ICCએ નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે અને મોટા સમાચાર એ છે કે ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન અને વિસ્ફોટક ઓપનર યશસ્વી જયસ્વાલે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી નવમા સ્થાને છે અને હવે યશસ્વી જયસ્વાલ આઠમા સ્થાને પહોંચી ગયો છે. યશસ્વીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ 712 રન બનાવ્યા હતા, તેની એવરેજ પણ 89 હતી અને તેને કારણે તેને ICC ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો હતો.
યશસ્વી જયસ્વાલે ગયા વર્ષે જ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. આ પછી આ ખેલાડીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં પણ સારી બેટિંગ કરી હતી. યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના બેટમાંથી બે બેવડી સદી આવી. યશસ્વીએ હાલમાં 68 થી વધુની એવરેજથી 1028 ટેસ્ટ રન બનાવ્યા છે. તેના આ પ્રદર્શને તેને ICC ટેસ્ટ રેન્કિંગમાં વિરાટથી આગળ કરી દીધો છે.
Yashasvi Jaiswal’s ICC Test Rankings:
Before England series – 69.
After England series – 8.
He climbs 61 spots in last just one and half months in Test cricket – Yashasvi Jaiswal is here to rule World Cricket. ⭐ pic.twitter.com/qad7YDNJ8L
— CricketMAN2 (@ImTanujSingh) March 13, 2024
જો કે, ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 ભારતીય બેટ્સમેન રોહિત શર્મા છે. ICC ટેસ્ટ રેન્કિંગમાં રોહિત શર્મા છઠ્ઠા સ્થાને છે. રોહિતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ સારી બેટિંગ કરી હતી. આ સીરીઝ પહેલા તે ટોપ 10માંથી બહાર હતો પરંતુ હવે તે છઠ્ઠા નંબર પર આવી ગયો છે.
Topping The Charts!
Say hello to the ICC Men’s No. 1 Ranked Bowler in Tests
Congratulations, R Ashwin #TeamIndia | @ashwinravi99 pic.twitter.com/zVokxiJfdn
— BCCI (@BCCI) March 13, 2024
ટીમ ઈન્ડિયાના ઓફ સ્પિનર આર અશ્વિને ફરી એકવાર ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1નું સ્થાન હાંસલ કર્યું છે. અશ્વિને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ 26 વિકેટ લીધી હતી. અશ્વિને ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહને પછાડ્યો હતો, જે નંબર 1 પર કબજો જમાવી બેઠો હતો. બુમરાહે ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં 19 વિકેટ લીધી હતી. જોકે તેણે અશ્વિન કરતાં એક ટેસ્ટ મેચ ઓછી રમી હતી. આ જ કારણ છે કે તેણે નંબર 1 રેન્કિંગ પણ ગુમાવવું પડ્યું.
આ પણ વાંચો : લાંબા વાળમાં પહેલા કરતા વધુ ફિટ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સને ફરી ટાઈટલ જીતાડવા તૈયાર