T20 WC Breaking : દક્ષિણ આફ્રિકા સામેની મેચ સુપર 8 મેચ પહેલા અભિષેક શર્માએ યુવરાજ સિંહ પાસેથી લીધો ગુરુમંત્ર

T20 વર્લ્ડ કપમાં સતત ત્રણ મેચમાં શૂન્ય પર આઉટ થયા બાદ અભિષેક શર્મા દબાણમાં છે. સુપર 8 ની મહત્વની મેચ પહેલા તેણે પોતાના માર્ગદર્શક યુવરાજ સિંહને મળીને વાતચીત કરી. આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને હવે બધાની નજર આફ્રિકા સામેની મેચ પર છે.

T20 WC Breaking : દક્ષિણ આફ્રિકા સામેની મેચ સુપર 8 મેચ પહેલા અભિષેક શર્માએ યુવરાજ સિંહ પાસેથી લીધો ગુરુમંત્ર
| Updated on: Feb 22, 2026 | 6:39 PM

T20 વર્લ્ડ કપમાં સતત ત્રણ મેચમાં શૂન્ય પર આઉટ થયા બાદ અભિષેક શર્મા દબાણમાં છે. સુપર 8 ની મહત્વની મેચ પહેલા તેણે પોતાના માર્ગદર્શક યુવરાજ સિંહને મળીને વાતચીત કરી. આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને હવે બધાની નજર આફ્રિકા સામેની મેચ પર છે.

અભિષેક શર્માનું ખર્બા ફોર્મ

T20 વર્લ્ડ કપમાં અભિષેક શર્મા માટે શરૂઆત સારી રહી નથી. તેણે પોતાની પહેલી ત્રણ ઇનિંગ્સમાં એક પણ રન બનાવ્યો નથી. કોઈ પણ બેટ્સમેન માટે આવી શરૂઆત મુશ્કેલ હોય છે. ખાસ કરીને વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં દબાણ વધુ હોય છે.

અભિષેકની ઝીરો રનની હેટ્રિક

અમેરિકા સામેની મેચમાં અભિષેક બીમાર હોવા છતાં બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ ખાતું ખોલી શક્યો નહોતો. ત્યારબાદ તે એક મેચ ન રમી શક્યો. પાકિસ્તાન સામે પાછો ફર્યો ત્યારે પણ રન બનાવી શક્યો નહોતો. નેધરલેન્ડ્સ સામે પણ તેનું બેટ શાંત રહ્યું.

વીડિયો વાયરલ

આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં અભિષેક અમદાવાદમાં યુવરાજ સિંહને મળવા ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં અભિષેક યુવરાજ સિંહને મળીને ટીમ હોટલમાં પરત ફરતો જોવા મળે છે. માનવામાં આવે છે કે તેણે પોતાની બેટિંગ અને માનસિક તૈયારી અંગે ચર્ચા કરી હતી.

કેપ્ટન સૂર્યકુમાર યાદવે શું કહ્યું?

સુપર 8 ની મેચ પહેલા આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. ટીમ મેનેજમેન્ટ પણ તેની પાછળ ઊભું છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું છે કે અભિષેક સારો ખેલાડી છે અને જ્યારે તે ફોર્મમાં આવશે ત્યારે મોટી ઇનિંગ રમી શકે છે.

આફ્રિકા સામે મોટી તક

હવે સૌની નજર આફ્રિકા સામેની મેચ પર છે. અભિષેક માટે આ સારો મોકો છે કે તે પોતાની ક્ષમતા સાબિત કરે. એક સારી ઈનિંગ તેનો આત્મવિશ્વાસ પાછો લાવી શકે છે અને ટીમને મજબૂતી આપી શકે છે.

કોઈએ ધર્મ પરિવર્તન કર્યું, તો કોઈએ અટકમાં ફેરફાર કર્યો… આ 5 ક્રિકેટરોએ બદલ્યા પોતાના નામ

Follow Us
Loading...
Unable to load recommendations.