ICC T20 World Cup: ભારત અને પાકિસ્તાન એક જ ગૃપમાં સામેલ, જાણો ટીમ ઇન્ડીયાનુ પુરુ શિડ્યૂલ

|

Sep 09, 2021 | 7:42 AM

UAE માં 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ICC T20 વર્લ્ડ કપમાં 12 ટીમો ભાગ લઈ રહી છે. આ 12 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતને બીજા ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ICC T20 World Cup: ભારત અને પાકિસ્તાન એક જ ગૃપમાં સામેલ, જાણો ટીમ ઇન્ડીયાનુ પુરુ શિડ્યૂલ
Team India

Follow us on

BCCI એ આગામી મહિને યોજાનારા ICC T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2021) માટે ટીમની જાહેરાત કરી છે. આ વખતે ભારત T20 વર્લ્ડ કપનુ આયોજક છે. જોકે BCCI કોરોનાને કારણે ભારતને બદલે UAE માં તેનું આયોજન કરી રહ્યું છે. ટુર્નામેન્ટમાં 12 ટીમો ભાગ લઈ રહી છે જે બે અલગ અલગ ગ્રુપમાં વહેંચાયેલી છે. આઈસીસી T20 રેન્કિંગમાં ટોચની આઠ ટીમો ઉપરાંત ક્વોલિફાયર રાઉન્ડમાંથી ચાર ટીમો પસંદ કરવામાં આવશે.

ગ્રુપ 1 અને ગ્રુપ 2 સહિત કુલ આઠ ટીમો સુપર 12 માં પોતાનું સ્થાન બનાવી ચૂકી છે. હવે બાકીની આઠ ટીમો સુપર 12 માં સ્થાન મેળવવા માટે પ્રથમ રાઉન્ડમાં ક્વોલિફાયર રમતી જોવા મળશે. આ આઠ ટીમો ગ્રુપ A અને ગ્રુપ B માં વહેંચાયેલી છે. બંને જૂથની ટોચની બે ટીમો સુપર 12 માં સ્થાન મેળવશે.

ગ્રુપ 2 માં ભારતનો સમાવેશ

આ ટુર્નામેન્ટમાં ભારતને બીજા ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમ ઇન્ડિયા 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની શાનદાર મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) બંનેને આ વર્લ્ડ કપના ગ્રુપ 2 માં રાખવામાં આવ્યા છે. આ બે ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને પણ ભારતના ગ્રુપમાં સમાવવામાં આવ્યા છે. અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા પછી, તેના રમવા વિશે શંકા હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ગ્રુપ -1: ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, A1 અને B2 વિજેતાઓ

ગ્રુપ -2: ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, A2 અને B1 વિજેતાઓ

ટુર્નામેન્ટમાં ભારતનું શિડ્યૂલ

24 ઓક્ટોબર – ભારત vsપાકિસ્તાન
31 ઓક્ટોબર – ભારત vs પાકિસ્તાન
3 નવેમ્બર – ભારત vs અફઘાનિસ્તાન
5 નવેમ્બર – ક્વોલિફાયર vs ભારત (ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ગ્રુપ બીનો વિજેતા)
8 નવેમ્બર-ક્વોલિફાયર vs ભારત (ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ગ્રુપ એમાંથી રનર અપ ટીમ)

ક્વોલિફાયર રાઉન્ડમાં આઠ ટીમો

રાઉન્ડ -1 માં આઠ ટીમો હશે, જેમાં ઓટોમેટિક ક્વોલિફાયર શ્રીલંકા અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. આ ટીમો ક્વોલિફાઇંગ ઇવેન્ટ્સ દ્વારા ટુર્નામેન્ટમાં સ્થાન મેળવનાર છ ટીમો સામે રમશે. આયર્લેન્ડ, નેધરલેન્ડ, નામીબીયા ગ્રુપ એમાં શ્રીલંકા સાથે હશે જ્યારે ઓમાન, પીએનજી, સ્કોટલેન્ડ અને બાંગ્લાદેશ ગ્રુપ બીમાં હશે. આ બે ગ્રુપની ટોચની બે ટીમો સુપર 12 માં સામેલ થશે.

T20 વિશ્વકપ માટે 15 સભ્યની ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી, આર અશ્વિન, રાહુલ ચહર, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તી.

સ્ટેન્ડ બાય ખલાડીઃ શ્રેયસ ઐયર, શાર્દુલ ઠાકુર અને દીપક ચાહર.

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021 માટે ટીમ ઇન્ડીયાનુ BCCI એ કર્યુ એલાન, 15 ધૂરંધરોના બળ પર જીતાશે વિશ્વકપ!

 

આ પણ વાંચોઃ T20 World Cup: જય શાહે લગાવ્યો માસ્ટર સ્ટ્રોક! દુબઈમાં ધોનીને વાત કરી અને ટીમ ઈન્ડીયા સાથે મહત્વની ભૂમિકા માટે કર્યો સામેલ

Next Article