડેજાનો પાટો કઢાવી નાખ્યો હતો.

IND vs AUS : રવીન્દ્ર જાડેજાને ચાલુ મેચમાં આ વસ્તુ કાઢવાનું કહેવામાં આવ્યું, સ્મિથની ફરિયાદને કારણે મેચ રોકવી પડી
Ravindra Jadeja
Image Credit source: PTI

Follow us on

દુબઈના મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમના બોલરો અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી હતી. મેચ દરમિયાન એક ક્ષણ એવી આવી જ્યારે રવીન્દ્ર જાડેજાએ માર્નસ લાબુશેનને કેચ પકડ્યો અને તેને રન લેવા દીધો નહીં, પરંતુ તે પહેલા જ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે જાડેજાના હાથ પરની પટ્ટી અંગે ફરિયાદ કરી, જેને બાદમાં અમ્પાયરે દૂર કરાવી દીધી હતી. આ કારણે રમત પણ થોડા સમય માટે બંધ થઈ ગઈ હતી.

મેચની વચ્ચે જ જાડેજાની પટ્ટી કઢાવવામાં આવી

આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 19મી ઓવરમાં જોવા મળી હતી. રવીન્દ્ર જાડેજાએ 19મી ઓવર ફેંકી. પરંતુ ઓવરના પહેલા જ બોલ પર જાડેજાના ડાબા હાથ પરથી પાટો નીકળી ગયો. સ્ટીવ સ્મિથે અમ્પાયરને જાડેજાના હાથ પર બાંધેલી સફેદ પટ્ટી અંગે ફરિયાદ કરી હતી. વાસ્તવમાં સ્ટીવ સ્મિથને જાડેજાની પટ્ટીમાં સમસ્યા હતી તેથી તે અમ્પાયર પાસે ગયો. આ પછી અમ્પાયરે જાડેજા પરથી પાટો હટાવી દીધો. આ કારણે રમત પણ થોડા સમય માટે રોકવી પડી હતી.

જાડેજાએ લાબુશેન-ઈંગ્લિસને આઉટ કર્યો

સ્ટીવ સ્મિથે 19મી ઓવરમાં જાડેજાની પટ્ટી કાઢી નાખી અને 23મી ઓવરમાં જાડેજાએ ઓસ્ટ્રેલિયાના મિડલ-ઓર્ડર બેટ્સમેન માર્નસ લાબુશેનની વિકેટ લીધી. 23મી ઓવરનો ત્રીજો બોલ સીધો લાબુશેનના ​​પેડ પર વાગ્યો. અમ્પાયરે આંગળી ઉંચી કરી અને લાબુશેન આઉટ થયો. લાબુશેને DRS પણ ન લીધો. લાબુશેન 36 બોલમાં ફક્ત 29 રન જ બનાવી શક્યો. આ ઉપરાંત જાડેજાએ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર જોશઈંગ્લિસની વિકેટ પણ લીધી. ઈંગ્લિસ 12 બોલમાં ફક્ત 11 રન જ બનાવી શક્યો.

SRHની હાર બાદ કાવ્યા મારનને આવ્યો ગુસ્સો
શાર્દુલ ઠાકુરની પત્ની બેકરીની માલિક છે, જુઓ ફોટો
70ની ઉંમરમાં રેખા ફરી બની ઉમરાવ જાન ! ચહેરાનો નૂર જોઈ દિવાના થયા લોકો
29 માર્ચે શનિ અને રાહુનો મહાસંયોગ ! આ 4 રાશિઓ થઈ જશે માલામાલ
આજે અચાનક 15% વધ્યો આ શેર...હવે કંપની બોનસ પણ આપશે, રોકાણકારો થયા ગદગદ!
'સિકંદર'નો વિલન સલમાન ખાન કરતાં વધુ ભણેલો છે, જાણો

હેડ-કોનોલી પણ સસ્તામાં પરત ફર્યા

માર્નસ લાબુશેન ઉપરાંત, બંને ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડ અને કૂપર કોનોલીએ પણ સસ્તામાં પોતાની વિકેટ ગુમાવી દીધી અને પેવેલિયન પરત ફર્યા. હેડે 33 બોલમાં 39 રનની ઈનિંગ રમી. વરુણ ચક્રવર્તીએ તેને પોતાના સ્પિનમાં ફસાવી દીધો અને તેને પોવેલિયન મોકલી દીધો. કૂપરની વિકેટ ઝડપી બોલર મોહમ્મદ શમીએ લીધી હતી. કૂપર 9 બોલમાં પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહીં.

આ પણ વાંચો: IND vs AUS : પહેલા જ બોલે મોહમ્મદ શમીએ કરી મોટી ભૂલ, ટ્રેવિસ હેડનો આસાન કેચ છોડ્યો, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:30 pm, Tue, 4 March 25