WTC Final 2021 India vs New Zealand live streaming: જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે મેચ

|

Jun 18, 2021 | 12:16 PM

WTC Final 2021 India vs New Zealand live streaming: ઇંગ્લેંડના સાઉથમ્પ્ટનમાં રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઇનલને નિહાળવા માટે પ્રશંસકોમાં ગજબનો ઉત્સાહ છે.

WTC Final 2021 India vs New Zealand live streaming: જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે મેચ
ICC World Test Championship Final

Follow us on

WTC Final 2021 India vs New Zealand live streaming: ઇંગ્લેંડના સાઉથમ્પ્ટનમાં રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલને નિહાળવા માટે પ્રશંસકોમાં ગજબનો ઉત્સાહ છે. આજે શુક્રવારે રમાનાર ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચેની ફાઇનલ મેચ તટસ્થ સ્થળે રમાનારી છે.

2019 થી શરુ થયેલ ટેસ્ટ ચેમ્પિયશનીપ ટૂર્નામેન્ટના પરિણામનો જંગ રમાનાર છે. જેને લઇને બંને ટીમો ટ્રોફી પોતાના હાથમાં ઉંચકવા માટે તમામ શ્રેષ્ઠ પ્રદર્શન મેદાનમાં દર્શાવશે. વિરાટ કોહલી (Virat Kohli) અને કેન વિલિયમસન (Kane Williamson) પોતાની સઘળી તાકાત દર્શાવતી રમતની આગેવાની નિભાવશે.

ચેમ્પિયન બનનારી ટીમને આઇસીસી દ્રારા 16 લાખ ડોલર એટલે કે, 11.72 કરોડ રુપિયાનુ રોકડ ઇનામ મળશે. ફાઇનલ મેચમાં હારનારી ટીમને આઠ લાખ ડોલર મળશે. એટલે કે, 5.86 કરોડ રુપિયા મળશે. ત્રીજા સ્થાન પર રહેવા વાળી ટીમને પણ 3.3 કરોડ રુપિયાની રકમ મળનારી છે. ફાઇનલ મેચ જીતનારી ટીમને ચેમ્પિયન ટ્રોફી ગદા અર્પણ કરવામાં આવશે. જો મેચ ટાઇ કે ડ્રોમાં પરિણમશે તો, બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરાશે. ઇનામી રકમ પણ બંને ટીમોને સરખે હિસ્સે વહેંચવામા આવશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ક્યારે અને ક્યાં રમાશે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ની WTC Final ?

WTC ની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 થી 22 જૂન 2021 દરમ્યાન સાઉથમ્પ્ટનના રોઝ બાઉલમા રમાશે.

ક્યારે શરુ થશે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે WTC Final ?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે WTC Final ભારતીય સમયાનુસાર બપોરે 3.00 કલાકે શરુ થશે. મેચ માટે ટોસ બપોરે 2.30 કલાકે ઉછાળવામાં આવશે.

ક્યા થશે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની WTC Final નુ લાઇવ ટેલીકાસ્ટ ?

WTC Final નું લાઇવ ટેલીકાસ્ટ અંગ્રેજીમાં સ્ટાર સ્પોર્ટસ 1 અને સ્ટાર સ્પોર્ટસ 1 HD પર કરાશે. તેમજ હિન્દીમાં સ્ટાર સ્પોર્ટસ 1 હિન્દી અને સ્ટાર સ્પોર્ટસ 1 HD પર કરવામાં આવશે. આ ઉપરાંત ડીડી સ્પોર્ટસ પર પણ મેચનુ લાઇવ પ્રસારણ કરવામાં આવશે.

ક્યા થશે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી WTC Final Live સ્ટ્રીમીંગ ?

WTC Finalની લાઇવ સ્ટ્રીમીંગ હોટસ્ટાર પર પણ ઉપલબ્ધ રહેશે. મેચ Jio Tv એપ પર પણ ઉપલબ્ધ રહેશે.

Next Article