ICC Test Ranking: ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10માંથી વિરાટ કોહલી OUT, 2053 દિવસ પછી આવી દુર્દશા

|

Jul 06, 2022 | 5:51 PM

વિરાટ કોહલી (Virat Kohli) એજબેસ્ટન ટેસ્ટમાં ફ્લોપ રહ્યો હતો,ત્યારબાદ તે ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10માંથી બહાર થઈ ગયો છે. 6 વર્ષ બાદ કોહલી ટોપ 10 ટેસ્ટ રેન્કિંગમાંથી બહાર થયો છે,

ICC Test Ranking: ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10માંથી વિરાટ કોહલી OUT, 2053 દિવસ પછી આવી દુર્દશા
ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10માંથી વિરાટ કોહલી OUT
Image Credit source: PTI

Follow us on

ICC Test Ranking: વિરાટ કોહલી (Virat Kohli) છેલ્લા અઢી વર્ષથી વધુ સમય સુધી સદી લગાવી શક્યો નથી હવે આ દિગ્ગજ બેટ્સમેનને વધુ એક ઝટકો લાગ્યો છે, વિરાટ કોહલી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10માંથી બહાર થયો છે, બુધવારે જાહેર થયેલા નવા ટેસ્ટ રેન્કિંગ ( Test Ranking)માં વિરાટ કોહલી 13માં સ્થાને નીચે આવ્યો છે, વિરાટ કોહલી એજબેસ્ટન ટેસ્ટ પહેલા 10માં સ્થાન પર હતો પરંતુ તે ખરાબ પ્રદર્શનને લઈ 3 સ્થાનનું નુક્શાન થયું છે, તેનું સ્થાન એજબેસ્ટન ટેસ્ટની બંન્ને ઈનિગ્સમાં સદી ફટકાવનાર જોની બેરસ્ટો લીધું છે, તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી છેલ્લા 6 વર્ષથી ટોપ 10માં હતો પરંતુ 2053 દિવસ બાદ તેમણે બહાર થવું પડ્યું છે,

વિરાટ કોહલીનું ખરાબ ફૉમ જવાબદાર

તમને જણાવી દઈએ કે, ટૉપ 10માંથી બહાર થવાનું કારણ ખરાબ પ્રદર્શન છે, વિરાટ કોહલીનું છેલ્લા 2 વર્ષથી ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ પ્રદર્શન રહ્યું છે, વિરાટ કોહલીએ છેલ્લા 2 વર્ષમાં 16 ટેસ્ટ મેચ રમી છે આ દરમિયાન તેના બેટમાંથી 29.78ની એવરેજથી માત્ર 834 રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટના બેટમાંથી એક પણ સદી નીકળી નથી. વિરાટ માત્ર 6 અડધી સદી ફટકારી શક્યો છે, તે 4 વખત 0 પર આઉટ થયો છે,

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

 

 

ટેસ્ટ રેન્કિંગમાં ઋષભ પંતનો જલવો

તમને જણાવી દઈએ કે, બેટ્સમેન જો રુટ નંબર પર છે, જો રુટ અકમાત્ર બેટ્સમેન છે જેમણે 900થી વધુ રેટિંગ પોઈન્ટ છે, બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન છે જેમણે 879 રેટિંદ પોઈન્ટ છે, સ્ટીવ સ્મિથ ત્રીજા અને બાબર આઝમ ચોથા નંબર પર છે, તમને જણાવી દઈએ કે, ઋષભ પંત રેન્કિંગમાં પાંચમા નંબર પર છે પંત ભારતના ટોપ ટેસ્ટ રેન્કમાં બેટ્સમેન બની ગયો છે, રોહિત શર્મા 9માં નંબર પર ક્બજો કર્યો છે,

જોની બેરસ્ટોનું સન્માન મળ્યું

ઈંગ્લેન્ડના બેટ્સમેન જોની બેરસ્ટોને પણ ટેસ્ટ ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શન માટે ટોપ 10 રેન્કિંગમાં સ્થાન મેળવવાનું સન્માન મળ્યું છે. બેયરસ્ટો 10માં નંબરે પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે, બેયરસ્ટોએ છેલ્લી પાંચ ટેસ્ટ ઈનિંગ્સમાંથી ચારમાં સદી ફટકારી છે. તેની એવરેજ 190થી વધુ છે.

Next Article