ICC Ranking: ODI-T20 રેન્કિંગમાં કેએલ રાહુલને ફાયદો, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા યથાવત સ્થાને

|

Jul 07, 2021 | 10:50 PM

ઓસ્ટ્રેલીયાનો આરોન ફિંચ બીજા ક્ર્મે છે, જે 830 પોઈન્ટ ધરાવે છે. પાકિસ્તાનનો બાબર આઝમ (Babar Azam) 828 પોઈન્ટ ધરાવે છે. કોહલીથી એક સ્થાન આગળ ડેવોન કોન્વે 774 પોઈન્ટ ધરાવે છે.

ICC Ranking: ODI-T20 રેન્કિંગમાં કેએલ રાહુલને ફાયદો, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા યથાવત સ્થાને
KL Rahul-Virat Kohli

Follow us on

ICCએ વન ડે અને T20 રેન્કિંગ (ICC Ranking) જાહેર કર્યુ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને નવા રેન્કિંગમાં કોઈ જ ખાસ ફાયદો કે નુકશાન થયુ નથી. T20 મેચમાં કોહલી તેના રેન્કિંગમાં પાંચમાં ક્રમે યથાવત છે. જ્યારે કેએલ રાહુલ (KL Rahul)ને એક ક્રમનો ફાયદો થયો છે. ઈંગ્લેન્ડના ડેવિડ મલાન ટોપ પર યથાવત રહ્યો છે. વિરાટ કોહલી પાંચમાં ક્રમે 762 પોઈન્ટ ઘરાવે છે, જ્યારે ટોપર ડેવિડ મલાન 888 પોઈન્ટ ધરાવે છે. કેએલ રાહુલ 743 પોઈન્ટ ધરાવે છે.

 

ઓસ્ટ્રેલીયાનો આરોન ફિંચ બીજા ક્ર્મે છે, જે 830 પોઈન્ટ ધરાવે છે. પાકિસ્તાનનો બાબર આઝમ (Babar Azam) 828 પોઈન્ટ ધરાવે છે. કોહલીથી એક સ્થાન આગળ ડેવોન કોન્વે 774 પોઈન્ટ ધરાવે છે. વન ડે ક્રિકેટમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલ એમ બે ભારતીય ખેલાડીઓ રેન્કિંગમાં સ્થાન ધરાવે છે. જ્યારે ટી20 ક્રિકેટમાં એક પણ
ભારતીય ઓલરાઉન્ડર અને બોલર્સને ટોપ ટેનમાં સ્થાન મળ્યુ નથી. જ્યારે વન ડે ક્રિકેટમાં વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા ટોપ ફાઈવમાં સામેલ રહ્યા છે. કોહલી બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

 

જ્યારે વન ડે ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજા (Ranking Ravindra) ઓલરાઉન્ડરમાં નવમો ક્રમાંક ધરાવે છે. જ્યારે ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટોપ ટેન યાદીમાં સામેલ છે. જોકે બુમરાહ એક સ્થાન પાછળ હટીને પાંચમાંથી છઠ્ઠા ક્રમાંક પર પહોંચ્યો છે. ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ રેન્કિંગમાં ફાયદામાં રહ્યો છે. તે હવે ત્રીજા સ્થાન પર પહોંચી ચુક્યો છે. શ્રીલંકા અને ઈંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીનો તેને સીધો ફાયદો મળ્યો છે. જે દરમ્યાન તેણે શાનદાર દેખાવ કર્યો હતો.

સિનિયર ખેલાડીઓએ હજુ રાહ જોવી પડશે

ભારતીય ખેલાડીઓને પોતાના રેન્કિંગમાં સુધારો કરવા માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે. હાલમાં રેન્કિંગમાં ટોપ ટેનમાં સામેલ વિરાટ કોહલી, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ પ્રવાસે છે. જ્યાં તેઓ ટેસ્ટ શ્રેણી રમનારા છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મર્યાદિત ઓવરની રમત રમવા સીધા જ ટી20 વિશ્વકપમાં મેદાને ઉતરશે. જે પહેલા શ્રીલંકા શ્રેણીમાં હાર્દિક પંડ્યા અને શિખર ધવન સહિતના ખેલાડીઓ T20 ને વન ડે સિરીઝ રમનારા છે.

 

આ પણ વાંચોઃ IND vs ENG: ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં રજાઓ માણી રહ્યા છે અને કોહલી ફિટનેશની કાળજી લઇ રહ્યો છે, જુઓ

Next Article