Breaking News: IND vs PAK મેચ પહેલા ‘No Handshake’ વિવાદ પર ભડક્યો આ પૂર્વ ભારતીય ક્રિકેટર, કહ્યુ રમવુ હોય તો દિલથી રમો..

ICC T20 WC Ind Vs Pak: T20 વર્લ્ડ કપ 2026મં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો છે. ત્યારે ફરીથી No Handshake વિવાદ ચર્ચામાં આવ્યો છે. આના પર પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે ભારતની ટીકા કરતા વિવાદી નિવેદન આપ્યુ છે. જેના પર ભારતીય ક્રિકેટ ફેન્સ તેમને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.

Breaking News: IND vs PAK મેચ પહેલા ‘No Handshake’ વિવાદ પર ભડક્યો આ પૂર્વ ભારતીય ક્રિકેટર, કહ્યુ રમવુ હોય તો દિલથી રમો..
| Updated on: Feb 15, 2026 | 7:02 PM

ICC T20 WC Ind Vs Pak: ભારત પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2026ના સૌથી વધુ હાઈ વોલ્ટેજ મુકાબલા પહેલા એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે પાકિસ્તાન સામે ભારતની “No Handshake” નીતિ પર સવાલ ઉઠાવ્યા છે, માંજરેકરે તેને બેવકૂફી અને વિશ્વ ક્રિકેટ માટે અયોગ્ય ગણાવ્યુ છે. માંજરેકરના આ નિવેદનથી સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો છે, જેમાં ગુસ્સે ભરાયેલા ભારતીય ચાહકોએ આકરી પ્રતિક્રિયા આપી છે.

સંજય માંજરેકરે “હાથ ન મિલાવવા” વિવાદ પર પ્રહારો કર્યા છે

એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ત્રણ મેચ દરમિયાન “હાથ ન મિલાવવા” વિવાદ ઘણો ચર્ચામાં રહ્યો હતો. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળની ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ પછી, ભારતીય ખેલાડીઓએ ત્યારબાદની ઘણી ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું છે. હવે, ભારત-પાકિસ્તાન ટીમો T20 વર્લ્ડ કપમાં ટકરાવાની છે. ત્યારે ફરી નો હેન્ડશેક પોલિસીને લઈને ફરી ચર્ચા જગાવી છે.

પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની નો હેન્ડશેક પોલિસી અંગે સંજય માંજરેકરે તેના એક્સ-અકાઉન્ટ પર આ પોસ્ટ કરી, જેનાથી પરિસ્થિતિ મામલો ગરમાયો છે. . તેમણે લખ્યું, ” ‘આ હાથ નહીં મિલાવવો” એ ભારત દ્વારા શરૂ કરાયેલી નક્કામી વસ્તુ છે. જે આપણા જેવા મોટા ક્રિકેટ રાષ્ટ્રવ માટે સારુ નથી, રમવુ હોય તો ખેલભાવનાથી રમો, નહીંતર ન રમો…”

ભારતીય ફેન્સે આપી આકરી પ્રતિક્રિયા

જોકે, સંજય માંજરેકરનું આ નિવેદન ભારતીય ક્રિકેટ ચાહકોને બિલકુલ ગમ્યુ નથી. અને તેમનો ગુસ્સો ફુટી પડ્યો છે. ઘણા લોકોએ એવી ટિપ્પણીઓ કરી જેનાથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. કેટલાક ચાહકોએ પાકિસ્તાનમાં ભૂતકાળમાં થયેલા આતંકવાદી હુમલાઓનો ઉલ્લેખ પણ કર્યો. દરમિયાન, કેટલાક પાકિસ્તાની ચાહકોએ માંજરેકરના ટ્વીટને ટેકો આપવાનું શરૂ કર્યું.

શું કોલંબોમાં ઈન્ડિયા પાકિસ્તાના ખેલાડીઓ હાથ મિલાવશે?

પાકિસ્તાને તાજેતરમાં ભારત સામે મેચ રમવાનો નિર્ણય લેતી વખતે ICC સમક્ષ કેટલીક શરતો મૂકી હતી. તેમાંથી એક એ હતી કે ખેલાડીઓએ બહુ-રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં હાથ મિલાવવો જોઈએ.

ભારતે એશિયા કપમાં જીત બાદ હાથ મિલાવ્યા વિના મેદાન છોડી દીધુ

ભારત અને પાકિસ્તાન વચ્ચે “હાથ ન મિલાવવાનો” સિલસિલો આ વર્લ્ડ કપથી શરૂ નથી થયો.  તેની શરૂઆત ગયા વર્ષના એશિયા કપથી થઈ હતી, જ્યારે ભારતે પાકિસ્તાનને હરાવ્યા પછી હાથ મિલાવ્યા વિના મેદાન છોડી દીધું હતું.

ICC T20 WC 2026: આ પાકિસ્તાની બોલર તેની બોલિંગ સ્ટાઈલને લઈને થયો ટ્રોલ, લોકોએ કહ્યુ પથ્થરબાજી કરે છે ગેંદબાજી?

Published On - 6:49 pm, Sun, 15 February 26